Thursday, January 10, 2013

અપંગ શાંતિ દૂત ......


૧૦.૦૧.૨૦૧૩.....

આજે......આપણી મજા .....અન્ય ને મોત ની સજા......??????
   
તમે જાણો છો ? કબૂતર પક્ષી અન્ય પક્ષીઓ કરતાં નિર્દોષ, ભોળું, ધીર-ગંભીર અને સમજુ પક્ષી છે. એ અબોલ છે છતાં ક્યારેય કોઈ પક્ષી સાથે વેરઝેર કે ઈર્ષ્યા રાખતું નથી. ઈશ્વરે પણ તેને સાધુ-સંતની ઉપમા આપી છે. એટલે જ માણસજાત તેને આવકારે છે. તે સંપૂર્ણ શાકાહારી હોવાથી તેને ચણા, જુવાર, બાજરીનું લોકો ચણ નાખે છે. શહેરો અને ગામડાંમાં પણ ચોરે-ચૌટે ઊંચાં મકાનો અને મંદિર, મસ્જિદ, હવેલી, ગુરુદ્વારાઓનાં મકાનના કાંગરે બધે જ આપણા ઘરની આસપાસ તેનો વાસ હોય છે. તેના માટે ઠેરઠેર ચબૂતરા અને પાણીના પ્યાઉ બંધાય છે. કબૂતર માનવમાત્રનું મનગમતું અને સૌથી નજીક રહેતું પક્ષી છે. તમે પણ હંમેશાં મૂગાં અને અસહાય પશુ-પક્ષીનું જતન કરજો. અને તમારા મિત્ર બનાવજો.




આ પ્રતિજ્ઞા અવશ્ય કરો :

પતંગ ચગાવી કોઇ નિર્દોષ વ્યક્તિ કે પંખીના મોતનું કારણ નહીં બનીશ.
કાચવાળો દોરો નહીં વાપરીશ.
ચાયનીઝ (નાયલોન) દોરો નહીં વાપરીશ.
ઉત્તરાયણ પછી ઘરની અગાશી તેમજ આસપાસના વૃક્ષો પરથી પતંગના દોરા ખેંચી લઈ સફાઈ કરીશ.

ઉત્તરાયણમાં દોરાથી ઘાયલ અથવા લટકતું પક્ષી દેખાય તો સંપર્ક કરો :

હેલ્પલાઈન નંબર :- ૯૮૨૫૧ ૧૯૦૮૧


સંકલિત ....

No comments: