Wednesday, April 9, 2014

રામ નવમી-૦૮.૦૪.૨૦૧૪...

૦૯.૦૪.૨૦૧૪....
તારીખ-૦૮.૦૪.૨૦૧૪..ચેત્ર-સુદ નોમ...રામ નવમી....સર્વે ને જય સિયારામ.....

" ઘર એટલે શું? ઘર એટલે વિચાર તીર્થ,કર્મ તીર્થ,અને ભાવના તીર્થ!!
ઘરમાં બદરી- કેદાર અને ઘરમાં જ કાશી! ઘર મા જ મક્કા ને ઘર મા જ મદીના! ઘર માં જ જેરુસલમ અને ઘર મા જ બેથલહમ .."ગુણવંત શાહ

મન  નો મેલો માણસ હરતા-ફરતા નરક જેવો હોય છે.નિખાલસ હોવું એટલે મન થી નીરોગી હોવું.         જેવા હોઈએ તેવા પ્રગટ થવું એ જ ખરી આધ્યાત્મિકતા છે.નિખાલસતા સત્ય ની બહેનપણી છે.આખું દક્ષિણ ગુજરાત નિખાલસતા ધરાવનાર અનાવિલો અને પટેલો માટે જાણીતું છે.વારંમવાર મે સુરત ને નિખલાસતા ની રાજધાની તરીકે બિરદાવ્યું છે.અસ્સલ સુરતી ના પેટમાં પાપ ના ટકે.હૈયે તે હોઠે!!!  
                                                        ગુણવંત  શાહ
માદળિયાં અને તાવીજ વચ્ચે  તફાવત શું?
માળા અને તસબી વચ્ચે તફાવત શું?
દ્રાક્ષ અને અંગુર વચ્ચે તફાવત શું?
પ્રાર્થના અને બંદગી વચ્ચે તફાવત શું?
મંદિર ના ધુમ્મટ અને મસ્જીદ ના ના મિનારા પર નું
અનંત  આકાશ એકજ છે.
મહંત અમે મુલ્લા
આકાશ ના પણ ભાગલા પડે છે.
એમનાથી સાવધાન!!
આ છે કબીર વૃતિ!!

કરુણા સર્વથા સેક્યુલર છે.અહિંસા ભેદભાવ થી પર છે.
પ્રેમ સંકુચિતતા ને નથી ગાંઠતો .
ક્ષમા શત્રુતાનો સ્વીકાર નથી કરતી.
ગાંધીજી એ કહ્યું: સત્ય એજ પરમેશ્વર.
બુદ્ધ કરુણા મૂર્તિ હતા.
મહાવીર અહિંસાચાર્ય હતા.
ઈસુ પ્રેમ  ના મસીહા હતા.
મહમદ ક્ષમા અને નમ્રતા ના પયંગબર હતા.
ગાંધીજી સત્ય ના ઉપાસક હતા.
જે ઉમદા બાબત ને કારણે સમાજ ટકી  જાય છે તે ઘટનાને રામમર્યાદા કહે છે.
અને કૃષ્ણ ધર્મ સંસ્થાપના કહે છે.     
                                      ગુણવંત  શાહ

No comments: