૦૯/૦૪.૨૦૧૭......અસ્મિતા પર્વ -૨૦.
અસ્મિતા પર્વ-૨૦. તારીખ:૦૮/૦૪/૨૦૧૭
સંચાલન: ભાગ્યેશ જહા
વકતા: કુલીનચંદ્ર યાજ્ઞિક,પ્રવીણ લહેરી,વસંત ગઢવી
કેટલાક અંશો--આજે જાહેર વહીવટ ની વાતો જાહેર કરવાની છે.
આજે “મુકામ કરોતિ વાચાલમ” નું પર્વ છે.
અમને ગુપ્તતા ના શપથ લેવડાવવા માં આવે છે.અમે વહીવટ ની બધીજ વાતો જાહેર કરી
શકતા નથી.અને કરશું પણ નહિ.પરંતુ ગુજરાત ની અસ્મિતા ને ઉજાગર કરતી વહીવટ ની કેટલીક
વાતો કરીશું.
વહીવટ
એટલે વટ જેમાં વહી જાય તે...
ચંદ્રકાન્ત
બક્ષી કહેતા કે, કોઈ
પાસે સમય નથી, માટે
પોતાના વખાણ કરવામાં સ્વાવલંબી રહેવું !
મને
મારા વખાણ કરવાની ઈચ્છા થાય ત્યારે હું મારા બાપ પાસે વખાણ કરતો,બીજા પાસે વખાણ
કરવાથી તે તમારી ઈર્ષા કરશે. વખાણ સાંભળીને જેને ઈર્ષા ન થાય એ આપણો બાપ !
મારા
બાપ તો ગુજરી ગયા છે.
મારા
અને કુલીનચંદ્ર ભાઈ ના પિતા સંસ્કૃત ના પ્રોફેસર હતા.સંસ્કૃત ના પ્રોફેસર પોપટલાલ યાજ્ઞિક ના પુત્ર એટલે કુલીનચંદ્ર યાજ્ઞિક પરંતુ આજે અમે અમારા
સંસ્કૃત ના બાપ પાસે આવ્યા છીએ.
જે
કલેકટર અઠવાડિયામાં એક કલાક પત્ની સાથે ગાળી શકે અને મહીનામાં એક પિક્ચર જોઈ શકે એણે
ટાઈમ મેનેજમેન્ટ શીખવાની જરૂર નથી.
અસ્મિ
એટલે 'હું છું'...આજે જગત આખું અસ્મિતાની તલાશમાં છે.
મને
કેટલાક લોકો કહેતા-તમે કલેકટર થઇ ને ગરબા કરશો?હું કહેતો કેમ નહિ?
જ્યારે કોઈ 'મહીસાગરને આરે ઢોલ વાગે છે' ગાય ત્યારે મારા પગમાં થનગનાટ ન થાય, તો હું ગુજરાતી કેવો ?હું પ્રથમ તો ગુજરાતી છું,પછી કલેકટર છું.
ઘણી વાર લોકો મારા વખાણ કરતાં નિર્દોષ ભાવે કહે છે-ભાગ્યેશભાઈ આઈ.એ.એસ હોવા
છતાં સંવેદન શીલ છે.
સરકાર એટલે સમુહિકતા.
“Do not underestimate Indians.Indians are most inteligent people..”Max
Muller...
બાબુભાઈ જશભાઈ એ મને નર્મદા
વિસ્થાપિતો સાથે કામ પર પડવાનું કામ સોપ્યું.હું તે સમયે મેઘા પાટકર ને મળવા ગયો. હું તે વખતે ઈમ્મેચ્યોર હતો હું એમ માનતો
હતો કે મહિલા ને બહુ સરળતાથી સમજાવી શકાય.
આઇએએસ કઈ થોડા ફરનીચર જેવા છે અમે માણસો છીએ.મેઘા પાટકરે કહ્યું તમે દેશ દ્રોહી
છો.મેં મારો બધોજ ગુસ્સો કાઢી કહ્યું કે-તેમે મને જે કહેવું હોય તે કહી શકો છો
પરતું મારી દેશ ભક્તિ પર શંકા ના કરી શકો.અમે વાટાઘાટ પડતી મૂકી ઉઠી ગયા.
અવલોકન ત્રણ પ્રકાર ના હોય છે.-સર્પાવલોકન,સિહાવલોકન,વિહંગાવલોકન
પી.કે.લહેરી
ગુજરાત માં ગમે તેટલી દારૂબંધી સખ્ત થાય પણ હું તો કાયમ માટે પી.કે.લહેરી.
તમે આઈ.એ એસ છો?મેં કહ્યું હા.તમે આઈ.એ એસ છો,પરંતુ અભ્યાસુ છો. નમ્રતા ના બાગ
માં સદગુણો ના ફૂલ ઉગે છે.
ભાગ્યેશભાઈ જેમ કહ્યું કે વખાણ માં સ્વાલન્બન રાખવું પડે એમ અમારે ભણવામાં સ્વાલન્બન
રાખવું પડે રાજુલા માં કોઈ શિક્ષક હોય તો ભણાવે
ને?
વસંત ગઢવી
બધા ક્યાં અહી તથાગત થવાના?
અમે પણ થોડી મથામણ કરી છે.
જયારે-જયારે તમે લોકો પર વિશ્વાસ કર્યો છે,ત્યારે લોકો એ તમને નિરાશ નથી
કર્યા.
દેશ માં આઝાદી માટે ની અહલેક જગાવનાર ગાંધી પાસે કઈ ઓથોરીટી
હતી? તેની પાસે પ્રભાવ ની ઓથોરીટી હતી
ત્યાર
બાદ ગેસ્ટ હાઉસ જઈ મેં એક કાવ્ય રચેલ
અમે
એક્ટિવિસ્ટો,
ઇષ્ટ-અભીષ્ટ
અને ટ્વિસ્ટ કરીને ગાવું એજ અમારો મૅનિફેસ્ટો.
થોડી
ઉધાર લો અંગ્રેજી, થોડી
મેલી રાખો સાડી,
થોડી મેલી રાખો ગાડી,
ક્યાંક
શોધી રાખો મુળજી તડવી,સાથે નહિ
પણ સામે રહીએ કરવા કરતા કહેતા રહીએ..
(જે કોઈ
મિત્ર પાસે આ કાવ્ય આખું હોય તો મુકવા વિનંતી છે.}
અસ્મિતા પર્વ-૨૦.
તારીખ:૦૮/૦૪/૨૦૧૭...હાસ્ય પર્વ
સંચાલન
ભદ્રાયુ વચ્છરાજાની
શાહબુદ્દીન
રાઠોડ,જગદીશ ત્રિવેદી,સાંઈરામ દવે
કેટલાક
અંશો:
આપણે
જ્યાં,જયારે જેટલું હસવું જોઈએ તેટલું હસતા નથી,તેથી જ આપણે લાફીગ ક્લબ માં જવું
પડે છે.
શાહ્બુદીનભાઈ
નું પલ્લું એટલું ભારે છે કે તેઓ નો પરિચય આપવા કે તેના વિષે કઈ પણ કહેવા માટે મને
મારી જાત ઘણી જ નાની લાગે છે.શાબુદીન
શાહબુદ્દીનભાઈ
ઉત્તમ આચાર્ય છે,શાહબુદ્દીનભાઈ ઉચ્ચતર
શિક્ષક છે, શાહબુદ્દીનભાઈ ઉચ્ચતમ હાસ્ય કલાકાર છે.તેઓ એ પ્રથમ કાર્યક્રમ ૧૯૬૯ માં
આપ્યો.તેઓ પ્રસિદ્ધિ માટે ટુંકો માર્ગ અપનાવનારા માણસ નથી કારણ કે તેઓ આચાર્ય છે.
શાહ્બુદીનભાઈ સાથે હું પ્રથમ નજરે નહિ પરંતુ પ્રથમ કાને
પ્રેમ માં પડ્યો-રતિલાલ, બોરીસાગર
શાહ્બુદીનભાઈ
અજોડ લોકશિક્ષક છે.ગુણવંત શાહ.
શાહ્બુદીનભાઈ
અતિ ઉમદા કાર્ય કરી રહ્યા છે.તેની નોધ અવશ્ય લેવાવી જોઈએ.તેઓ લોકો ને હસાવી તેઓનું
આયુષ્ય વધારી રહ્યા છે.અને ડોકટરો ના બીલો ઓછા કરે છે.હાસ્ય થી મોટું ઓસડ કોઈ પણ
નથી.-કાંતિ ભટ્ટ
કાર્યકમ
માં મારા વિષે સારું-સારું બોલાય ત્યારે આપણ ને ખબર પડે કે આપના માં આટલા બધા
સદગુણ છે. શાહ્બુદીનભાઈ નો પ્રથમ જાહેર પ્રોગ્રામ૧૪/૧૧/૧૯૭૦ લીંબડી માં
૫૦
વર્ષ પહેંલ મારા મગજ માં ભૂત ભરાયેલ કે પરિવાર સાથે બેસી માણી શકાય તેવુજ હાસ્ય
પીરસવું. શાહ્બુદીનભાઈ એ ડાયરા ના કલાકાર તરીકે હાસ્ય ક્ષેત્ર માં પ્રવેશ
કર્યો.ધીમે-ધીમે સમગ્ર મંચ શાહ્બુદીનભાઈ નો થતો ગયો.
હાસ્ય
એક એવું સ્તર છે,જેને સાંભળ્યા પછી ચિંતન શરુ થાય છે.જેની સંસાર માં કપરી સફર નથી
હોતી,તેને જગત શું છે તે ખબર હોતી નથી.કરુણતાની ચરમ સીમા એ હાસ્ય નિષ્પન થાય છે. શાહ્બુદીન
રાઠોડ
સાઈરામ
એવા કલાકાર છે જે,લોકસાહિત્ય,માર્મિક વાતો,અને હાસ્ય ના ત્રણેય ઘોડા પર એક સાથે
સવારી કરે છે.
“હું વસ્તુ સૌથી મોંઘેરી ને જાજરમાન વહેંચું છું, ઓલ્યા ઇમાન વેચે છે ને હું મુસ્કાન વહેંચું છું.”અમે
દુખી માણસો ને સુખી કરવાનો પ્રયાસ કરીએ છીએ.- એક મંચ પર હાસ્ય સમ્રાટ શાહ્બુદીનભાઈ
સાથે બેસવાનો મોકો મળે અને જેને આખું જગત સાંભળતું હોય તેવા બાપુ અમને સાંભળે
તેનાથી મોટું સ્ન્ન્માન કયું હોઈ શકે? હું આપું ગામડાં બે-ચાર, દિલને
મોજ આવે છે,
કે ચંદુ તું વણેલા ગાંઠિયા એવા બનાવે છે.
કે ચંદુ તું વણેલા ગાંઠિયા એવા બનાવે છે.
છે દુર્લભ દેવતાઓને તીખા મરચાં, તીખી ચટણી,
ને કોઈ પુણ્યશાળી આત્મા ભજિયાંને પામે છે.
ને કોઈ પુણ્યશાળી આત્મા ભજિયાંને પામે છે.
હું ફાઈવસ્ટાર હોટેલમાં જમું છું તે છતાં આજે,
એ ફાફડિયા સમી લિજ્જત ન અમને ક્યાંય આવે છે.
એ ફાફડિયા સમી લિજ્જત ન અમને ક્યાંય આવે છે.
ચણાનો લોટ, સોનાની
કડાઈ સ્વર્ગમાં છે પણ
ગરમ આ ફાફડા ઉતારતાં ત્યાં કોને ફાવે છે?
ગરમ આ ફાફડા ઉતારતાં ત્યાં કોને ફાવે છે?
એ તારા સ્થૂળ દેહેથી વહી પ્રસ્વેદની ગંગા,
જડયું કારણ અમોને આ જલેબી તેથી ભાવે છે.—
જડયું કારણ અમોને આ જલેબી તેથી ભાવે છે.—
મારું ફેમીલી મારું સેન્સર બોર્ડ
છે.સાઈરામ
જગદીશ
ત્રિવેદી ત્રણ વાર પીએચ.ડી થયા છે.તેઓના પર
એમ.ફિલ ની થીસીસ લખાઈ ચુકી છે.અને
પી.એચ ડી ની થીસિસ લખાઈ રહી છે.તેઓ હરિવંશરાય બચ્ચન ની મધુશાલા નો સમશ્લોકી અનુવાદ
ગુજરાતી માં કરેલો છે.
હાસ્ય
નામનો શેરડી ના સાંઠો ત્રણ- ત્રણવાર ચિચોડા માંથી નીકળી ચુક્યો છે.(ભદ્રાયુભાઈ, શાહ્બુદીનભાઈ,
સાઈરામ) ભદ્રાયુભાઈએ હાસ્ય ના વજન, શાહ્બુદીનભાઈ હાસ્ય ની ફિલસુફી,
સાઈરામ
હાસ્ય ની લોક્ભોગ્યતા વિષે કહી ચુક્યા છે,મારે તો આ સાંઠા ને બેવડો વળી તેમાં
લીંબુ,આડું નાખવાનું જ કામ કરવાનું છે,આ જગત ને નજીક થી જુઓ તો તે ટ્રેજેડી છે અને
જરા દુર થી જુઓ તો કોમેડી છે.:
બીક લાગે
કંટકોની જો સતત
ફૂલને
ચૂંથો નહીં, જોયા કરો
- કૈલાસ
પંડિત
હસો
અને વિચારો એ બન્ને સાથે બનવું અશક્ય છે.મારા મતે હાસ્ય એ ધ્યાન નું પ્રવેશ દ્વાર
છે.
હાસ્ય
અહં વિહીન દશા નો આનંદ છે.
નિંદ્રા
ને પરહરી સમારવા શ્રીમતિ,ચા મુકો,ચા મુકો એમ કહેવું.
પત્ની
ઔર સસુર ખડે કાકો લાગુ પાય ,બલિહારી સસુર આપની કન્યા દિયો બતાઈ.
જયારે તમે હસો છો,ત્યારે ભગવાન ની પાર્થના કરો
છો,પરંતુ જયારે તમે બીજા ને હસાવો છો ત્યારે ભગવાન તમારા માટે પાર્થના કરે છે.કોઈ
પણ કલાકાર સંઘર્ષ કરી ને અસ્મિતા પર્વ સુધી પહોચતો હોય છે.મેં જીવન માં જે કઈ
કર્યું તે ટેક્ષ બુક ની બહાર નું જ કર્યું મારા ગુરુ શાહ્બુદીનભાઈ એ મને શીખવ્યું
છે કે સતેજ ઉપરથી નીચે ઉતારી જજે પરંતુ ક્યારેય પણ તારી કશા ને નીચે ઉતરતો નહિ.હું
મારી રમુજ ને માનસ ની માપપટ્ટી થી માપું
છું.બાપુ મારી રમુજ ને વ્યાસ પીઠ પર થી ઘણી વાર કહેતા હોય છે.તો મારી રમુજ બાપુ
વ્યાસ પીઠ પર થી કહી શકશે તેમ વિચારી ને જ કરું છું.અગિયારમાં હું બે વાર ફેઈલ થયો
તો વિશ્વ વિખ્યાત હાસ્ય કલાકાર બની ગયો.પરંતુ જો ત્રણ વાર ફેઈલ થયો હોત તો વિશ્વ
વંદનીય બની ગયો હોત.
शगुफ्ता लोग भी टूटे हुए रहते हैं अंदरसे....बहोत रोते हे वो जिनको लतीफे याद रहते हे, _મુન્નવર રાણા
"નથી કોઈ પરવા
દહન કે દફનની, નથી કોઈ પરવા કબર કે કફનની
નથી કોઈ પરવા બદનના જતનની, મને તો પરવા છે ફક્ત મારા વ્હાલા વતનની...
નથી કોઈ પરવા બદનના જતનની, મને તો પરવા છે ફક્ત મારા વ્હાલા વતનની...
જે રીતે બાપુ કે
રમેશભાઈ ભાઈજી તેમની કથા નું ફળ લોકો ને અર્પણ કરતા હોય છે તેમ હું આજે આપ સર્વે ની હાજરી માં આ મંચ ઉપર
થી હું મારા તમામ કાર્યક્રમો ની સફળતા નું ફળ મારા કલાગુરુ
શાહબુદ્દીન રાઠોડને અર્પણ કરું છું. અને દુઆ કરું છું કે અલ્લાહ એમને 100
વર્ષ
સક્રિય રાખે. એમણે હું નિષ્ફળ ગયો હોવા છતાં મને તક આપીને પથ્થરને હીરો બનાવ્યો.
"
- જગદીશ
ત્રિવેદી
.
.
No comments:
Post a Comment