07.01.2016
Rang-Pravesh...
મૂળ જુનાગઢ ના
બેગ્લોર ખાતે સ્થાયી થયેલા શ્રી હિતાર્થભાઈ રજનીકાંતભાઈ વસાવડા તેમજ શ્રીમતી
પ્રીતિબહેન ના પુત્ર માસ્ટર ઋત્વિક તેમજ પુત્રી કુમારી દ્વિતી એ તા. ૧૩.૧૨.૨૦૧૫
નારોજ અત્રે ના જે.એસ.એસ.ઓડિટોરીયમ ખાતે સાંજના ૬.૦૦ વાગ્યા થી ૮.૩૦ સુધી
આરંગેત્રમ્ નું ભવ્ય પરફોરમન્સ આપી રંગ
પ્રવેશ કર્યો .હાજર રહેલ લગભગ ૪૦૦ શ્રોતા ગણે મંત્ર મુગ્ધ બની કાર્યકમ
માણ્યો.બન્ને કલાકારો ની અથાગ તપસ્યા તેમજ
પરિશ્રમ આખરે એક જવલંત સફળતાને વર્યા ..બન્ને બેંગલોર ની અતિ પ્રસિદ્ધ સંસ્થા
કલાક્ષિતિ સ્કુલ ઓફ ડાન્સ ના ગુરુ પ્રોફેસર એમ.આર ક્રિશ્નમૂર્તિ ના વિદ્યાથી હતા.
તેની આ જવલંત સફળતા
માં તેમના માતા-પિતાનો પણ અનન્ય ફાળો
છે.શ્રીમતી પ્રીતીબેન પણ આજ સંસ્થા સાથે સંકળાયેલા છે. અને આરંગેત્રમ્ ના કલાકાર
છે.
ચી.ઋત્વિક તેમજ ચી.
દ્વિતી ને તેમના બેનમુન પ્રદર્શન માટે જેટલાં અભિનંદન આપીએ તે ઓછા જ છે.
તેમજ બન્ને ભવિષ્ય
માં ખુબજ ઉન્નતી ના શિખરો પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ સહ ...
શ્રી હાટકેશ /(લોર્ડ
નટરાજ –ગોડ ઓફ ડાન્સ) ને પ્રાર્થના...
No comments:
Post a Comment