Monday, December 19, 2011

“વાર્તા કથન...”


૧૯.૧૨.૨૦૧૧
      આજે એક બાળવાર્તા.............ડિસેમ્બર.......૧૯૯૮ માં કહેવાયેલી ........
           jagat's speech....my script.....in his school days....



વાર્તા કથન...
માનનિય નિર્ણાયક ગણ, શ્રોતા મિત્રો,
આજે હું આપની સમક્ષ એક વાર્તા રજુ કરીશ.... હાં, પરંતુ એક હતો રાજા અને તેને બે રાણી હતી તેવી ચીલાચાલુ વાર્તા નથી.એ તો બચપણ નાં બે મિત્રો નાં પ્રેમ ની વાર્તા છે. તો ચાલો શરુ કરીએ -----સાંદીપની ઋષિ નાં આશ્રમ નાં બે શિષ્યો ની વાત. આશ્રમ માંથી છૂટા પડેલા બન્ને વિદ્યાર્થી એક દ્વારકાધીશ બને છે જયારે બીજો પોરબંદર નો દરિદ્ર સુદામો. એક ને સંપતિ વરી તો બીજાને સંતતિ વરી એકબાજુ અઢળક સંપતિ અને બીજી બાજુ કરુણ ગરીબી. છોકરાઓ ને જમવા પણ મળતું નથી.સુદામાની પત્ની સુદામાને કૈક લાવી આપવા વીનવે છે. અને કૃષ્ણ પાસે કંઇક માંગી લાવવા કહે છે. પોતાને અજાચક વ્રત હોવા છતાં મિત્રને મળશે એ વિચારે સુદામા દ્વારિકા ની વાટ પકડે છે સંતાનો પાસે કઈ ખાવા નથી ,પરંતુ દોસ્ત માટે પડોશમાંથી માંગી લાવેલ તાંદુલ લઇ જય છે. અથડાતો,,કુટાતો દ્વારકાધીશ નાં મહેલે પહોચે છે ત્યારે દરવાન તેને રોકે છે..તેની મજાક ઉડાડે છે,ત્યારે સુદામા કહે છે-ભાઈ દ્વારકાધીશ ને એટલું કહે કે તારો બાળપણ નો સખો સુદામો આવ્યો છે.   દરવાન અંદર જઇ દ્વારકાધીશ ને કહે છે- માથે પાઘડી નથી,શરીર પર અંગરખું નથી, ધોતિયું ફાટેલું છે,અને પગ માં જોડા પણ નથી,ગરીબ દુબળો બ્રાહ્મણ ઊભો છે. તમારું ધામ  પૂછે છે ,અને પોતાનું નામ સુદામા કહે છે....
સુદામાનું નામ  સાંભળતાજ કૃષ્ણ નાં રોમરોમ માં પ્રેમ છલકાયો,મુઠ્ઠી વાળી  ને મિત્ર ને લેવા દોડ્યા.પગ માં પીતાંબર આવ્યું, પડી ગયા .રાણીઓં પાછળ દોડી ત્યારે તેમને કહ્યું મારો બાળપણ નો સખો સુદામો આવ્યો છે.તમે મારી સાથે નાં આવો. શ્રી કૃષ્ણ ઉંબરા આગળ આવે છે, અંદર કૃષ્ણ છે, બહાર સુદામા છે, એક ધનિકતા ની ચરમસિમા તો બીજી દરિદ્રતાની ચરમસિમા છે. બન્ને ની આંખો માંથી દડ-દડ આંસુ પડે છે.
પ્રેમ જુનો છે ,છતાં કોણ કબૂલાત કરે ?
પ્રેમ ની શબ્દ થકી કોણ રજૂઆત કરે?
 વાત કરવા અમે બેઉ છીએ તત્પર,
પણ વાત કરવાની કોણ શરૂઆત કરે ?
ભલા,વાત કરવાની કોણ શરૂઆત કરે?
  બન્ને ની આંખો માંથી પાણી પડે છે .બન્ને નાં રડવા ના કારણો જુદાં-જુદાં છે. સુદામા હરખ નાં આસુંઓ થી રૂએ છે. વાહ...વાહ.. મારો મિત્ર કેટલી ઉચાઇ એ પહોચી ગયો.... કૃષ્ણ દુઃખ નાં આંસુથી રડે છે ,મારા સુખ-દુઃખ નાં સાથી સુદામાની આ દશા? ધૂળ પડી મારી દ્વારિકામાં અને ધૂળ પડી મારી લક્ષ્મી માં,જગત ની ધનિકતા હારી અને મિત્રતા જીતી.રાણીઓ તાસક ભરી ને પાણી લાવે છે, સુદામાના પગ ધોવા માંટે પરંતુ તે  પાણી ની જરૂર જ ન  પડી શ્રી કૃષ્ણ ની આંખ માંથી વહેતા આસુંઓ થી જ સુદામાના પગ ધોવાઈ ગયા.......
જગત ની બેનમુન મિત્રતાની આ વાત છે.
જગત અવાશિયા 
ગુજરાત રાજ્ય બાળવિકાસ એકેડમી,
આયોજિત વડોદરા જીલ્લા
બાળ વાર્તા કથન  સ્પર્ધા
દ્વિતીય વિજેતા,
રૂ. ૨૫૧ પુરસ્કાર,બ્રાસકપ તથા પ્રમાણપત્ર,
કુલ હરીફ-૧૧૦(ધોરણ ૫ થી ૮)
૧૦.૧૨.૧૯૯૮ 

No comments: