૧૦/૦૪/૨૦૧૬...
અસ્મિતા પર્વ-૨૦. તારીખ:૦૯/૦૪/૨૦૧૭...ગઝલ ના ગઢ
સમય:૯.૦૦ થી ૧૨.૦૦
સંચાલન:સંજુ વાળા
બરકત વિરાણી વિષે અંકિત
ત્રિવેદી
શૂન્ય પાલનપુરી વિષે રઈશ
મનીયાર
મરીઝ વિષે જલન માત્રી
કેટલાક અંશો:
એક અગત્ય ની સુચના –અસ્મિતા
પર્વ ના સ્ટેજ પર થી તાળીઓ ઉઘરાવવા માં નથી આવતી,શબ્દ માં કૌવત હશે તો તાળીઓ તો
આપોઆપ મળશેજ.
ગઝલ એ તો ગોષ્ઠી છે.પહેલી ગુજરાતી માં પ્રસિદ્ધ
થયેલી ગઝલ બાલાશંકર કંથારિયા ની હતી.
દીઠી નહીં /
બાલાશંકર કંથારિયા
બલિહારી તારા અંગની ચંબેલિમાં દીઠી નહીં,
સખ્તાઈ તારા દીલની મેં વજ્રમાં દીઠી નહીં.
સખ્તાઈ તારા દીલની મેં વજ્રમાં દીઠી નહીં.
મન માહરું એવું કુળું પુષ્પપ્રહાર
સહે નહીં,
પણ હાય ! તારે દિલ દયા મેં તો જરા દીઠી નહીં.
પણ હાય ! તારે દિલ દયા મેં તો જરા દીઠી નહીં.
એક દીન તે અલકાવલીમાં દીઠી’તી મુખની છબી,
પણ ગુમ થઈ ગઈ તે ગુમાની, ત્યારથી દીઠી નહીં.
પણ ગુમ થઈ ગઈ તે ગુમાની, ત્યારથી દીઠી નહીં.
એ કંઈ જરા કર શોચ કે મારી ઉપર
શાને ગુમાન?
મેં દેહ અર્પ્યો તોય પણ, દિલદારને દીઠી નહીં.
મેં દેહ અર્પ્યો તોય પણ, દિલદારને દીઠી નહીં.
ગૂમાનિ નુખરાબાજ ગોરી સુંદરીઓ મન
હરે,
પણ કોઈએ એ યાર સમ તુજ સુંદરી દીઠી નહીં.
પણ કોઈએ એ યાર સમ તુજ સુંદરી દીઠી નહીં.
એ વીર વિરહી ખોળવા તુજને જગત
કંઈકંઈ ભમ્યો,
ગિરિવર ગુહા કે કુંજકુંજે તોય મેં દીઠી નહીં.
ગિરિવર ગુહા કે કુંજકુંજે તોય મેં દીઠી નહીં.
બાગમાં અનુરાગમાં કે પુષ્પના
મેદાનમાં,
ખોળી તને આતૂર આંખે, તોય મેં દીઠી નહીં.
ખોળી તને આતૂર આંખે, તોય મેં દીઠી નહીં.
સરખાવિ તારું તન મેં, ખોળી ચંબેલી વનમાં,
પણ હાય ખૂબી આજની કરમાઈ કાલ દીઠી નહીં.
પણ હાય ખૂબી આજની કરમાઈ કાલ દીઠી નહીં.
તું તો સદા નૂતન અને આખું જગત
નિત્યે જુનું,
મિથ્યા પ્રપંચે ક્યાં થકી તું! તેથિ મેં દીઠી નહી.
મિથ્યા પ્રપંચે ક્યાં થકી તું! તેથિ મેં દીઠી નહી.
તું તો ખરી જ્યાં પ્રેમ પૂરણ, પ્રેમિના કાળજ બળે,
એવી દયા તો એ ! ગુમાની, મેં કહીં દીઠી નહીં.
એવી દયા તો એ ! ગુમાની, મેં કહીં દીઠી નહીં.
મુખચંદ્રમાં મેં દીઠિ છે આખી છબી
આ જગ્તની,
પણ આંખડી મુજમાં વસી તું, તેથિ મેં દીઠી નહીં.
પણ આંખડી મુજમાં વસી તું, તેથિ મેં દીઠી નહીં.
એ કાળજાની કોર કાં કાપે હવે તો થઈ
ચુકી,
મેં તો પ્રથમ કાપ્યું સુપ્રેમે, તોય મેં દીઠી નહીં.
મેં તો પ્રથમ કાપ્યું સુપ્રેમે, તોય મેં દીઠી નહીં.
કોઈ દેવ આવી કાનમાં દે છે શિખામણ
પાંસરી,
આ જગતની જંજાળમાં ચતુરાઈ તો દીઠી નહીં.
આ જગતની જંજાળમાં ચતુરાઈ તો દીઠી નહીં.
જ્યાં પ્રેમ મારો જળહળે, ત્યાં તેં દિધો બદલો ખરો,
તો આ જગતને છોડ્યા વિના, યુક્તિ બિજી દીઠી નહીં.
તો આ જગતને છોડ્યા વિના, યુક્તિ બિજી દીઠી નહીં.
એક દીન મળશે તે અધરસૂધા સબૂરી बालધર,
હાં એ બધુંએ છે ખરું, પણ હાલ તો દીઠી નહીં.
હાં એ બધુંએ છે ખરું, પણ હાલ તો દીઠી નહીં.
કાફિયા ગઝલ નું મોટું અંગ છે.ગઝલ
માં કાફિયા અને રદીફ નું સંયોજન હોય છે.
તને હું જોઉં છું, ચંદા!
કહે ! તે એ જુએ છે કે ?
અને આ આંખની માફક – કહે, તેની રુએ છે કે ?
અને આ આંખની માફક – કહે, તેની રુએ છે કે ?
અને તવ નેત્રમાં તે નેત્રનું પ્રતિબિંબ જોવાને
વખત હું ખોઉ તેવો શું – કહે, તે એ ખુએ છે કે ?
વખત હું ખોઉ તેવો શું – કહે, તે એ ખુએ છે કે ?
સખી ! હું તો
તને જોતાં –
અમે જોયેલ સાથે તે-
સ્મરંતાં ના શકું સૂઈ ! કહે, સાથી સુએ છે કે ?
સ્મરંતાં ના શકું સૂઈ ! કહે, સાથી સુએ છે કે ?
સલૂણી સુંદરી ચંદા ! ધરી તવ
સ્વચ્છ કિરણોમાં.
ત્યાર પછી ની પેઢી માં શયદા હરજી
લવજી દામાણી ‘શયદા
જનારી રાત્રી જતાં
કહેજે સલૂણી એવી સવાર આવે.
કળી કળીમાં સુવાસ મહેકે ફૂલો ફૂલોમાં બહાર આવે.
હ્રદયમાં એવી રમે છે આશા ફરીથી એવી બહાર આવે.
તમારી આંખે શરાબ છલકે અમારી આંખે ખુમાર આવે.
વ્યથાને શું હું વિદાય આપું, વિરામના શું કરું
વિચારો,
કરાર એવો કરી ગયા છે, ‘ન મારા દિલને કરાર આવે.’
કિનારેથી શું કરી કિનારો વમળમાં આવી ફસ્યો છે પોતે,
હવે સુકાની ડરે શું કરવા ! ભલે તુફાનો હજાર
આવે.
ન ફૂટે ફણગાં, ન છોડ થાયે, ન થાય કળીઓ, ન ફૂલ ખીલે,
ધરામાં જ્વાળા ધખે છે એવી, બળી મરે જો બહાર
આવે.
‘જરૂર આવીશ’ કહો છો સાચું મને તો
શંકા નથી જરાયે,
પરંતુ એ તો અટલ નિયમ છે, સમય ન પાછો જનાર
આવે.
સિતારો દિવસે ઉદય ન પામે, અમાસે ચંદા નથી
ચમકતી,
તમો ખુલાસો કરો ને સાચે કહો, શું રાતે સવાર આવે ?
વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત
કહું છું,
જીવનમાં એથી અધિક શું છે ? વિચાર જાયે વિચાર
આવે.
તમારી મહેફિલની એ જ રંગત, તમારી મહેફિલમાં એ જ
હલચલ,
હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે.
હ્રદયમાં કોની એ ઝંખના છે ? નયન પ્રતીક્ષા કરે
છે કોની ?
ઊભો છે ‘શયદા’ ઉંબરમાં આવી
ન જાય ઘરમાં ન બાર આવે.
