Friday, November 18, 2011

मशहूर शाईर वशीर “बद्र”.


૧૮.૧૧.૨૦૧૧
आज की बात मशहूर शाईर वशीर “बद्र” के नाम ..............
क्या आप किसी ऐसे शाइर को जानते हैं जिसे सिर्फ एक शे’र के कारण सारी दुनिया जानती हो ? उस शाइर का नाम बशीर ‘बद्र’ ही है, जिसने पन्द्रह बरस की उम्र में ही यह शे’र लिखकर उर्दू अदब की दुनिया में तहलका मचा दिया था–
उजाले अपनी यादों के हमारे साथ रहने दो
न जाने किस गली में जिन्दगी की शाम हो जाये


 उस वक्त का यह जुगनू कुछ ही दिनों में ‘बद्र’ बन गया और आज तक अपनी 
चाँदनी से उर्दू अदब को रौशन कर रहा है। अदब की दुनिया में वही शे’र
 मक़्बूल होता है, जो ज़िन्दगी से जुड़ा हुआ हो, जिसमें अपनापन हो और
 कोई बात करने का सलीका भी हो। ज़रा उनका यह शे’र देखें-
                               लोग टूट जाते हैं एक घर बनाने में
              तुम तरस नहीं खाते बस्तियां जलाने में


बशीर ‘बद्र’ के यहाँ हर मौज़ी पर शे’र मिल जाता है। ऐसे अनेक मौज़ूआत है, जिन पर बशीर ‘बद्र’ ने शे’र कहे हैं। लेकिन दरअस्ल, बशीर ‘बद्र’ मुहब्बत के शाइर हैं। उनका कहना है-

इतनी मिलती है मेरी ग़ज़लों से सूरत तेरी
लोग तुझको मेरा महबूब समझते होंगे



बशीर ‘बद्र’ की शाइरी में क़ुदरत की कारीगरी और बशीर ‘बद्र’ की हरदिलअज़ीज़ी का राज़ छिपा हुआ है...
 (सौजन्य हिंदी सहित्य ब्लॉग .....पिक्चर .....इन्टरनेट )

Thursday, November 17, 2011

હનુમાનજી અને નારદ


૧૬.૧૧.૨૦૧૧
આજે એક ટચુકડી સુંદર બોધ કથા............

                                           બોધ કથા
                        હનુમાનજી અને નારદ
એક વાર નારદજી ફરતા ફરતા સ્વર્ગ લોક માં જઇ ચડ્યા.
ભગવાન હાજર ન હતા.પરતું સિહાસન પાસે  ભગવાન ની એક ડાયરી પડી હતી.કુતુહલતા વશ નારદજીએ આ ડાયરી   જોવા માંડી.ડાયરી માં ભગવાને પોતાની અંગત વિગતો ટપકાવેલી હતી.આ ડાયરી માં ભગવાને પોતાના ખાસ ભક્તો ની યાદી પણ કરી હતી. નારદ નું પોતાનું નામ પ્રથમ સ્થાને જોઈ ખુબજ ખુશ થયાં.આખી યાદી જોઈ પરંતુ  હનુમાનજી નું નામ તેણે જોયું નહિ.નારદજી તો ખુશ ખુશાલ થઇ ગયા.પહોચ્યા હનુમાનજી પાસે.અંતરમાં આનંદ હોવાછતાં ગંભીર મુખ રાખી બોલ્યા ....અરે હનુમાનજી હુ તો આજે ખુબજ દુઃખી,દુઃખી થઇ ગયો છું. હનુમાનજીએ પૂછ્યું કેમ વળી?અરે ભક્તરાજ શું કહું તમને?” આજે હું સ્વર્ગ લોક માં ગયો હતો ત્યાં. મે ભગવાન ના ખાસ ભક્તો ની યાદી જોઈ.....પરંતુ ...તમને શું કહું ? તેમાં તમારું તો નામ જ નહિ ....મારું નામ પ્રથમ હોવા છતાં મને જરા પણ આનંદ ના થયો.તમે તો રામ ભક્તિ માં તમારી જાત સમર્પિત કરી દીધી ,અને તમારું નામ લખવાની દરકાર પણ ભગવાને ના લીધી.
હશે ...હનુમાનજી એ કહ્યું ...હું કયા નામ લખાવવા પ્રભુ ની ભક્તિ કરું છું?પરતું હનુમાનજી નાં મન માં શંકા નો કીડો સળવળવા લાગ્યો કે --આમ કેમ?
આજે જયારે હનુમાજી રામજી ની સેવા કરવા લાગ્યા ત્યારે રામજીને લાગ્યું કે સેવક આજે અસ્વસ્થ છે ,.
તેમણે હનુમાનજી ને પુછ્યું કે કેમ ભક્તરાજ તબિયત તો બરાબર છે ને?
હનુમાનજી-હાં મહારાજ
રામ-હનુમાનજી તમે કહો કે નાં કહો પરંતુ તમે આજે ચોક્કસ અસ્વસ્થ છો.
હનુમાનજી --- નાં..નાં..મહારાજ એ તો અમથુંજ.....
રામજીએ પોતાના સોગંધ દઇ હનુમાન ને દિલ ની વાત જણાવવા કહ્યું-
ત્યારે હનુમાનજીએ નારદજી એ કહેલ ડાયરી ની વાત કહી.
રામજી ખડખડાટ હસી પડ્યા ......
અરે ..ભક્તરાજ આટલીજ વાત છે ......નારદજીએ જોયેલી ડાયરી તો આમ ડાયરી છે ,તે સિવાય હું એક ખાસ નાની ડાયરી રાખું છું અને તેમાં માત્ર મને સમર્પિત ચાર પાંચ ભકતો  ના જ નામ રાખું છું...રામજીએ છાતીએ રાખેલ ડાયરી હનુમાનજી જોવા  ને આપી ........તેમાં પહેલું નામ હનુમાનજી નું 
હતું ....અ ડાયરી માં નરસિંહ,મીરાં,કબીર,અને તુકારામ પણ હતા......
હનુમાનજી –ની આંખો માંથી આસુંઓ ની ધારા વહેવા લાગી...પ્રભુ ! મને માફ કરો ...મે પામરે આપના પર શંકા કરી ...........   


