Tuesday, August 26, 2014

Mirror/आयनों/અરીસો......

૨૬.૦૮.૨૦૧૪.......

     આજે..........Mirror/आयनों/અરીસો.......




                         



જગજીત સીંઘ-નિદા ફાઝલીની એક ગઝલનો મત્લા મને ખુબ જ પ્રિય છે.

જબ કિસીસે કોઈ ગીલા રખના
સામને અપને આઈના રખના!

આજે જયારે આ શે'રને મનમાં મમળાવતી હતી તો વિચાર આવ્યો કે ઉર્દૂ/હિન્દી ગઝલોના કવિઓને 'આઈના' શબ્દ કેટલો પ્રિય છે. અને કેમ ન હોય? આઈનો ચહેરા અને જીવનનું પ્રતિબિંબ રજુ કરે છે, સૌન્દર્ય અને ફિલસૂફી નું દર્શન કરાવે છે. આઈના જેવો સ્પષ્ટવકતા મિત્ર મળવો અશક્ય છે. ક્યારેક એ ખુશી આપે તો એના જેવો સંતાપ આપનાર પણ બીજો કોઈ નહી!

પરખના મત પરખનેસે કોઈ અપના નહી રહેતા
કિસી ભી આઈનેમેં દેર તક ચેહરા નહી રહેતા.

આઈનેસે કબ તલક તુમ અપના દિલ બહેલાઓગે?
છાયેંગે જબ જબ અંધેરે ખુદ કો તન્હા પાઓગે!

મૈ ખયાલ હું કિસી ઔર કા, મુઝે સોચતા કોઈ ઔર હૈ.
સર-એ-આઈના મેરા અક્સ હૈ, પાસ-એ-આઈના કોઈ ઔર હૈ.

આઈના યે તો બતાતા હૈ કિ મૈ ક્યા હું લેકિન,
આઈના ઇસપે હૈ ખામોશ કિ ક્યા હૈ મુઝમેં?

કવિઓએ સૌન્દર્યનું વર્ણન કરવા માટે પણ આઈનાનો ઉપયોગ કર્યો છે.

અંદાઝ અપને દેખતે હૈ આઈને મેં વોહ,
ઔર યે ભી દેખતે હૈ કિ કોઈ દેખતા ન હો.

તેરા ચેહરા હૈ આઈને જૈસા
કયું ન દેખું હૈ દેખને જૈસા!

તો ઘણી વાર વિરહની વ્યથા વ્યક્ત કરવા.

હમસે અચ્છી કહીં આઈનેકી કિસ્મત હોગી,
સામને ઉસકે તેરી ચાંદસી સુરત હોગી!

આઈના સામને રખોગે તો યાદ આઉંગા
અપની ઝુલ્ફોકો સંવારોગે તો યાદ આઉંગા.

આઈનેકે સૌ ટુકડે હમને કરકે દેખે હૈ
એકમેં ભી તન્હા થે સૌમેં ભી અકેલે હૈ.

આપણા જીવનમાં આઈનો ઉમર સાથે રંગ બદલે છે. બચપણમાં કુતુહલ, તરુણાવસ્થામાં પ્રેમી, યુવાનીમાં જરૂરીયાત તો પ્રૌઢાવસ્થામાં અપ્રિય થઇ જાય છે!

આઈના વોહી રેહતા હૈ ચેહરે બદલ જાતે હૈ.
દીલોકે ફૂલ તો પથ્થરમેં ભી ખીલ જાતે હૈ.

દેખા જો આઈના તો મુઝે સોચના પડા
ખુદસે ન મિલ સકા તો મુઝે સોચના પડા.



બાથરૂમ ચકચકતા અરીસા વિનાનો હોઈજ ના શકે.એ અરીસામાં જાત ને નિહાળવી એ સ્ત્રીઓનોજ વિશેષાધિકાર નથી.અરીસો પવિત્ર છે.અરીસો પ્રમાણિક છે.અરીસો સાવ નિખાલસ છે.હજી સુધી કોઈ અરીસાએ એની સામે ઊભેલા મનુષ્ય સાથે છેતરપીંડી કરી નથી.અરીસો પવિત્ર શામાટે?અરીસા પાસે આત્મનિરીક્ષણ માટે ની પ્રેરણા આપવાની તાકાત પડેલી છે.સોક્રેટીસ કહેતો રહ્યો,કહેતો રહ્યો અને કહેતો જ રહ્યો:-અપરીક્ષિત  જીવન એટલે વ્યર્થ જીવન(The life un-examined is worthless) હવે જયારે પણ અરીસા સામે ઉભા હો,ત્યારે એનો આભાર માનજો,અરીસા જેવો ગુરુ મળવો મુશ્કેલ છે.એ કેવળ તમારા ચહેરા નો ટ્રસ્ટી જ નથી,એ તમારા ‘સ્વ’નો સાથીદાર છે.ગીવ ઇટ અ રીસ્પેક્ટ ઇટ ડિઝવ્સ.ગંદો અરીસો? ના ભાઈ નાં અરીસો તો ચકચકતો જ શોભે! ચકચકતો નાં હોય તેવો અરીસો તમને પણ  ઝંખવાણા પાડી દેશે.દેશ ની ગરીબીનું રહસ્ય એટલે ઝંખવાણો પડી  ગયેલો આમ આદમી!એવાં માણસો જ કાયમ બહુમતી માંજ કેમ હોય છે?
                                                     ગુણવંત શાહ.(વિચારો નાં વૃંદાવનમાં)   



No comments: