૦૪/૦૬/૨૦૧૭...ગુરુજી ની કલમે...(૦૨)-આત્મજ્ઞાન એ એક મજાક છે!
ગુરુજી ની કલમે.....
ધી ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસ મા પસિદ્ધ થયેલ પ્રવચનો નો સંગ્રહ
૧૦ મી સપ્ટેમ્બર ૨૦૦૬ સુધી સંકલિત......
અનુવાદક: નિરુપમ ભાસ્કરલાલ અવાશિયા.
બી.ઈ.(ઈલેક્ટ્રીકલ)
(૦૨)-આત્મજ્ઞાન એ એક મજાક છે!
ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....
૨૭ મી મે-૨૦૦૩
આધ્યાત્મ ના માર્ગ પર ચાલનારાઓ આત્મજ્ઞાન
અંગે જાણવા ઉત્સુક હોય છે. આત્મજ્ઞાન એ શું છે? હું કહું કે-“આત્મજ્ઞાન એ મજાક સમાન છે.”તે દરિયામાની માછલી દરિયાને શોધી રહી હોય
તેનાં જેવી વાત છે.
એક સમયે માછલીઓ નું મંડળ–એ ચર્ચા કરવા
ભેગું થયું કે –તેઓમાથી કોણે દરિયાને જોયો છે.તેમાનું કોઈ પણ એમ ના કહી શક્યું કે તેણે ખરેખર દરિયો
જોયો છે.ત્યારે એક માછલી એ કહ્યું-“મને લાગે છે કે મારા વડ-દાદા એ દરિયો જોયો
હતો.બીજી માછલી એ કહ્યું-“હા...હા...,મે પણ આ અંગે સાંભળેલ
છે.ત્રીજી એક માછલી એ કહ્યું-“હા,ખરેખર તેનાં વડ-દાદા એ દરિયો જોયોજ
હતો.”
તેથી તેઓ એ એક વિશાળ મંદિર બનાવ્યું.અને
તેમાં તે માછલી ના વડ-દાદા ની પ્રતિમા મુકી.!
તેઓ એ કહ્યું “તેણે દરિયો જોયો હતો,તેઓ દરિયા સાથે
સંકળાયેલા હતા.”
આત્મજ્ઞાન એજ આપણા અસ્તિત્વ નું હાર્દ
છે;આપણા હાર્દ મા જઇ નેઆપણી જિંદગી ત્યાં થી જ જીવવી જોઈએ.
આપણે સર્વે આ દુનીયા મા નિર્દોષતાની ભેટ લઇ
ને આવ્યા હતા,પરંતુ ધીમે-ધીમે,આપણે જેમ-જેમ આપણે બુદ્ધિશાળી બનતાં ગયા તેમ-તેમ
આપણે આપણી નિર્દોષતા ગુમાવવા લાગ્યાં.આપણે મૌન સાથે જનમ્યા હતા,અને જેમ આપણે મોટા
થતા ગયા તેમ આપણે મૌન ગુમાવી દીધું,અને આપણે શબ્દ ના સ્વામી બની ગયા.આપણે હદય થી
જીવતા હતા,અને જેમ સમય વીતતો ગયો તેમ,આપણે મગજ થી જીવવા માંડ્યા.
હવે આ યાત્રાપ્રવાસ ની ઉલટ યાત્રા એટલે
બોધ/જ્ઞાન.તે મસ્તિષ્ક માંથી હદય તરફ પાછાં ફરવાની યાત્રા છે,શબ્દો માંથી મૌન ભણી
ની યાત્રા,આપણી બુદ્ધી ની સાથે નિર્દોષતા
ભણી પરત થવા ની યાત્રા છે.આમ તો આ ઘણું જ સરળ હોવા છતાં તે એક મહાન સિધ્ધિ
છે.
જ્ઞાને તમને એક સુંદર વાત-“હું નથી જાણતો.”તે તરફ દોરી જવા જોઈએ.જ્ઞાન નો હેતુ જ
અજ્ઞાનતા છે.!!
જ્ઞાન ની પૂર્ણતા જ તમને આશ્ચર્ય અને અજાયબી તરફ
દોરી જશે.,તેજ તમને તમારા અસ્તિત્વ થી પરિચિત કરાવે છે.રહસ્યો જીવી જાણવા ના હોય
છે,નહી કે સમજવાના હોય છે. પ્રત્યેક વ્યક્તિએ જિંદગી ને સંપૂર્ણત: સમગ્રતા મા જીવી જાણવી
જોઈએ. જ્ઞાન એ એક એવી પરિપક્વતા અને અવિચલિત પણા સ્થિતિ છે કે -જે થવા નું હોય તે
થાય,કોઈ પણ પરિસ્થિતિ તમારા હૃદય ના હાસ્ય ને ના છીનવી શકે.સંકુચિતતા ની સીમાઓ ની
પેલે પાર –એવી અનુભુતી કે- આ વિશ્વ/બ્રહ્માંડ મા જે કઈ અસ્તિત્વ ધરાવે છે,તે મારું
છે,એ ભાવના એટલે જ આત્મજ્ઞાન/પ્રબુદ્ધતા.
અજ્ઞાન ની વ્યાખ્યા કરવી સરળ છે.તમારી જાત
ને સંકુચિતતા ના વાડા મા-જેમકે “હું આ ચોક્કસ જગ્યાનો છું”, “હું તે સંસ્કૃતિ નો છું,” અથવા” હું તે ધર્મ નો છું.” તેમ કહી મુકવાનો યત્ન.
તે બાળક જેવી વાત કરવા જેવું છે-જેમકે
બાળક કહેશે-“મારા પિતા તારા પિતા કરતાં સારા છે.”અથવા “ મારું રમકડું તારા
રમકડાં કરતાં સારું છે.”મારા મતે દુનિયા ના
મોટા ભાગ ના લોકો નો આ માનસિક ઉંમર ના
ગ્રુપ મા સમાવેશ થાય છે.રમકડાઓ બદલાય છે.પુખ્ત વય નો કહેશે કે- “મારો દેશ તારા દેશ
કરતાં વધારે સારો છે.” મારો ધર્મ,તારા ધર્મ
કરતાં ચડિયાતો છે.
કોઈ ખ્રિસ્તી કહેશે કે –“બાઈબલ એજ સત્ય છે.”અને કોઈ હિંદુ કહેશે
કે-વેદો એજ સત્ય છે,તેઓ (વેદો) ખૂબજ પ્રાચીન છે.” મુસ્લિમ કહેશે-“ઈશ્વર નો આખરી શબ્દ એટલેજ કુરાન.”આપણે - સંસ્કૃતિ જેના માટે છે તેનાં નહી
પરંતુ જે સંસ્કૃતિ ના હોઈએ તેના જ ગુણગાન કરીએ છીએ.
જો કોઈ યુગો પર્યંત અસ્તિત્વ ધરાવતી
વસ્તુઓ માટે યશ લે,અને એવું માને કે-તે મારું છે,તો તે પરિપક્વતા છે.આ સંપતિ મારી
છે કારણ કે-હું પણ તે દિવ્યતા નો અંશ છું.”
સ્થળ અને કાળ પ્રમાણે દૈવી શક્તિના -
જુદી-જુદી જગ્યાઓ એ અલગ-અલગ અર્થઘટન થયાં.
કોઈ એક સમગ્ર બ્રહ્માંડ
નો જ્ઞાતા બની ને કહે કે- આ બધા જ સુંદર
ફૂલો મારા બાગીચા ના છે.”
સમગ્ર માણસજાત નો ઉત્ક્રાંતિ
ક્રમએ કંઈક માંથી શૂન્યઅને શૂન્ય માંથી સમગ્ર બ્રહ્માંડ સર્જન નો છે.
તમે એ નિરીક્ષણ કર્યું છે કે નાનાં બાળકો
મા તે એકત્વ ની ભાવના કે નિર્દોષતા હોય છે?આપણે જેમ મોટા થઈએ છીએ તેમ તે નિર્દોષતા
ગુમાવતા જઇ એ છીએ.અને વધાર-ને વધારે લુચ્ચા થતા જઇ એ છીએ.અજ્ઞાની ની નિર્દોષતા અને
બુદ્ધિમાન ની લુચ્ચાઈ ની કોઈ જ કિંમત નથી.
આત્મજ્ઞાન એ નિર્દોષતા અને બુદ્ધિમતા નું
એક દુર્લભ સંયોજન છે,અભિવ્યક્તિ માટે ભરપુર શબ્દો હોય છતાં,તેજ સમયે મૌન રહેવું,એ
સ્થિતિ મા મગજ વર્તમાન ક્ષણો મા મગ્ન હોય છે.જે જરૂરી હોય તે તમને સહજ રીતે,કુદરતી
રીતે જણાવવા મા આવે,તમે માત્ર શાંત ચિત્તે બેસો અને કુદરતના જ્ઞાન ને તમારા મા આત્મસાત કરો.
No comments:
Post a Comment