ભાઈ શયદાને લોકોએ ગઝલસમ્રાટનુઁ બિરૂદ આપ્યુઁ છે.આજે સમ્રાટોનો યુગતો આથમી ગયો છે,ત્યારે કોઈને વિચિત્ર લાગે..પરંતુ અત્યારના ગઝલકારોમાઁ એમનુઁ સ્થાન અગ્ર પદે છે.એ નિર્વિવાદ છે.
એમની લોક પ્રિયતાનુઁ કારણ એમની ગઝલો ઉત્તમ કોટિની હોય છે,એજ માત્ર નથી.એમણે ગઝલોને’લોકાભિમુખ ‘ ને લોકોને ‘ગઝલાભિમુખ’ બનાવવા માટે સહુ થી વધુ પેઈશ્રમ કર્યો છે.—(જ્યોતીન્દ્રદ દવે)
પરંતુ દયારામ,કાન્ત શયદા એ ગઝલો લખી જ્યોતીન્દ્ર
દવે જેવા સાક્ષરો એ બિરદાવી તેમ છતાં તે સમય ગુજરાતી ગઝલ સાહિત્ય ના મેઈન સ્ટ્રીમ
માં ખાસ સ્થાન પામી શકી ના હતી.
પરંતુ ગઝલ ને સાહિત્ય ના મુળ ધારા માં સમાવવા માં –બેફામ,શૂન્ય
અને મરીઝ નું પ્રદાન અગત્ય નું છે.બેફામ નો વિશાળ ઘેર રંગ નો છે.
ત્રણ ગઝલ ના ગઢ વિષે બોલનારા ત્રણેય મહાનુભાવો પણ
સારા ગઝલકાર છે.
અંકિત તો ગુજરાતી ભાષા નો સાંપ્રત વિચારક અને કવિ
છે.
આકાશ બોલાતું નથી પરંતુ છવાઈ જતું હોય છે.
હવે રસ્તો બદલ ઓ દિલ,
કે એનું ઘર નહીં મળશે;
અને મળશે તો પહેલાના સમો આદર નહીં મળશે.
અને મળશે તો પહેલાના સમો આદર નહીં મળશે.
નહિ મળશે કોઈ પ્રેમાળ મારા જેટલો
તમને,
મને કોઈ તમારા જેટલાં સુંદર નહીં મળશે.
મને કોઈ તમારા જેટલાં સુંદર નહીં મળશે.
ચૂંટી લીધા છે એણે એટલે તો ખાસ
ભક્તોને;
એ સૌનો છે ભલે, પણ સૌને કઈ ઈશ્વર નહીં મળશે.
એ સૌનો છે ભલે, પણ સૌને કઈ ઈશ્વર નહીં મળશે.
હજારો એમ તો ઠોકર રૂપે મળવાના
રસ્તામાં,
જો ઘર ચણવું હશે તો એક પણ પથ્થર નહીં મળે.
જો ઘર ચણવું હશે તો એક પણ પથ્થર નહીં મળે.
જીવનની અગવડો મૃત્યુ પછી પણ એ જ છે
બેફામ,
સદા માટે સુવાનું છે છતાં બિસ્તર નહીં મળશે—બેફામ..
સદા માટે સુવાનું છે છતાં બિસ્તર નહીં મળશે—બેફામ..
એચ.એમ.વી એ તે જમાના માં માત્ર બે જ
ગઝલ કરો ની એ.પી બહાર પડેલ અને તે હતા-શૂન્ય અને બેફામ.આ બન્ને ગઝલ કરો હમેશા –સદા
ઘર ની બહાર જ રહ્યા ‘સદા બહાર ‘રહ્યા.
બેફામ નું આખું નામ બરકત અલી ગુલામ
અલી વિરાણી.
મરેલા
ને વખાણે છે-
મહોબ્બતમાં હવે મારો
પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યા થઇ ગયા છે એ મને જે ખાસ જાણે છે.
અજાણ્યા થઇ ગયા છે એ મને જે ખાસ જાણે છે.
દીધોતો સાથ જેણે,એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ- વધુ જોખમ અહી તો ઓળખાણે છે.
જરા સાવધ- વધુ જોખમ અહી તો ઓળખાણે છે.
મળ્યો તો નાખુદા એના
પછી થઇ છે દશા આવી,
હતા તોફાન જે દરિયે, હવે મારા વહાણે છે.
હતા તોફાન જે દરિયે, હવે મારા વહાણે છે.
સુણું છું મારી વાતો તો
મને એ થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે?
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે?
કરી દે તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે,
હવે આ જિંદગી મારી સમય ! તારી સરાણે છે.
હવે આ જિંદગી મારી સમય ! તારી સરાણે છે.
જીવનના ભેદભાવો છે
મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે કોઈ માનવ મસાણે છે.
કોઈ માનવ મઝારે છે કોઈ માનવ મસાણે છે.
હતા જે દેહ એ તો થઇ ગયા
માટી મહીં માટી,
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.
જગત ખેચી રહ્યું છે એક
તરફ, બીજી તરફ જન્નત,
ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.
ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.
કદર બેફામ શું માંગું
જીવનની એ જગત પાસે,
કે જગતના લોક સૌ કેવળ મરેલાને વખાણે છે. –બેફામ
કે જગતના લોક સૌ કેવળ મરેલાને વખાણે છે. –બેફામ
પ્યાર
નહિ રહેશે તો ભક્તિનો સહારો રાખશું,દિલરુબા તૂટી જશે, તો એકતારો રાખશું.-બેફામ
બેફામ એ એવો શાયર છે કે
જેને ખુદ ની પડી નથી પરંતુ ગઝલ ની પડી છે.
ઘરનાં તો જો કે વાસી દીધેલાં
કમાડ છે,
જોવી જ હો દશા તો ભીંતોમાં તિરાડ છે.
જોવી જ હો દશા તો ભીંતોમાં તિરાડ છે.
અશ્રુ પછીનાં સ્મિતનું આ
દ્રશ્ય તો જુઓ,
વર્ષા પછીનો જાણે કે પહેલો ઉઘાડ છે.
વર્ષા પછીનો જાણે કે પહેલો ઉઘાડ છે.
બળતી બપોરે રણમાં બીજું તો
શું સાંભરે?
આવે છે યાદ એ જ બગીચામાં ઝાડ છે.
આવે છે યાદ એ જ બગીચામાં ઝાડ છે.
લેવો જ પડશે મારે બુલંદીનો
રાહ પણ,
મારી નજરની સામે દુઃખોનો પહાડ છે.
મારી નજરની સામે દુઃખોનો પહાડ છે.
આ સુખનાં સોણલાં એ ફક્ત
સોણલાં નથી,
મારા ભવિષ્યમાંથી કરેલો ઉપાડ છે.
મરનારનાં ય જૂથ જુદાં હોય છે અહીં,
’બેફામ’ એટલે તો કબર ફરતી વાડ છે.
મારા ભવિષ્યમાંથી કરેલો ઉપાડ છે.
મરનારનાં ય જૂથ જુદાં હોય છે અહીં,
’બેફામ’ એટલે તો કબર ફરતી વાડ છે.
–
‘બેફામ’ બરકત વિરાણી (Bark
મેં કર્યો એકજ સ્થળે
ઉભા રહી તારો ઇન્તઝાર ,એટલે તારા સુધી મારા થી ના પહોચી શકાયું.
ખુદા, તારી કસોટીની પ્રથા
સારી નથી હોતી,
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી...
ખૂબી તો એ કે ડૂબી જાવ તો લઈ જાય છે કાંઠે,
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી...
સિતારા શું કે આવે છે દિવસ રાતો ય ગણવાના,
હમેશાંની જુદાઈની દશા સારી નથી હોતી...
જગતમાં સર્વને કહેતા ફરો નહિ કે દુઆ કરજો,
ઘણાં એવાંય છે જેની દુઆ સારી નથી હોતી...
નથી અંધકારમય રસ્તો છતાં ખોવાઈ જાયે છે,
સૂરજને પણ સફર માટે દિશા સારી નથી હોતી...
બધાં સુખનો સમય મળતાં ભરે છે દમ ગરૂરીના,
વસંત આવ્યા પછી અહીંયાં હવા સારી નથી હોતી...
વધે છે દુ:ખના બોજા સાથ એક ઉપકારનો બોજો,
બતાવે છે મનુષ્યો એ દયા સારી નથી હોતી...
કબરમાં જઈને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે,
અહીં "બેફામ" કોઈ પણ જગા સારી નથી હોતી...
- બરકત વિરાણી "બેફામ"

ઓ હૃદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને ?
જે નથી મારા બન્યાં, એનો બનાવ્યો છે મને !
સાથ આપો કે ના આપો એ ખુશી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને.
સાવ સહેલું છે, તમે પણ એ રીતે ભૂલી શકો,
કે તમારા પ્રેમમાં મેં તો ભુલાવ્યો છે મને.
મારા દુઃખના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને.
હોત દરિયો તો હું તરવાની ય તક પામી શકત,
શું કરું કે ઝાંઝવાંઓએ ડુબાવ્યો છે મને.
કાંઈ નહોતું એ છતાં સૌએ મને લુંટી ગયા,
કાંઈ નહોતુ એટલે મેં પણ લુંટાવ્યો છે મને.
એ બધાંનાં નામ દઈ મારે નથી થાવું ખરાબ,
સારાં સારાં માનવીઓએ સતાવ્યો છે મને.
તાપ મારો જીરવી શકતાં નથી એ પણ હવે,
લઈ હરીફોની મદદ જેણે જલાવ્યો છે મને.
છે હવે એ સૌને મારો ઘાટ ઘડવાની ફિકર,
શુદ્ધ સોના જેમ જેઓએ તપાવ્યો છે મને.
આમ તો હાલત અમારા બેય ની સરખી જ છે,
મેં ગુમાવ્યાં એમ એણે પણ ગુમાવ્યો છે મને.
આ રીતે સમતોલ તો કેવળ ખુદા રાખી શકે,
ભાર માથા પર મૂક્યો છે ને નમાવ્યો છે મને.
સાકી, જોજે હું નશામાં ગમને ભૂલી જાઉં નહિ,
એ જ તો આ તારા મયખાનામાં લાવ્યો છે મને.
આપ સાચા અર્થમાં છો મારે માટે તો વસંત,
જ્યારે જ્યારે આપ આવ્યાં છો, ખિલાવ્યો છે મને.
એ બધાં "બેફામ" જે આજે રડે છે મોત પર,
એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને.
- બરકત વીરાણી ‘બેફામ’

. અશ્રુ વિરહ ની રાતના ખાળી શક્યો નહી,
પાછા નયનના નૂરને વાળી શક્યો નહી,
હૂ જેને કાજ અંધ થયો રોઈ રોઈ ને…
એ આવ્યા ત્યારે તેમને નહાળી શક્યો નહી….!!
પાછા નયનના નૂરને વાળી શક્યો નહી,
હૂ જેને કાજ અંધ થયો રોઈ રોઈ ને…
એ આવ્યા ત્યારે તેમને નહાળી શક્યો નહી….!!
નયન ને બંધ રાખીને મે જ્યારે તમને
જોયા છે..
તમે છો તેના કરતા પણ વધારે મે તમને જોયા છે….!!!
તમે છો તેના કરતા પણ વધારે મે તમને જોયા છે….!!!
નયન ને બંધ રાખીને…….
રુતુ એક જ હતી પણ રંગ નહતો આપણો એક જ,
મને સહેરા એ જોવો છે બહારે તમને જોયા છે,
તમે છો તેના કરતા પણ વધારે મે તમને જોયા છે….!!!
મને સહેરા એ જોવો છે બહારે તમને જોયા છે,
તમે છો તેના કરતા પણ વધારે મે તમને જોયા છે….!!!
નયન ને બંધ રાખીને…….
પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ
રાત વીતી ગઈ…રાત વીતી ગઈ…
પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ..
નહી તો મે ઘણી વેળા સવારે તમને જોયા છે…
રાત વીતી ગઈ…રાત વીતી ગઈ…
પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ..
નહી તો મે ઘણી વેળા સવારે તમને જોયા છે…
નયન ને બંધ રાખીને…….
હકીકતમા જોઉ તો એક સપ્નુ હતુ મારુ..
સપ્નુ હતુ મારુ….સપ્નુ હતુ મારુ….સપ્નુ હતુ મારુ……
સપ્નુ હતુ મારુ….સપ્નુ હતુ મારુ….સપ્નુ હતુ મારુ……
હકીકતમા જોઉ તો એક સપ્નુ હતુ મારુ..
ખુલી આંખે મે મારા ઘરના દ્વારે તમને જોયા છે..
તમે છો તેના કરતા પણ વધારે મે તમને જોયા છે….!!!
ખુલી આંખે મે મારા ઘરના દ્વારે તમને જોયા છે..
તમે છો તેના કરતા પણ વધારે મે તમને જોયા છે….!!!
નયન ને બંધ રાખીને…….
નહીતર આવી રીતે તરે નહી લાશ દરીયા મા…
નહીતર આવી રીતે તરે નહી લાશ દરીયા મા…
નહીતર આવી રીતે તરે નહી લાશ દરીયા મા…
મને લાગે છે કે આણે કીનારે તમને જોયા
છે..
તમે છો તેના કરતા પણ વધારે મે તમને જોયા છે….!!!
તમે છો તેના કરતા પણ વધારે મે તમને જોયા છે….!!!
નયન ને બંધ રાખીને મે જ્યારે તમને
જોયા છે..
તમે છો તેના કરતા પણ વધારે મે તમને જોયા છે….!!!
તમે છો તેના કરતા પણ વધારે મે તમને જોયા છે….!!!
નયન ને બંધ રાખીને…….બરકત
વિરાણી-બેફામ
અલીખાન
ઉસ્માન ખાન બલોચ –શૂન્ય પાલનપુરી
ઉપનામ-‘શૂન્ય’ , ‘રૂમાની’ , ‘અઝલ’
જન્મ=19, ડીસેમ્બર -1922; લીલાપુર, અમદાવાદ
અવસાન-17, માર્ચ –
1987; પાલનપુર
નાનપણ
થી મોસાળ પાલનપુર માં ઉછેર.
પરિચય છે મંદિરમાં દેવોને મારો,
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી,
તમારા પ્રતાપે બધા ઓળખે છે.
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી,
તમારા પ્રતાપે બધા ઓળખે છે.
સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી,
અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે ;
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો,
મને તારું સૌ મયકદા ઓળખે છે.
અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે ;
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો,
મને તારું સૌ મયકદા ઓળખે છે.
મે લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસુ,
કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું,
ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની,
મને જ્યારથી તારલા ઓળખે છે.
કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું,
ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની,
મને જ્યારથી તારલા ઓળખે છે.
અમે તો સમંદર ઉલેચ્યો
છે પ્યારા,
નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,
મળી છે અમોને જગા મોતીઓમાં,
તમોને ફક્ત બદબુદા ઓળખે છે.
નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,
મળી છે અમોને જગા મોતીઓમાં,
તમોને ફક્ત બદબુદા ઓળખે છે.
તબીબોને કહી દો કે
માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.
દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યા છે,
કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,
છું ધીરજનો મેરુ, ખબર છે વફાને,
દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.-- શૂન્ય પાલનપુરી
કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,
છું ધીરજનો મેરુ, ખબર છે વફાને,
દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.-- શૂન્ય પાલનપુરી
કદમ અસ્થિર હો જેના
રસ્તો તેને જડતો નથી,
અડગ મનના મુસાફિરને
હિમાલય પણ નડતો નથી-- શૂન્ય પાલનપુરી
રસ્તો તેને જડતો નથી,
અડગ મનના મુસાફિરને
હિમાલય પણ નડતો નથી-- શૂન્ય પાલનપુરી
મોતની તાકાત શી
મારી શકે? જિંદગી તારો ઈશારો જોઈએ;
જેટલે ઉંચે જવું હો માનવી, તેટલા ઉન્નત વિચારો જોઈએ… શૂન્ય પાલનપુરી
જેટલે ઉંચે જવું હો માનવી, તેટલા ઉન્નત વિચારો જોઈએ… શૂન્ય પાલનપુરી
ગુજરાતી
ગઝલ ના આકાશ ના છ તારલા એટલે-શયદા,બેફામ,શૂન્ય ,ઘાયલ મરીઝ,ગની
અલ્લા બેલી-ગઝલ નહિ પરંતુ કાવ્ય
–શૂન્ય પાલનપુરી
સાત સમંદર તરવા ચાલી, જ્યારે કોઇ નાવ અકેલી
ઝંઝા બોલી ‘ખમ્મા ખમ્મા’!, હિંમત બોલી ‘અલ્લા બેલી’!
નાવ ઊતારુ હો કે માલમ, સૌને માથે ભમતું જોખમ
કાંઠા પણ દ્રોહી થઇ બેઠા, મઝધારે પણ માઝા મેલી
એવાં છે પણ પ્રેમી અધુરા, વાતોમાં જે સુરાપુરા
શિર દેવામાં આનાકાની, દિલ દેવાની તાલાવેલી
કોનો સાથ જીવનમાં સારો ‘શૂન્ય’ તમે પોતે જ વિચારો
મહેનત પાછળ બે બે બાહુ, કિસ્મત પાછળ માત્ર હથેલી
આપ ખુદીનું શાસન ડોલ્યું, પાખંડીનું આસન ડોલ્યું
“હાશ” કહી ઈશ્વર હરખાયો, ‘શૂન્યે’ જ્યાં લીલા સંકેલી.

પાલનપુર માં હાઇસ્કુલ માં શિક્ષક
હતા.ચન્દ્રકાન્ત બક્ષી તેમના શિષ્ય હતા.
તેઓ ૧૬ વર્ષ ની ઉંમરે સર્વ પ્રથમ
મુશાયરા માં રજુ થયા હતા.તેઓ એ બહાઉદ્દીન કોલેજ માં પણ એડમીશન લીધું હતું.
તેમને અમૃત ઘાયલે શૂન્ય નું
ઉપનામ આઆપ્યું હતું.
તોફાન મહીં રમનારો હું, શોધું છું કિનારો શા માટે ?-- –શૂન્ય પાલનપુરી
આવે છે અગર અશ્રુ આંખે, પી જાઉં છું સંયમ રાખું છું
જે વાત છે મારા અંતરની, એ વાત હું મોઘમ રાખું છું
આવે છે અગર અશ્રુ આંખે, પી જાઉં છું સંયમ રાખું છું
જે વાત છે મારા અંતરની, એ વાત હું મોઘમ રાખું છું
એક તું કે નથી જેને પરવા, એક હું કે સદા ગમ રાખું છું
ઓ પથ્થર દિલ, લે તું જ કહે, દિલ કેવું મુલાયમ રાખું છું
ઓ પથ્થર દિલ, લે તું જ કહે, દિલ કેવું મુલાયમ રાખું છું
ચિંતાઓ, વ્યથાઓ, અશ્રુઓ, નિ:શ્વાસ, નિરાશા, લાચારી
એક જીવને માટે જીવનમાં મૃત્યુના ઘણા યમ રાખું છું
એક જીવને માટે જીવનમાં મૃત્યુના ઘણા યમ રાખું છું
ઠારીને ઠરું એ દીપ નથી, બાળીને બળું એ જ્યોત નથી
એક પુષ્પ હું જીવનઉપવનમાં, હું રંગને ફોરમ રાખું છું... –શૂન્ય પાલનપુરી
એક પુષ્પ હું જીવનઉપવનમાં, હું રંગને ફોરમ રાખું છું... –શૂન્ય પાલનપુરી
જો સુરા પીવી જ
હો તો શાનની સાથે પીવો
કાં પ્રિયા કાં યાર બુધ્ધિમાનની સાથે પીવો
ખૂબ પી ચકચૂર થઇ, જગનો તમાશો ના બનો
કમ પીવો છાની પીવો પણ ભાનની સાથે પીવો
– ઉમર ખૈયામ અનુ.’શૂન્ય’ પાલનપુરી
કાં પ્રિયા કાં યાર બુધ્ધિમાનની સાથે પીવો
ખૂબ પી ચકચૂર થઇ, જગનો તમાશો ના બનો
કમ પીવો છાની પીવો પણ ભાનની સાથે પીવો
– ઉમર ખૈયામ અનુ.’શૂન્ય’ પાલનપુરી
ધર્મોના ભેદભાવ પર મુસ્તાક ના રહો,
સમજી લો એમ, કોઈ વિના ચાલતું નથી,
સમજી લો એમ, કોઈ વિના ચાલતું નથી,
દાણાની
સંગે દોરી નું હોવું છે ફરજીયાત,
તસ્બીને પણ જનોઈ વિના ચાલતું નથી.
તસ્બીને પણ જનોઈ વિના ચાલતું નથી.
કોઈ કાબા
હો કે મંદિર,ભેદ છે
સ્થાપત્ય નો,
પૂજ્ય થઇ જાય છે પત્થર, આ તો આસ્થાનું કામ છે.
પૂજ્ય થઇ જાય છે પત્થર, આ તો આસ્થાનું કામ છે.
કોઈને નાત
ખટકે છે, કોઈને જાત
ખટકે છે,
અમોને સંકુચિત દ્રષ્ટી તણો ઉત્પાત ખટકે છે.
અમોને સંકુચિત દ્રષ્ટી તણો ઉત્પાત ખટકે છે.
નથીએ
ધર્મના, ટીલા કલંકો
છે મનુષ્યોના
વિરાટોના લલાટે અલ્પતાની ભાત ખટકે છે,
વિરાટોના લલાટે અલ્પતાની ભાત ખટકે છે,
વિવિધ ફુલો
છતાં, હોતો નથી
કંઈ ભેદ ઉપવન માં,
ફક્ત એક માનવી ને માનવી ની જાત ખટકે છે.!!!!!–શૂન્ય પાલનપુરી
ફક્ત એક માનવી ને માનવી ની જાત ખટકે છે.!!!!!–શૂન્ય પાલનપુરી
સુફી પરંપરા માં શૂન્ય થી મોટો કોઈ ગઝલકાર નથી તેમ
કહી શકાય.
વાવ્યું છે ગઝલનું ઉપવન જે મેં ‘શૂન્ય’ હ્રદયની ભૂમિમાં
સીંચીને ઊર્મિ-રક્ત વડે એ બાગ લીલોછમ રાખું છું
સીંચીને ઊર્મિ-રક્ત વડે એ બાગ લીલોછમ રાખું છું
મરીઝ (જન્મનું નામ અબ્બાસ
વાસી) જાણીતા ગુજરાતી ગઝલકાર હતા. તેમણે લખેલી ઉમદા
ગઝલોને કારણે તેમને ગુજરાતના ગાલીબ તરીકે ઓળખવામાં આવે
છે.તેઓ માત્ર બેજ ધોરણ સુધી ભણ્યા હતા.
મરીઝ ને સમજવા કરતા માણવા
જરૂરી છે
મૃત્યુની
ઠેસ વાગશે તો શું થશે ‘જલન’ ?
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.
– જલન માતરી
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.
– જલન માતરી
ગુજરાતના
ગાલિબ’ લેખાતા
સુરતના પઠાણવાડામાં જન્મેલાં અને વ્યકિત તરીકે અત્યંત
‘લૉ-પ્રૉફાઈલ’ રહેલાં મરીઝ ગઝલકાર તરીકે સૂર્ય સમાન
ઝળહળ્યાં છે.. જન્મ: ૨૨-૨-૧૯૧૭ મરણ: ૧૯-૧૦-૧૯૮૩.
સુરતના પઠાણવાડામાં જન્મેલાં અને વ્યકિત તરીકે અત્યંત
‘લૉ-પ્રૉફાઈલ’ રહેલાં મરીઝ ગઝલકાર તરીકે સૂર્ય સમાન
ઝળહળ્યાં છે.. જન્મ: ૨૨-૨-૧૯૧૭ મરણ: ૧૯-૧૦-૧૯૮૩.
‘ખુદા, ઓ ખુદા એકાદ હોત તું તો સમજાવી શકત આતો પ્રેમ છે ને, એના
પુરાવા હજાર છે..મરીઝ
જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું,
ફકત એના મોઘમ ઈશારે ઈશારે.
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું,
છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે...
અહીં દુ:ખની દુનિયામાં એક રંગ જોયો,
ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે.
સુજનની કબર કે ગુનેગારની હો,
છે સરખી ઉદાસી મઝારે મઝારે... મરીઝ

કેવા
ખુદા મળ્યો છે ભલા શું કહું ‘મરીઝ’,
પોતે ન દે, બીજાની
કને માગવા ન દેવી.– મરીઝ .
થયો રકાસ પ્રેમનો, વફાની આબરૂ ગઈ,
પીતા બધા જ થઈ ગયા, સુરાની આબરૂ ગઈ,
‘મરીઝ’ થઈ ગયા ‘તબીબ’ ને પતી ગયો ઈલાજ,
રહી ન શાન ‘દર્દ’ની, દવાની આબરૂ
ગઈ. .– મરીઝ
પરિશ્રમ જાગરણ
સાહિત્યનો કાનૂન માગે છે,
બીજા શબ્દોમાં કહીએ તો જિગરનું ખૂન માગે છે;
નથી સાહિત્યને સ્પર્શી શકાતું અલ્પ વાણીથી,
કદી આકાશ ભીંજાતું નથી વાદળના પાણીથી. .– મરીઝ
બીજા શબ્દોમાં કહીએ તો જિગરનું ખૂન માગે છે;
નથી સાહિત્યને સ્પર્શી શકાતું અલ્પ વાણીથી,
કદી આકાશ ભીંજાતું નથી વાદળના પાણીથી. .– મરીઝ
જિંદગીના રસને
પીવામાં કરો જલ્દી મરીઝ !
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે. .– મરીઝ
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે. .– મરીઝ
No comments:
Post a Comment