Sunday, August 5, 2012

પૃથ્વી ઉદય..ચંદ્ર સપાટી પરથી ( Courtsey NASA)

૦૪.૦૮.૨૦૧૨
આજે દેવિકાબેન ધ્રુવ ના બ્લોગ શબ્દોને પાલવડે માંથી એક સુંદર કાવ્ય સાભાર.......... 


 

પૃથ્વી ઉદય..ચંદ્ર સપાટી પરથી ( Courtsey NASA)

છંદવિધાનઃ રજઝ ૨૮-
ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા
**********************************
આકાશની  બારી  થકી  કેવું  જગત  દેખાય  છે ?
અવકાશમાં  ગોળારુપે, જાણે  ચમન વર્તાય  છે.
પૃથ્વી  કહો, અવની  કહો, ક્ષિતિ  કહી માનો  ધરા,
જે  ઈશ્વરે  દીધું  અહીં, એને  જીવન  કેવાય  છે.
હું કોણ છું ને  ક્યાંનો  છું? પ્રશ્નો  નકામા  લાગતા,
ઇન્સાન છું  બ્રહ્માંડનો, બસ એ કથન  સમજાય  છે.
છોડો બધી વ્યાખ્યા  જુની, જે  જે  વતન  માટે  રચી,
આજે  જુઓ    વિશ્વનું,પૃથ્વી  વતન   કેવાય  છે.
સંભારજો  સાથે  મળી  સૌ, વિશ્વમાનવની  કથા,
આપી  ગયા  પ્યારા  કવિનું,   સપન  સર્જાય  છે.
પૃથ્વી વતન  કેવાય છે…..

This entry was posted on July 10, 2012, in ગઝલ.

No comments: