Monday, June 5, 2017

બોધ કથા-૨૧..પગલાં ની છાપ....

         ૦૫/૦૬/૨૦૧૭....બોધ કથા-૨૧..પગલાં ની છાપ....



                                      સંકલિત......                                      ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....


એક રાતે ઈશ્વરના એક ભકતને સપનું આવ્યું.

સપનામાં તે ઈશ્વરની સાથે રેતાળ દરિયાકિનારા પર ચાલતો હતો.

આકાશમાં તેણે પોતાના જ વીતેલા જીવનનાં દશ્યો જોયાં અને

એ દરેક દશ્યમાં તેણે રેતીમાં પડેલાં પગલાંની બે જોડ જોઈ.

બાજુમાં ચાલતા ચાલતા તેને બે પગલાંની જોડ વિશે સમજાય ગયું.

દરેક દશ્યમાં એક જોડ તેનાં પોતાના પગલાંની હતી અને

એક જોડ ઈશ્વરના પગલાંની. થોડા વખતમાં તેને વીતેલા જીવનના

પાછલા દશ્યો દેખાયાં. અરે આ શું?

આમાંનાં ઘણા દશ્યોમાં પગલાંની એક જ જોડ તેને દેખાઈ..

વળી તેણે ધ્યાનથી જોયું તો એ તેનો સૌથી મુશ્કેલીનો સમય હતો.

જયારે તે ખૂબ દુ:ખી હતો ત્યારે જ પગલાંની એક જોડ તેને દેખાઈ.

તે ઈશ્વર પર નારાજ થઈ ગયો. તેણે ઈશ્વરને કહ્યું, 'ભગવાન, આવુ કરવાનું?

આખું જીવન મારી સાથે ને સાથે રહેવાનું તમે વચન આપેલું.

તો પછી મારા દુ:ખના સમય દરમ્યાન મને પગલાંની એક જ જોડ કેમ દેખાય છે?

ખરે વખતે જ મને છોડી દીધોને?'

ભગવાન ધીમું હસ્યા અને કહે, 'અરે ગાંડા, આખું જીવન હું સાથે ને સાથે જ છું.

'
તોપછી.'તારા મુશ્કેલી સમયમાં જે પગલાંની જોડ દેખાય છે એ તારી નથી મારી છે.

એ વખતે મેં તને તેડી લીધેલો.

સંકલિત....



Sunday, June 4, 2017

.ગુરુજી ની કલમે...(૦૨)-આત્મજ્ઞાન એ એક મજાક છે!


૦૪/૦૬/૨૦૧૭...ગુરુજી ની કલમે...(૦૨)-આત્મજ્ઞાન એ એક મજાક છે!





ગુરુજી ની કલમે.....
                           ધી ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસ મા પસિદ્ધ થયેલ પ્રવચનો નો સંગ્રહ
                          ૧૦ મી સપ્ટેમ્બર ૨૦૦૬ સુધી સંકલિત......
             અનુવાદક: નિરુપમ ભાસ્કરલાલ અવાશિયા.
                                                             બી.ઈ.(ઈલેક્ટ્રીકલ)
                          (૦૨)-આત્મજ્ઞાન એ એક મજાક છે!


ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....
 ૨૭ મી મે-૨૦૦૩

આધ્યાત્મ ના માર્ગ પર ચાલનારાઓ આત્મજ્ઞાન અંગે જાણવા ઉત્સુક હોય છે. આત્મજ્ઞાન એ શું છે? હું કહું કે-“આત્મજ્ઞાન એ મજાક સમાન છે.”તે દરિયામાની માછલી દરિયાને શોધી રહી હોય તેનાં જેવી વાત છે.
એક સમયે માછલીઓ નું મંડળ–એ ચર્ચા કરવા ભેગું થયું કે –તેઓમાથી કોણે દરિયાને જોયો છે.તેમાનું  કોઈ પણ એમ ના કહી શક્યું કે તેણે ખરેખર દરિયો જોયો છે.ત્યારે એક માછલી એ કહ્યું-“મને લાગે છે કે મારા વડ-દાદા એ દરિયો જોયો હતો.બીજી માછલી એ કહ્યું-“હા...હા...,મે પણ આ અંગે સાંભળેલ છે.ત્રીજી એક માછલી એ કહ્યું-“હા,ખરેખર તેનાં વડ-દાદા એ દરિયો જોયોજ હતો.”
તેથી તેઓ એ એક વિશાળ મંદિર બનાવ્યું.અને તેમાં તે માછલી ના વડ-દાદા ની પ્રતિમા મુકી.!
તેઓ એ કહ્યું “તેણે દરિયો જોયો હતો,તેઓ દરિયા સાથે સંકળાયેલા હતા.”
 આત્મજ્ઞાન એજ આપણા અસ્તિત્વ નું હાર્દ છે;આપણા હાર્દ મા જઇ નેઆપણી જિંદગી ત્યાં થી જ જીવવી જોઈએ.
આપણે સર્વે આ દુનીયા મા નિર્દોષતાની ભેટ લઇ ને આવ્યા હતા,પરંતુ ધીમે-ધીમે,આપણે જેમ-જેમ આપણે બુદ્ધિશાળી બનતાં ગયા તેમ-તેમ આપણે આપણી નિર્દોષતા ગુમાવવા લાગ્યાં.આપણે મૌન સાથે જનમ્યા હતા,અને જેમ આપણે મોટા થતા ગયા તેમ આપણે મૌન ગુમાવી દીધું,અને આપણે શબ્દ ના સ્વામી બની ગયા.આપણે હદય થી જીવતા હતા,અને જેમ સમય વીતતો ગયો તેમ,આપણે મગજ થી જીવવા માંડ્યા. 
હવે આ યાત્રાપ્રવાસ ની ઉલટ યાત્રા એટલે બોધ/જ્ઞાન.તે મસ્તિષ્ક માંથી હદય તરફ પાછાં ફરવાની યાત્રા છે,શબ્દો માંથી મૌન ભણી ની યાત્રા,આપણી બુદ્ધી ની સાથે  નિર્દોષતા ભણી પરત થવા ની યાત્રા છે.આમ તો આ ઘણું જ સરળ હોવા છતાં તે એક મહાન સિધ્ધિ છે. 
જ્ઞાને તમને એક સુંદર વાત-“હું નથી જાણતો.”તે તરફ દોરી જવા જોઈએ.જ્ઞાન નો હેતુ જ અજ્ઞાનતા છે.!!
જ્ઞાન ની પૂર્ણતા જ તમને આશ્ચર્ય અને અજાયબી તરફ દોરી જશે.,તેજ તમને તમારા અસ્તિત્વ થી પરિચિત કરાવે છે.રહસ્યો જીવી જાણવા ના હોય છે,નહી કે સમજવાના હોય છે. પ્રત્યેક વ્યક્તિએ  જિંદગી ને સંપૂર્ણત: સમગ્રતા મા જીવી જાણવી જોઈએ. જ્ઞાન એ એક એવી પરિપક્વતા અને અવિચલિત પણા સ્થિતિ છે કે -જે થવા નું હોય તે થાય,કોઈ પણ પરિસ્થિતિ તમારા હૃદય ના હાસ્ય ને ના છીનવી શકે.સંકુચિતતા ની સીમાઓ ની પેલે પાર –એવી અનુભુતી કે- આ વિશ્વ/બ્રહ્માંડ મા જે કઈ અસ્તિત્વ ધરાવે છે,તે મારું છે,એ ભાવના એટલે જ આત્મજ્ઞાન/પ્રબુદ્ધતા.
અજ્ઞાન ની વ્યાખ્યા કરવી સરળ છે.તમારી જાત ને સંકુચિતતા ના  વાડા મા-જેમકે  “હું આ ચોક્કસ જગ્યાનો છું”, “હું તે સંસ્કૃતિ નો છું,” અથવા” હું તે ધર્મ નો છું.” તેમ કહી મુકવાનો યત્ન.
  તે બાળક જેવી વાત કરવા જેવું છે-જેમકે બાળક કહેશે-“મારા પિતા તારા પિતા કરતાં સારા છે.”અથવા “ મારું રમકડું તારા રમકડાં કરતાં સારું છે.”મારા મતે દુનિયા ના મોટા ભાગ ના લોકો નો આ માનસિક  ઉંમર ના ગ્રુપ મા સમાવેશ થાય છે.રમકડાઓ બદલાય છે.પુખ્ત વય નો કહેશે કે- “મારો દેશ તારા દેશ કરતાં વધારે સારો છે.” મારો ધર્મ,તારા ધર્મ કરતાં ચડિયાતો છે.
કોઈ ખ્રિસ્તી કહેશે કે –“બાઈબલ એજ સત્ય છે.”અને કોઈ હિંદુ કહેશે કે-વેદો એજ સત્ય છે,તેઓ (વેદો) ખૂબજ પ્રાચીન છે.” મુસ્લિમ કહેશે-“ઈશ્વર નો આખરી શબ્દ એટલેજ કુરાન.”આપણે - સંસ્કૃતિ જેના માટે છે તેનાં નહી પરંતુ જે સંસ્કૃતિ ના હોઈએ તેના જ ગુણગાન કરીએ છીએ.   
જો કોઈ યુગો પર્યંત અસ્તિત્વ ધરાવતી વસ્તુઓ માટે યશ લે,અને એવું માને કે-તે મારું છે,તો તે પરિપક્વતા છે.આ સંપતિ મારી છે કારણ કે-હું પણ તે દિવ્યતા નો અંશ છું.”
સ્થળ અને કાળ પ્રમાણે દૈવી શક્તિના - જુદી-જુદી જગ્યાઓ એ અલગ-અલગ અર્થઘટન થયાં.  
કોઈ એક સમગ્ર બ્રહ્માંડ નો જ્ઞાતા બની ને કહે કે- આ  બધા જ સુંદર ફૂલો મારા બાગીચા ના છે.”
સમગ્ર માણસજાત નો ઉત્ક્રાંતિ ક્રમએ કંઈક માંથી શૂન્યઅને શૂન્ય માંથી સમગ્ર બ્રહ્માંડ સર્જન નો છે.
તમે એ નિરીક્ષણ કર્યું છે કે નાનાં બાળકો મા તે એકત્વ ની ભાવના કે નિર્દોષતા હોય છે?આપણે જેમ મોટા થઈએ છીએ તેમ તે નિર્દોષતા ગુમાવતા જઇ એ છીએ.અને વધાર-ને વધારે લુચ્ચા થતા જઇ એ છીએ.અજ્ઞાની ની નિર્દોષતા અને બુદ્ધિમાન ની લુચ્ચાઈ ની કોઈ જ કિંમત નથી.
આત્મજ્ઞાન એ નિર્દોષતા અને બુદ્ધિમતા નું એક દુર્લભ સંયોજન છે,અભિવ્યક્તિ માટે ભરપુર શબ્દો હોય છતાં,તેજ સમયે મૌન રહેવું,એ સ્થિતિ મા મગજ વર્તમાન ક્ષણો મા મગ્ન હોય છે.જે જરૂરી હોય તે તમને સહજ રીતે,કુદરતી રીતે જણાવવા મા આવે,તમે માત્ર શાંત ચિત્તે બેસો અને કુદરતના જ્ઞાન ને  તમારા મા આત્મસાત કરો.




Saturday, June 3, 2017

બોધ કથા-૨૦...Destiny

૨૦/૦૬/૨૦૧૭...બોધ કથા-૨૦...Destiny


                                       સંકલિત......                                      ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....

Destiny
Death came to a guy and said, "My friend today is your day!" 
The guy said, "But I'm not ready!"
Then death said, "Well, your name is the next on my list...."
Guy: "Okay, then why don't you take a seat and I will get you something to eat before we go?"
Death: "All right.... "
The guy gave death some food with sleeping pills in it. Death finished eating and fell into a deep sleep.....
 
The guy took the list & removed his name from top of the list and put it in the bottom of the list.
When death woke up, he said to the guy, "Because you have been so very nice to me, I will start from the BOTTOM of the list...."

Lesson for the day:
 Accept whatever is written in your destiny. Destiny will never change, no matter how much you try....

 સંકલિત

Friday, June 2, 2017

બોધ કથા -૧૯.भगवान् का पता !

૦૨/૦૬/૨૦૧૭...બોધ કથા -૧૯....
भगवान् का पता !






                         
                    સંકલિત......                                      ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....

एक बार एक फ़क़ीर भीख मांगने के लिए मस्जिद के बाहर बैठा हुआ
होता है। सब नमाज़ी उस से आँख बचा कर चले गए और
उसे कुछ नहीं मिला। वो फिर चर्च गया।
फिर मंदिर और फिर गुरुद्वारे। लेकिन उसको किसी ने कुछ नहीं दिया।
आखिरी में वह हार कर एक शराब की दुकान के बहार आ कर बैठ
गया। उस शराब की दुकान से जो भी निकलता उसके कटोरे में कुछ न कुछ
डाल देता। कुछ देर बाद उसका कटोरा नोटों से भर
गया तो नोटों से भरा कटोरा देख कर फ़क़ीर ने आसमान की तरफ
देखा और बोला। "वाह रे प्रभु" रहते कहाँ हो और
पता कहाँ का देते हो...!

સંકલિત ...Hetal Parikh Hansoti

Thursday, June 1, 2017

.બોધ કથા...૧૮...કુદરતની કરામત

૦૧/૦૬/૨૦૧૭...બોધ કથા...૧૮...કુદરતની કરામત


                                        સંકલિત......                                      ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....

                                    કુદરતની કરામત

ડો.માર્ક વિખ્યાત કેન્સર સ્પેશીયાલીસ્ટ હતા. એકવાર એક કોન્ફરન્સમાં ભાગ લેવા માટે જઇ રહ્યા હતા. 

કોઇ ટેકનિકલ ક્ષતીને કારણે વિમાનને ઇમરજન્સી લેન્ડીંગ કરવું પડ્યું.                                

આ વિમાન હવે આગળની ઉડાન ભરીશકે તેમ નહોતું એટલે ડો. માર્કે રીસેપ્શન પર જઇને આગળની 

સફર માટે પુછપરછ કરી. રીસેપનીસ્ટે જણાવ્યુ કે આપને જે શહેરમાં જવું છે ત્યાં જવા માટેની ફ્લાઇટ 

હવે 12 કલાક પછી જ મળી શકે તેમ છે. જો આપને ઉતાવળ હોય તો આપ ટેક્સી ભાડા પર લઇને 

સેલ્ફ ડ્રાઇવીંગ કરીને જઇ શકો છો.કોન્ફરન્સમાં પહોંચવું બહુ જ જરૂરી હતુ આથી ડો.માર્ક આ વિસ્તારથી 

સાવ અજાણ્યા  હોવા છતા ટેકસી ભાડા પર લઇને નીકળી પડ્યા. જીપીએસ સીસ્ટમ પર તે શહેરમાં 4

કલાકમાં પહોંચી જવાશે એવો સંદેશો જોઇને ડો.માર્કને હાશકારો થયો. હજુ તો એકાદ કલાક પસાર 

થયો ત્યાં જોરદાર વરસાદ અને વાવાઝોડું શરૂ થયુ. જીપીએસ કામ કરતું બંધ થઇ ગયુ અને ડોકટર 

સાવ અજાણ્યા વિસ્તારમાં ફસાઇ ગયા. એમણે ધીમે ધીમે ગાડી ચલાવવાની ચાલુ જ રાખી. લગભગ 5-

6 કલાકના સતત ડ્રાઇવીંગ પછી પણ ક્યાં પહોંચ્યા એની કંઇ ખબર પડતી નહોતી. સાવ ઉજ્જડ 

વિસ્તાર હતો. એક નાનું મકાન દેખાયુ એટલે ડો.માર્ક ત્યાં પહોંચી ગયા. એ ખુબ થાકેલા હતા અને

ભૂખ પણ ખુબ લાગી હતી. ઘરમાં જઇને જો કંઇ ખાવાનું હોય તો આપવા માટે ડો.માર્કે ઘરના માલીકને 

વિનંતી કરી. માલીક બહુ માયાળુ સ્વભાવના હતા એમણે તુંરત જ રસોઇ બનાવી અને નવાઅજાણ્યા 

મહેમાનને જમવા માટે બોલાવ્યા.ડો.માર્કની સાથે ઘરનો માલીક પણ જમવા માટે બેઠો. જમતા પહેલા 

એ ભગવાનને કંઇક પ્રાર્થના કરતો હતો. લગભગ 3-4 વખત પ્રાર્થના કરી એટલે ડો.માર્કેને થયુ કે આ 

માણસ કોઇ મુશ્કેલીમાં લાગે છે. ડો.માર્કે એ ઘરના માલીકને પુછ્યુ, " આપ શું પ્રાર્થના કરી રહ્યા છો ? 

અને તમને એવુ લાગે છે કે ભગવાનને તમારી આ પ્રાર્થના સંભળાતી હશે ? “ઘરના માલીકે કહ્યુ, “હું 

ઘણા સમયથી નિયમીત પ્રાર્થના કરુ છું. આજદિવસ સુધી તો ભગવાને મારી પ્રાર્થનાનો પ્રતિસાદ 

આપ્યો નથી પણ મને ભગવાન પર શ્રધ્ધા છે કે એ મારી પ્રાર્થના એકદિવસ જરૂર સાંભળશે." ડો. માર્કે 

પુછ્યુ, "પણ તમે પ્રાર્થના શું કરતા હતા ? “ઘરના માલિકે ખુણામાં રહેલી એક પથારી બતાવીને કહ્યુ, 

“આ મારો દિકરો છે એને કેન્સર છે અને આ એ પ્રકારનું કેન્સર છે જેની સારવાર માર્ક નામના કોઇ 

ડોકટર જ કરી શકે તેમ છે. એની પાસે જવાના કે સારવાર કરાવવાના મારી પાસે કોઇ પૈસા નથી

આથી હું રોજ ભગવાનને પ્રાર્થના કરુ છું કે એ કોઇ મદદ કરે અને મારા દિકરાને રોગ

મુકત કરે." ડો. માર્કની આંખો પહોળી થઇ ગઇ. ક્યાં જવા નીકળ્યા અને ક્યાં પહોંચી ગયા એ સમગ્ર 

ઘટના એની સ્મૃતિપટ પરથી પસાર થઇ અને એટલુ જ બોલ્યા, " ખરેખર ભગવાન મહાન છે અને 

હદયથી થયેલી પ્રાર્થના સાંભળે જ છે. " મિત્રો, આપણા જીવનમાં બનતી તમામ

ઘટનાઓ માત્ર અકસ્માતો નથી હોતા દરેક ઘટનાઓમાં કુદરતની કોઇ કરામત હોય છે ..."