Sunday, April 30, 2017

શ્રદ્ધા સુમન ...મુ.વ. ભાસ્કરભાઈ અવશિઆ...

30/04/2017..             .કર્મ યોગી,ઋષિ પિતા મ.વ. ભાસ્કરભાઈ ને શ્રદ્ધા સુમન સહ...









Saturday, April 29, 2017

Bye-Bye Bengaluru...



29-04-2016
Bye-Bye Bengaluru.....Moved to Pune on 18.04.2017...
From Garden City of Karnataka to Cultural Capital of Maharashtra....

Pune  spelt Poona during British rule) is the second largest city in the Indian state of Maharashtra and the ninth most populous city in the country. Situated 560 metres (1,837 feet) above sea level on the Deccan plateau on the right bank of the Mutha river, Pune is the administrative headquarters of Pune district and was once the centre of power of the Maratha Empire established by Shivaji Maharaj. In the 18th century, Pune was the political centre of the Indian subcontinent, as the seat of the Peshwas who were the prime ministers of the Maratha Empire.
Considered to be the cultural capital of Maharashtra, Pune is known as "Oxford of the East" due to the presence of several well-known educational institutions in the city. The city has emerged as a major educational hub in recent decades, with nearly half of the total international students in the country studying in Pune. Since the 1950s and 1960s, Pune has had a traditional old-economic base as most of the old industries continue to grow. The city is known for its manufacturing and automobile industries, as well as for research institutes of information technology (IT), education, management and training, which attracts students, and professionals from India, South East Asia, the Middle East and Africa. A few college in the Europe have also actively engaged in Student-exchange programs with several colleges in Pune.
Pune is also one of the fastest growing cities in the Asia-Pacific region. The ‘Mercer 2015 Quality of Living rankings’ evaluated local living conditions in more than 440 cities around the world where Pune ranked at 145, second in India after Hyderabad (138). It also highlights Pune among evolving business centers and emerging nine cities around the world with citation "Hosts IT and automotive companies".


View out side our flat-Ashwarya Splendor-02  @ Banglore.....

                                                                            Coffee....
Sai Baba Temple @ Ramaiya City..Banglore 
                                              Our residence Horion @ Wakad...Pune
                                       Our residence Horion @ Wakad...Pune
@ Gas Agency....Pune


Tuesday, April 11, 2017

માંગવું

૧૧/૦૪/૨૦૧૭....માંગવું.....

એક મંદિરમાં ખુબ સરસ વાક્ય લખયું હતુ...
"
ક્યારેક તમે બીજા માટે માંગીને જોવો,
તમારે ક્યારે માંગવાનો વારો નહી આવે..."

ઇશ્વર પાસે કશું માગવું નહીં એ કહેવું જેટલું આસાન છે એટલું જ અમલી બનાવવું મુશ્કેલ છે. માણસ નામના પ્રાણીનું મગજ નફા-નુકસાનને ધ્યાનમાં રાખીને જ ચાલે છે. પ્રત્યેક માનવી એક એવો લાલો છે જે લાભ વિના લોટે જ નહીં. તો શું ભક્તિમાં ભીખનું કોઈ સ્થાન ન હોઈ શકે’?

  પ્રભુ આગળ કરેલ અરજ, એનું નામ પ્રાર્થના! કશી ગરજને કારણે કરેલી માગણી નહીં, પણ સહજ ભાવે ભગવાન સમક્ષ રજૂ થયેલી ભાવાંજલિ એ સાચી પ્રાર્થના ! પ્રાર્થના કરવાનો હક મનુષ્યમાત્રને છે; એ ફળે કે ન ફળે તે વાત જુદી છે. ખરેખર તો પ્રાર્થનાનું ધ્યેય ફલપ્રાપ્તિ છે જ નહીં ! પ્રાર્થનામાં અંતરની અભિવ્યક્તિ હોય છે. પ્રભુમાં ન માનનાર વ્યક્તિ પણ પ્રાર્થના કરવાને અધિકારી છે.                
                                  પ્રાથૅના
                
                  સાક્ષાત્કારની ક્ષણે ભગવાન માંગવાનું કહે છે ત્યારે  તે પણ ભક્ત ની   
                   કસોટી  જ કરતા હોય છે.ભક્ત ધન, વૈભવ કે બીજું કંઈ માગે છે---
                   નરસિંહ ને માંગતા આવડે છે- તે માંગેછે----
                   દેવોને દુલૅભ ,તમોને વલ્લભ ,આપો તે દયા આણી રે,
                   ભગવાન મહેતાજી ને રાસ લીલા નાં દશૅને લઈ જાય છે.

                  સામાન્ય રીતે મંદિર માં આપણે ભક્ત તરીકે નહી યાચક થઈ ને જ    
                  જઈએ છીએ,મંદિર માં આપણે પ્રાથૅના નહી યાચના જ કરતા
                   હોઈએ છીએ.
                              “મંદિર બહાર ભીખારી માંગે,
                     મંદિર અંદર  હું......                                                      
                                   યાચના કરીએ તો પણ શું માંગવું તેના પર જુદા
                    જુદા સાક્ષરો ની પંક્તિઓ અહીં પ્રસ્તુત કરેલ છે.

·         બસ એટલી  જ સમજ  ઓ પરવરદિગાર દે,
સુખ જયાં મળે જયારે મળે , બધા નો વિચાર દે.

·         ત્રણ વાનાં મુજ ને મળ્યાં,હૈયુ,મસ્તક,હાથ,
બહુ દઈ દીધું નાથ, જા...ચોથું નથી માંગવુ.

·         માંગવાનુ કહેછે,તો માગું છુ,હે પભુ,દઈ દે મન એવું,
     જે માગે ના કદિ કશું.

·         અમે કયાં સૂયૅ માંગ્યો છે
ધન્ય છે જો કોડિયું ઝળહળે તો.

·         અમે એ આંખ ઝંખી કે, વસી જ્યાં નેક નિમૅળતા,
શિશુ ના સ્મિત ઝંખ્યાં કે, રચી જ્યાં ઈશ્વરી મમતા.

·         બે હાથ મારા ઉઠાઉં તો,તારી ખુદાઈ દુર નથી,
પણ હું માગું ને તું આપી દે એ વાત મને મંજુર નથી.

·         ખુદા તારી ખુદાઈ નું,મને હરદમ દરશ દેજે,
     નિહાળું રુપ તારું, એવા નયન દેજે.
·         જગત ના ઉપવને હું તો,પ્રભુ,માગું તો શુ માગું?
સફર મહેકાવવા છલ્લી, ફક્ત થોડાં સુમન દેજે.

·         ખુદા તારે ખજાને ખોટ ક્યાં છે ?આટલું કરજે,
     ભૂખ્યાં હો કે ઉઘાડા ને,ફકત દાણાં-ગવન દેજે.

·         સાંઈ ઈતના દીજીયે, તામે કુટુંબ સમાય,
મૈ ભી ભુખા ના રહું, સાધુ ના ભુખા જાય.
·         તમારી મુતિô વિના મારા નાથ રે,બીજું મને આપશો માં,
    હું તો માંગુ બે બે હાથ જોડી રે, બીજું મને આપશો માં,
·         હે,પ્રભુ,
                         મારા ખભા પર,
                         જે બદલી શકાય તે બદલવાનું મને બળ અને હિંમત આપજે,
                        જે બદલી ના શકાય તે ભોગવી લેવાની ધીરજ અને  શકિત આપજે,
               હે પ્રભુ, આ બે વચ્ચેનો ભેદ પરખવાનું ડહાપણ,બુધ્ધિ અને વિવેક આપજે.
     
·         કોઈ ઈચ્છા નું મને વળગણ ન હો,
    એય ઈચ્છા છે- હવે એ પણ ન હો.
·         ખુશી દેજે જમાનાને,મન હરદમ રુદન દેજે
અવરને આપજે ગુલશન,મને વેરાન વન દેજે.
    જમાનાનાં બધાં પુણ્યો જમાનાને મુબારક હો,
હું પારખું પાપ ને મારાં મને એવાં નયન દેજે.

·         માફ કરજો ઓ મનુષ્યો હું નહી માંગુ મદદ,
એ નહી તો મારા પાલનહારનું અપમાન છે.

·         જગત સામે લડું છુ તારી મદદ માંગી,
     હું જો હારીશ તો એ હાર તારી હાર થઈ જાશે.

·           આપી શકે તો............
     આપી શકે તો તારો પ્યાર માંગુ છું,
     સાચા હ્રદય થી સહકાર માંગુ છું,
     કરીશ નહી ચિંતા પ્યાર માટે પ્રાણ પણ આપીશ,
     રોકડ છે હિસાબ હું ક્યાં ઉધાર માગું છું.  
·         કરો રક્ષા વિપદ માંહી, ન એવી પ્રાથૅના મારી,
     વિપદ થી ના ડરું કો, દિ પ્રભુ એ પ્રાથૅના મારી.  
                                       ----ટાગોર
·         હે જગન્નાથë  ! લંબાવી ને હાથ,માગું તારો સાથ !
       રસ્તાઆ તો આડાઅવળા  !અહીં ખાડા તો પણે ટેકરા !
       ભૂલો પડું તે પહેલાં આવી ઝાલજે મારો હાથ !હે જગન્નાથë  !  
                                                  -----સ્નેહ રશ્મિ

·         માગી માગી ને પ્રભુ પાસે મેં માંગ્યુ એવું, 
                    મારુ મૃત્યુ મારે જોવું છે ઘડીભર ને માટે,
                    મને શંકા છે કે અશ્રુ નહી સારે કોઈ,
                    મારા શબ પર મારે રોવું છે ઘડીભર ને માટે.
                                                       ----યુસુફ બુકવાલા.
                                         સ્મરણશકિત કરી દે એટલી નબળી પ્રભુ મારી,
           મને મારા વિતેલા દિવસો ની  યાદ ના આવે,
           અને મારા હ્રદય ને પણ કરી દેજે તું પથ્થર સમ,
             કોઈ ઈચ્છા નવી જન્મે તો એનો સાદ ના આવે.
                                                    ----યુસુફ બુકવાલા.

હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઇ દૂર નથી.
હું માંગું ને તું આપી દે, એ વાત મને મંજૂર નથી.
નાઝિર દેખૈયા
કાંટાનો બાગ માંગુ છું, રૂદનનો રાગ માંગુ છું,
ચાંદની ખુશામત સૌ કરે, હું તેનો દાગ માંગુ છું;
સંસારથી સન્યાસ લેવો, માનવીની કમજોરી છે,
હું સંસારમાં રહી સંસારથી વૈરાગ્ય માંગુ છું.
..................................સંકલિત

·         પ્રભુને વિનંતિ
   પ્રભુ,જો કદી ઇચ્છે તું
                          વર દેવા મુજને આ જીવનમાં
                          તો વર દેજે એવું કે
                        રહે ઉભરતું શૂન્ય મુજ મનમાં

તું ગરીબી આટલી, ક્યારેય ના દેતો ખુદા
                                   
આંગણે આવેલ પંખીને ઉડાડું ચણ વગર.      – હિતેન આનંદપરા
) કેટલાય સમયથી
ઈશ્વર મારા પર રીઝયો નથી.
એ રીઝે
અને મને કશું માગવા કહે
તો
હું માગું-
જડ થઈ ગયેલી
ઉજ્જડ થઈ ગયેલી
મારી કોરીધાકોર આંખોને અજવાળતાં
ઝળઝળિયાં..પન્ના નાયક (


·        એક જ દે ચિનગારી, મહાનલ!
                      
એક જ દે ચિનગારી.
             ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી,
            
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી.
               
મહાનલ! એક જ દે ચિનગારી..
           ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી,
          
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી.
            
મહાનલ! એક જ દે ચિનગારી..
             ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી,
            વિશ્વાનલ હું અધીક ન માગું, માગું એક ચિનગારી.
            
મહાનલ! એક જ દે ચિનગારી..

                                     -----હરિહર ભટ્ટ

Monday, April 10, 2017

અસ્મિતા પર્વ-૨૦...ગઝલ ના ગઢ


૧૦/૦૪/૨૦૧૬...
અસ્મિતા પર્વ-૨૦. તારીખ:૦૯/૦૪/૨૦૧૭...ગઝલ ના ગઢ
સમય:૯.૦૦ થી ૧૨.૦૦
સંચાલન:સંજુ વાળા
બરકત વિરાણી વિષે અંકિત ત્રિવેદી
શૂન્ય પાલનપુરી વિષે રઈશ મનીયાર
મરીઝ           વિષે જલન માત્રી







કેટલાક અંશો:
એક અગત્ય ની સુચના –અસ્મિતા પર્વ ના સ્ટેજ પર થી તાળીઓ ઉઘરાવવા માં નથી આવતી,શબ્દ માં કૌવત હશે તો તાળીઓ તો આપોઆપ મળશેજ.
ગઝલ તો ગોષ્ઠી છે.પહેલી ગુજરાતી માં પ્રસિદ્ધ થયેલી ગઝલ બાલાશંકર કંથારિયા ની હતી.

