૦૫.૦૪.૨૦૧૪...
.લવ એન્ડ હેઈટ નો સબંધ
લવ એન્ડ હેઈટ નો સબંધ
Varun
Gandhi praises Rahul Gandhi
BJP leader Varun Gandhi praises cousin and Congress Vice President Rahul Gandhi, says he has done good work in Amethi
ઉપરોક્ત સમાચાર પછી ખૂબજ ઉહાપોહ મચી ગયો અને મેનકા ગાંધી એ
વરુણ ને સલાહ આપી કે "use your brain more than your heart."
આમ તો આપણે અસંખ્ય લોકો ના સંપર્ક મા આવતા હોઈએ છીએ.અને
અનેક લોકો સાથે આપણને પ્રેમ/લાગણી નો સબંધ હોય છે.કેટલાક લોકો નો દેખાવ,વાણી,વર્તન
આપણ ને સંમોહિત કરે છે. અને વળી કેટલાક લોકો તરફ આપણ ને કોઈ પણ કારણ વગર પ્રેમ,માન
ની લાગણી થાય છે.
કેટલાક લોકો લોકો
તરફ આપણ ને સકારણ કે અકારણ ચીડ પણ હોય છે.તો કેટલાક લોકો પોતાનાં
દેખાવ,વાણી વર્તન કે સ્વભાવ થી આપણ
ને અપ્રિય હોય છે.આવાં લોકો પ્રત્યે આપણ ને માન,પ્રેમ ની લાગણી થતી નથી.
પરંતુ કેટલાક સબંધો લવ-હેઈટ ના પણ હોય છે.જેમાં એક વ્યક્તિ
અન્ય વ્યક્તિ ને ધિક્કારતી હોવા છતાં તેને તે બીજી વ્યક્તિ માટે પ્રેમ,માન પણ હોય
છે...જરા ના સમજાય તેવી વિચિત્ર વાત હોવા છતાં આ એક હકિકત છે.લવ-હેઈટ ના સબંધ ના
કેટલાક ઉદાહરણ જોઇએતો લવ અને હેઈટ નો
સબંધ:
(૧)જવાહરલાલ નહેરુ અને રામમનોહર લોહિયા વચ્ચે નો સબંધ
(૨) જવાહરલાલ નહેરુ અને ફિરોઝ ગાંધી વચ્ચે નો સબંધ
(૩) ઇન્દુલાલ યાજ્ઞિક અને મોરારજી ભાઈ વચ્ચે નો સબંધ
(૪) વરુણ ગાંધી અને રાજીવ ગાંધી વચ્ચે નો સબંધ
અન્ય આવાં ઉદાહરણો આપના ધ્યાન/ખ્યાલ મા હોય તો લિસ્ટ મા
ઉમેરવા વિનંતી છે...
No comments:
Post a Comment