દીઠી નહીં / બાલાશંકર કંથારિયા
   બલિહારી તારા અંગની ચંબેલિમાં દીઠી નહીં,
સખ્તાઈ તારા દીલની મેં વજ્રમાં દીઠી નહીં.
મન માહરું એવું કુળું પુષ્પપ્રહાર સહે નહીં,
પણ હાય ! તારે દિલ દયા મેં તો જરા દીઠી નહીં.
એક દીન તે અલકાવલીમાં દીઠીતી મુખની છબી,
પણ ગુમ થઈ ગઈ તે ગુમાની, ત્યારથી દીઠી નહીં.
એ કંઈ જરા કર શોચ કે મારી ઉપર શાને ગુમાન?
મેં દેહ અર્પ્યો તોય પણ, દિલદારને દીઠી નહીં.
ગૂમાનિ નુખરાબાજ ગોરી સુંદરીઓ મન હરે,
પણ કોઈએ એ યાર સમ તુજ સુંદરી દીઠી નહીં.
એ વીર વિરહી ખોળવા તુજને જગત કંઈકંઈ ભમ્યો,
ગિરિવર ગુહા કે કુંજકુંજે તોય મેં દીઠી નહીં.
બાગમાં અનુરાગમાં કે પુષ્પના મેદાનમાં,
ખોળી તને આતૂર આંખે, તોય મેં દીઠી નહીં.
સરખાવિ તારું તન મેં, ખોળી ચંબેલી વનમાં,
પણ હાય ખૂબી આજની કરમાઈ કાલ દીઠી નહીં.
તું તો સદા નૂતન અને આખું જગત નિત્યે જુનું,
મિથ્યા પ્રપંચે ક્યાં થકી તું! તેથિ મેં દીઠી નહી.
તું તો ખરી જ્યાં પ્રેમ પૂરણ, પ્રેમિના કાળજ બળે,
એવી દયા તો એ ! ગુમાની, મેં કહીં દીઠી નહીં.
મુખચંદ્રમાં મેં દીઠિ છે આખી છબી આ જગ્તની,
પણ આંખડી મુજમાં વસી તું, તેથિ મેં દીઠી નહીં.
એ કાળજાની કોર કાં કાપે હવે તો થઈ ચુકી,
મેં તો પ્રથમ કાપ્યું સુપ્રેમે, તોય મેં દીઠી નહીં.
કોઈ દેવ આવી કાનમાં દે છે શિખામણ પાંસરી,
આ જગતની જંજાળમાં ચતુરાઈ તો દીઠી નહીં.
જ્યાં પ્રેમ મારો જળહળે, ત્યાં તેં દિધો બદલો ખરો,
તો આ જગતને છોડ્યા વિના, યુક્તિ બિજી દીઠી નહીં.
એક દીન મળશે તે અધરસૂધા સબૂરી बालધર,
હાં એ બધુંએ છે ખરું, પણ હાલ તો દીઠી નહીં.
કાફિયા ગઝલ નું મોટું અંગ છે.ગઝલ માં કાફિયા અને રદીફ નું સંયોજન હોય છે.

તને હું જોઉં છું, ચંદા! કહે ! તે એ જુએ છે કે ?
અને આ આંખની માફક કહે, તેની રુએ છે કે ?
અને તવ નેત્રમાં તે નેત્રનું પ્રતિબિંબ જોવાને
વખત હું ખોઉ તેવો શું કહે, તે એ ખુએ છે કે ?
સખી ! હું તો તને જોતાં અમે જોયેલ સાથે તે-
સ્મરંતાં ના શકું સૂઈ ! કહે, સાથી સુએ છે કે ?
સલૂણી સુંદરી ચંદા ! ધરી તવ સ્વચ્છ કિરણોમાં.

ત્યાર પછી ની પેઢી માં શયદા હરજી લવજી દામાણી શયદા

                    જનારી રાત્રી જતાં કહેજે સલૂણી એવી સવાર આવે.
કળી કળીમાં સુવાસ મહેકે ફૂલો ફૂલોમાં બહાર આવે.

હ્રદયમાં એવી રમે છે આશા ફરીથી એવી બહાર આવે.
તમારી આંખે શરાબ છલકે અમારી આંખે ખુમાર આવે.

વ્યથાને શું હું વિદાય આપું, વિરામના શું કરું વિચારો,
કરાર એવો કરી ગયા છેન મારા દિલને કરાર આવે.

કિનારેથી શું કરી કિનારો વમળમાં આવી ફસ્યો છે પોતે,
હવે સુકાની ડરે શું કરવા ! ભલે તુફાનો હજાર આવે.

ન ફૂટે ફણગાં, ન છોડ થાયે, ન થાય કળીઓ, ન ફૂલ ખીલે,
ધરામાં જ્વાળા ધખે છે એવી, બળી મરે જો બહાર આવે.

જરૂર આવીશ કહો છો સાચું મને તો શંકા નથી જરાયે,
પરંતુ એ તો અટલ નિયમ છે, સમય ન પાછો જનાર આવે.

સિતારો દિવસે ઉદય ન પામે, અમાસે ચંદા નથી ચમકતી,
તમો ખુલાસો કરો ને સાચે કહો, શું રાતે સવાર આવે ?

વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું,
જીવનમાં એથી અધિક શું છે ? વિચાર જાયે વિચાર આવે.

તમારી મહેફિલની એ જ રંગત, તમારી મહેફિલમાં એ જ હલચલ,
હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે.

હ્રદયમાં કોની એ ઝંખના છે ? નયન પ્રતીક્ષા કરે છે કોની ?
             ઊભો છે શયદા ઉંબરમાં આવી ન જાય ઘરમાં ન બાર આવે.

ભાઈ શયદાને લોકોએ ગઝલસમ્રાટનુઁ બિરૂદ આપ્યુઁ છે.આજે સમ્રાટોનો યુગતો આથમી ગયો છે,ત્યારે કોઈને વિચિત્ર લાગે..પરંતુ અત્યારના ગઝલકારોમાઁ એમનુઁ સ્થાન અગ્ર પદે છે.એ નિર્વિવાદ છે.
એમની લોક પ્રિયતાનુઁ કારણ એમની ગઝલો ઉત્તમ કોટિની હોય છે,એજ માત્ર નથી.એમણે ગઝલોનેલોકાભિમુખ ને લોકોને ગઝલાભિમુખબનાવવા માટે સહુ થી વધુ પેઈશ્રમ કર્યો છે.—(જ્યોતીન્દ્રદ દવે)
પરંતુ દયારામ,કાન્ત શયદા એ ગઝલો લખી જ્યોતીન્દ્ર દવે જેવા સાક્ષરો એ બિરદાવી તેમ છતાં તે સમય ગુજરાતી ગઝલ સાહિત્ય ના મેઈન સ્ટ્રીમ માં ખાસ સ્થાન પામી શકી ના હતી.
પરંતુ ગઝલ ને સાહિત્ય ના મુળ ધારા માં સમાવવા માં –બેફામ,શૂન્ય અને મરીઝ નું પ્રદાન અગત્ય નું છે.બેફામ નો વિશાળ ઘેર રંગ નો છે.
ત્રણ ગઝલ ના ગઢ વિષે બોલનારા ત્રણેય મહાનુભાવો પણ સારા ગઝલકાર  છે.
અંકિત તો ગુજરાતી ભાષા નો સાંપ્રત વિચારક અને કવિ છે.
આકાશ બોલાતું નથી પરંતુ છવાઈ જતું હોય છે.
હવે રસ્તો બદલ ઓ દિલ, કે એનું ઘર નહીં મળશે;
અને મળશે તો પહેલાના સમો આદર નહીં મળશે.
નહિ મળશે કોઈ પ્રેમાળ મારા જેટલો તમને,
મને કોઈ તમારા જેટલાં સુંદર નહીં મળશે.
ચૂંટી લીધા છે એણે એટલે તો ખાસ ભક્તોને;
એ સૌનો છે ભલે, પણ સૌને કઈ ઈશ્વર નહીં મળશે.
હજારો એમ તો ઠોકર રૂપે મળવાના રસ્તામાં,
જો ઘર ચણવું હશે તો એક પણ પથ્થર નહીં મળે.
જીવનની અગવડો મૃત્યુ પછી પણ એ જ છે બેફામ,
સદા માટે સુવાનું છે છતાં બિસ્તર નહીં મળશે—બેફામ..
એચ.એમ.વી એ તે જમાના માં માત્ર બે જ ગઝલ કરો ની એ.પી બહાર પડેલ અને તે હતા-શૂન્ય અને બેફામ.આ બન્ને ગઝલ કરો હમેશા –સદા ઘર ની બહાર જ રહ્યા ‘સદા બહાર ‘રહ્યા.
બેફામ નું આખું નામ બરકત અલી ગુલામ અલી વિરાણી.
મરેલા ને વખાણે છે-                    
મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યા થઇ ગયા છે એ મને જે ખાસ જાણે છે.
દીધોતો સાથ જેણે,એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ- વધુ જોખમ અહી તો ઓળખાણે છે.
મળ્યો તો નાખુદા એના પછી થઇ છે દશા આવી,
હતા તોફાન જે દરિયે, હવે મારા વહાણે છે.
સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે?
કરી દે તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે,
હવે આ જિંદગી મારી સમય ! તારી સરાણે છે.
જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે કોઈ માનવ મસાણે છે.
હતા જે દેહ એ તો થઇ ગયા માટી મહીં માટી,
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.
જગત ખેચી રહ્યું છે એક તરફ, બીજી તરફ જન્નત,
ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.
કદર બેફામ શું માંગું જીવનની એ જગત પાસે,
કે જગતના લોક સૌ કેવળ મરેલાને વખાણે છે. બેફામ
પ્યાર નહિ રહેશે તો ભક્તિનો સહારો રાખશું,દિલરુબા તૂટી જશે, તો એકતારો રાખશું.-બેફામ
બેફામ એ એવો શાયર છે કે જેને ખુદ ની પડી નથી પરંતુ ગઝલ ની પડી છે.
ઘરનાં તો જો કે વાસી દીધેલાં કમાડ છે,
જોવી જ હો દશા તો ભીંતોમાં તિરાડ છે.
અશ્રુ પછીનાં સ્મિતનું આ દ્રશ્ય તો જુઓ,
વર્ષા પછીનો જાણે કે પહેલો ઉઘાડ છે.
બળતી બપોરે રણમાં બીજું તો શું સાંભરે?
આવે છે યાદ એ જ બગીચામાં ઝાડ છે.
લેવો જ પડશે મારે બુલંદીનો રાહ પણ,
મારી નજરની સામે દુઃખોનો પહાડ છે.
આ સુખનાં સોણલાં એ ફક્ત સોણલાં નથી,
મારા ભવિષ્યમાંથી કરેલો ઉપાડ છે.
મરનારનાં ય જૂથ જુદાં હોય છે અહીં,
બેફામએટલે તો કબર ફરતી વાડ છે.
         – ‘બેફામબરકત વિરાણી (Bark
મેં કર્યો એકજ સ્થળે ઉભા રહી તારો ઇન્તઝાર ,એટલે તારા સુધી મારા થી ના પહોચી શકાયું.

ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી,
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી...

ખૂબી તો એ કે ડૂબી જાવ તો લઈ જાય છે કાંઠે,
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી...

સિતારા શું કે આવે છે દિવસ રાતો ય ગણવાના,
હમેશાંની જુદાઈની દશા સારી નથી હોતી...

જગતમાં સર્વને કહેતા ફરો નહિ કે દુઆ કરજો,
ઘણાં એવાંય છે જેની દુઆ સારી નથી હોતી...

નથી અંધકારમય રસ્તો છતાં ખોવાઈ જાયે છે,
સૂરજને પણ સફર માટે દિશા સારી નથી હોતી...

બધાં સુખનો સમય મળતાં ભરે છે દમ ગરૂરીના,
વસંત આવ્યા પછી અહીંયાં હવા સારી નથી હોતી...

વધે છે દુ:ખના બોજા સાથ એક ઉપકારનો બોજો,
બતાવે છે મનુષ્યો એ દયા સારી નથી હોતી...

કબરમાં જઈને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે,
અહીં "બેફામ" કોઈ પણ જગા સારી નથી હોતી...

-
બરકત વિરાણી "બેફામ"

ઓ હૃદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને ?
જે નથી મારા બન્યાં, એનો બનાવ્યો છે મને !

સાથ આપો કે ના આપો એ ખુશી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને.

સાવ સહેલું છે, તમે પણ એ રીતે ભૂલી શકો,
કે તમારા પ્રેમમાં મેં તો ભુલાવ્યો છે મને.

મારા દુઃખના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને.

હોત દરિયો તો હું તરવાની ય તક પામી શકત,
શું કરું કે ઝાંઝવાંઓએ ડુબાવ્યો છે મને.

કાંઈ નહોતું એ છતાં સૌએ મને લુંટી ગયા,
કાંઈ નહોતુ એટલે મેં પણ લુંટાવ્યો છે મને.

એ બધાંનાં નામ દઈ મારે નથી થાવું ખરાબ,
સારાં સારાં માનવીઓએ સતાવ્યો છે મને.

તાપ મારો જીરવી શકતાં નથી એ પણ હવે,
લઈ હરીફોની મદદ જેણે જલાવ્યો છે મને.

છે હવે એ સૌને મારો ઘાટ ઘડવાની ફિકર,
શુદ્ધ સોના જેમ જેઓએ તપાવ્યો છે મને.

આમ તો હાલત અમારા બેય ની સરખી જ છે,
મેં ગુમાવ્યાં એમ એણે પણ ગુમાવ્યો છે મને.

આ રીતે સમતોલ તો કેવળ ખુદા રાખી શકે,
ભાર માથા પર મૂક્યો છે ને નમાવ્યો છે મને.

સાકી, જોજે હું નશામાં ગમને ભૂલી જાઉં નહિ,
એ જ તો આ તારા મયખાનામાં લાવ્યો છે મને.

આપ સાચા અર્થમાં છો મારે માટે તો વસંત,
જ્યારે જ્યારે આપ આવ્યાં છો, ખિલાવ્યો છે મને.

એ બધાં "બેફામ" જે આજે રડે છે મોત પર,
એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને.

-
બરકત વીરાણી બેફામ

. અશ્રુ વિરહ ની રાતના ખાળી શક્યો નહી,
પાછા નયનના નૂરને વાળી શક્યો નહી,
હૂ જેને કાજ અંધ થયો રોઈ રોઈ ને
એ આવ્યા ત્યારે તેમને નહાળી શક્યો નહી….!!
નયન ને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે..
તમે છો તેના કરતા પણ વધારે મે તમને જોયા છે….!!!
નયન ને બંધ રાખીને…….
રુતુ એક જ હતી પણ રંગ નહતો આપણો એક જ,
મને સહેરા એ જોવો છે બહારે તમને જોયા છે,
તમે છો તેના કરતા પણ વધારે મે તમને જોયા છે….!!!
નયન ને બંધ રાખીને…….
પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ
રાત વીતી ગઈરાત વીતી ગઈ
પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ..
નહી તો મે ઘણી વેળા સવારે તમને જોયા છે
નયન ને બંધ રાખીને…….
હકીકતમા જોઉ તો એક સપ્નુ હતુ મારુ..
સપ્નુ હતુ મારુ….સપ્નુ હતુ મારુ….સપ્નુ હતુ મારુ……
હકીકતમા જોઉ તો એક સપ્નુ હતુ મારુ..
ખુલી આંખે મે મારા ઘરના દ્વારે તમને જોયા છે..
તમે છો તેના કરતા પણ વધારે મે તમને જોયા છે….!!!
નયન ને બંધ રાખીને…….
નહીતર આવી રીતે તરે નહી લાશ દરીયા મા
નહીતર આવી રીતે તરે નહી લાશ દરીયા મા
મને લાગે છે કે આણે કીનારે તમને જોયા છે..
તમે છો તેના કરતા પણ વધારે મે તમને જોયા છે….!!!
નયન ને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે..
તમે છો તેના કરતા પણ વધારે મે તમને જોયા છે….!!!
નયન ને બંધ રાખીને…….બરકત વિરાણી-બેફામ
અલીખાન ઉસ્માન ખાન બલોચ –શૂન્ય પાલનપુરી
ઉપનામ-શૂન્ય , ‘રૂમાની’ , ‘અઝલ
જન્મ=19, ડીસેમ્બર -1922;  લીલાપુર, અમદાવાદ  
અવસાન-17, માર્ચ –  1987;  પાલનપુર
નાનપણ થી મોસાળ પાલનપુર માં ઉછેર.
પરિચય છે મંદિરમાં દેવોને મારો,
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી,
તમારા પ્રતાપે બધા ઓળખે છે.
સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી,
અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે ;
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો,
મને તારું સૌ મયકદા ઓળખે છે.
મે લોયાં છે પાલવમાં ધરતીનાં આંસુ,
કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું,
ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની,
મને જ્યારથી તારલા ઓળખે છે.
અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા,
નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,
મળી છે અમોને જગા મોતીઓમાં,
તમોને ફક્ત બદબુદા ઓળખે છે.
તબીબોને કહી દો કે માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.
દિલે શૂન્યએવા મેં જખ્મો સહ્યા છે,
કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,
છું ધીરજનો મેરુ, ખબર છે વફાને,
દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.-- શૂન્ય પાલનપુરી

કદમ અસ્થિર હો જેના
રસ્તો તેને જડતો નથી,
અડગ મનના મુસાફિરને
હિમાલય પણ નડતો નથી-- શૂન્ય પાલનપુરી
મોતની તાકાત શી મારી શકે? જિંદગી તારો ઈશારો જોઈએ;
જેટલે ઉંચે જવું હો માનવી, તેટલા ઉન્નત વિચારો જોઈએ શૂન્ય પાલનપુરી
ગુજરાતી ગઝલ ના આકાશ ના છ તારલા એટલે-શયદા,બેફામ,શૂન્ય ,ઘાયલ મરીઝ,ગની

અલ્લા બેલી-ગઝલ નહિ પરંતુ કાવ્ય 
શૂન્ય પાલનપુરી 

સાત સમંદર તરવા ચાલી, જ્યારે કોઇ નાવ અકેલી
ઝંઝા બોલી ખમ્મા ખમ્મા’!, હિંમત બોલી અલ્લા બેલી’!

નાવ ઊતારુ હો કે માલમ, સૌને માથે ભમતું જોખમ
કાંઠા પણ દ્રોહી થઇ બેઠા, મઝધારે પણ માઝા મેલી

એવાં છે પણ પ્રેમી અધુરા, વાતોમાં જે સુરાપુરા
શિર દેવામાં આનાકાની, દિલ દેવાની તાલાવેલી

કોનો સાથ જીવનમાં સારો શૂન્યતમે પોતે જ વિચારો
મહેનત પાછળ બે બે બાહુ, કિસ્મત પાછળ માત્ર હથેલી

આપ ખુદીનું શાસન ડોલ્યું, પાખંડીનું આસન ડોલ્યું
હાશકહી ઈશ્વર હરખાયો, ‘શૂન્યેજ્યાં લીલા સંકેલી.
પાલનપુર માં હાઇસ્કુલ માં શિક્ષક હતા.ચન્દ્રકાન્ત બક્ષી તેમના શિષ્ય હતા.
તેઓ ૧૬ વર્ષ ની ઉંમરે સર્વ પ્રથમ મુશાયરા માં રજુ થયા હતા.તેઓ એ બહાઉદ્દીન કોલેજ માં પણ એડમીશન લીધું હતું.
તેમને અમૃત ઘાયલે શૂન્ય નું ઉપનામ આઆપ્યું હતું.
તોફાન મહીં રમનારો હું, શોધું છું કિનારો શા માટે ?-- શૂન્ય પાલનપુરી 
આવે છે અગર અશ્રુ આંખે, પી જાઉં છું સંયમ રાખું છું
જે વાત છે મારા અંતરની, એ વાત હું મોઘમ રાખું છું
એક તું કે નથી જેને પરવા, એક હું કે સદા ગમ રાખું છું
ઓ પથ્થર દિલ, લે તું જ કહે, દિલ કેવું મુલાયમ રાખું છું
ચિંતાઓ, વ્યથાઓ, અશ્રુઓ, નિ:શ્વાસ, નિરાશા, લાચારી
એક જીવને માટે જીવનમાં મૃત્યુના ઘણા યમ રાખું છું
ઠારીને ઠરું એ દીપ નથી, બાળીને બળું એ જ્યોત નથી
એક પુષ્પ હું જીવનઉપવનમાં, હું રંગને ફોરમ રાખું છું... શૂન્ય પાલનપુરી 
જો સુરા પીવી જ હો તો શાનની સાથે પીવો
કાં પ્રિયા કાં યાર બુધ્ધિમાનની સાથે પીવો
ખૂબ પી ચકચૂર થઇ, જગનો તમાશો ના બનો
કમ પીવો છાની પીવો પણ ભાનની સાથે પીવો
ઉમર ખૈયામ અનુ.શૂન્યપાલનપુરી
ધર્મોના ભેદભાવ પર મુસ્તાક ના રહો,
સમજી લો એમ, કોઈ વિના ચાલતું નથી,
દાણાની સંગે દોરી નું હોવું છે ફરજીયાત,
તસ્બીને પણ જનોઈ વિના ચાલતું નથી.
કોઈ કાબા હો કે મંદિર,ભેદ છે સ્થાપત્ય નો,
પૂજ્ય થઇ જાય છે પત્થર, આ તો આસ્થાનું કામ છે.
કોઈને નાત ખટકે છે, કોઈને જાત ખટકે છે,
અમોને સંકુચિત દ્રષ્ટી તણો ઉત્પાત ખટકે છે.
નથીએ ધર્મના, ટીલા કલંકો છે મનુષ્યોના
વિરાટોના લલાટે અલ્પતાની ભાત ખટકે છે,
વિવિધ ફુલો છતાં, હોતો નથી કંઈ ભેદ ઉપવન માં,
ફક્ત એક માનવી ને માનવી ની જાત ખટકે છે.!!!!!શૂન્ય પાલનપુરી 

સુફી પરંપરા માં શૂન્ય થી મોટો કોઈ ગઝલકાર નથી તેમ કહી શકાય.
વાવ્યું છે ગઝલનું ઉપવન જે મેં શૂન્યહ્રદયની ભૂમિમાં
સીંચીને ઊર્મિ-રક્ત વડે એ બાગ લીલોછમ રાખું છું
મરીઝ ‍(જન્મનું નામ અબ્બાસ વાસી) જાણીતા ગુજરાતી ગઝલકાર હતા. તેમણે લખેલી ઉમદા ગઝલોને કારણે તેમને ગુજરાતના ગાલીબ તરીકે ઓળખવામાં આવે છે.તેઓ માત્ર બેજ ધોરણ સુધી ભણ્યા હતા.
મરીઝ ને સમજવા કરતા માણવા જરૂરી છે
મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે જલન’ ?
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.
જલન માતરી


ગુજરાતના ગાલિબલેખાતા
સુરતના પઠાણવાડામાં જન્મેલાં અને વ્યકિત તરીકે અત્યંત
લૉ-પ્રૉફાઈલરહેલાં મરીઝ ગઝલકાર તરીકે સૂર્ય સમાન
ઝળહળ્યાં છે.. જન્મ: ૨૨-૨-૧૯૧૭ મરણ: ૧૯-૧૦-૧૯૮૩.
ખુદા, ઓ ખુદા એકાદ હોત તું તો સમજાવી શકત આતો પ્રેમ છે ને, એના પુરાવા હજાર છે..મરીઝ

જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું,
ફકત એના મોઘમ ઈશારે ઈશારે.
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું,
છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે...

અહીં દુ:ખની દુનિયામાં એક રંગ જોયો,
ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે.
સુજનની કબર કે ગુનેગારની હો,
છે સરખી ઉદાસી મઝારે મઝારે... મરીઝ

કેવા ખુદા મળ્યો છે ભલા શું કહું મરીઝ’,
પોતે ન દે, બીજાની કને માગવા ન દેવી.મરીઝ .

થયો રકાસ પ્રેમનો, વફાની આબરૂ ગઈ,
પીતા બધા જ થઈ ગયા, સુરાની આબરૂ ગઈ,
  ‘મરીઝથઈ ગયા તબીબને પતી ગયો ઈલાજ,
રહી ન શાન દર્દની, દવાની આબરૂ ગઈ. .મરીઝ
પરિશ્રમ જાગરણ સાહિત્યનો કાનૂન માગે છે,
બીજા શબ્દોમાં કહીએ તો જિગરનું ખૂન માગે છે;
નથી સાહિત્યને સ્પર્શી શકાતું અલ્પ વાણીથી,
કદી આકાશ ભીંજાતું નથી વાદળના પાણીથી. .મરીઝ

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી મરીઝ !
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે. .મરીઝ