   

Tuesday, November 15, 2011

બાળ દિન .


૧૪.૧૧.૨૦૧૧
આજે ૧૪ નવેમ્બર....ચાચા નહેરુ નો જન્મદિવસ .....બાળ દિન .......... શત શત  વંદન સહ.....jagat's speech....my script.....in his school days....



બાળ દિન 
વ્હાલા બાળ દોસ્તો ,
આજે ૧૪ મી નવેમ્બર છે. આજ નો દિવસ આખા દેશ માં બાળદિન તરીકે ઊજવવામાં આવે છે.પંડિત જવાહરલાલ નહેરુ નો જન્મ ૧૪ નવેમ્બર ૧૮૮૯ ના  અલ્લાહબાદ માં  થયો હતો.તેમાંના પિતા નું નામ મોતીલાલ અને માતા નું નામ સ્વરૂપ રાણી હતું .જવાહરલાલ ઇંગ્લેન્ડ માં ભાણી ને બેરિસ્ટર થયાં હતા.આપણા દેશ ને સ્વતંત્ર કરવા તેંઓ ઘણી વાર જેલ માં ગયા હતા .આપણો દેશ સ્વતંત્ર થયાં પછી તે આપણા દેશ ના પહેલા વડા પ્રધાન બન્યા તેમને બાળકો ખૂબજ વહાલાં હતાં,તેથી તેમનો જન્મદિવસ બાળ દિન તરીકે ઊજવાય છે.  
 નહેરુ ચાચા ને ગુલાબનું ફૂલ ખૂબજ ગમતું. ૨૭ મે ૧૯૬૪ ના રોજ તેમનું અવસાન થયું. તેંઓ એ આપણને “આરામ હરામ હે ‘’ નો મંત્ર આપ્યો. મિત્રો આજે  આપણે તેમનો આ મંત્ર જીવન માં ઉતારવાનો સંકલ્પ કરીએ.
જય હિંદ.......

જગત અવાશિયા
બાળ દિન નિમ્મિતે.......
ગુજરાત વિદ્યુત બોર્ડ ,પ્રાથમિક શાળા,
ધુવારણ 
ધોરણ -૩
૧૪.૧૧.૧૯૯૫
   

Monday, November 14, 2011

"જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત !!")




૧૩.૧૧ ૨૦૧૧
આજે  ચિ જગત (મારો પુત્ર) નો ઈ-મેઈલ ........


Dear all,

Hope you all are fine. Yesterday (Parthbhai's birthday) proved to be one of the memorable days for me.. 

I visited world's tallest building "Burj Khalifa"..Well, I am not finding the words to describe this thrilling experience..May be I am too small to say something on this tallest 
building of the world...!!

Fountain show at night, gathering of different cultures from all parts of the world,tower in moon light were the eye-catching moments..

I also had a chance to take the ride of Dubai metro,which is a driverless, fully automated metro network in the United Arab Emirates city of Dubai. (During this journey an unknown passenger started talking on his cell phone and believe me the language in which he started conversation was "Gujarati" -- and I experienced :  "જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત !!")

Sharing few pics..Hope you would like those..

Thanks & Regards,
Jagat










Facts about Burj Khalifa:

Burj Khalifa (Arabic: برج خليفة‎ "Khalifa Tower"), known as Burj Dubai prior to its inauguration, is a skyscraper in Dubai, United Arab Emirates, and is currently the tallest structure in the world, at 829.84 m (2,723 ft). Construction began on 21 September 2004, with the exterior of the structure completed on 1 October 2009. The building officially opened on 4 January 2010, and is part of the new 2 km2 (490-acre) flagship development called Downtown Dubai at the 'First Interchange' along Sheikh Zayed Road, near Dubai's main business district. The tower's architecture and engineering were performed by Skidmore, Owings and Merrill of Chicago, with Adrian Smith as chief architect, and Bill Baker as chief structural engineer.[10][11] The primary contractor wasSamsung C&T of South Korea.

Love & Regards,
Jagat




Monday, October 31, 2011

ઇન્દિરાજી


૩૧.૧૦.૨૦૧૧
આજે ૩૧ ઓક્ટોબર ..આપણા દેશ ના સૌથી શક્તિશાળી વડાપ્રધાન ઇન્દિરાજી ની પુણ્યતિથિ ........કોટી- કોટી નમન સહ .......


Indira Gandhi Nehru, was the Prime Minister of the Republic of India for three consecutive terms from 1966-77 and 1980-84 and one of the most famous women in 20th century politics.   She was India's first and to date, only female Prime Minister.


My grandfather once told me that there were two kinds of people: those who do the work and those who take the credit.
He told me to try to be in the first group; there was much less competition.--------Indira Gandhi  


મને પણ સરદાર થવું ગમે ........કેમ?


૩૧.૧૦.૨૦૧૧
આજે ૩૧ ઓક્ટોબર ......વ્રજ કરતાય કઠોર છતાં .......કુસુમ થી  પણ કોમળ એવા સરદાર સાહેબ ની જન્મ જયતિ... ...... શત ...શત.......    વંદન........ સહ.....jagat's speech....my script.....in his school days....



                                             મને પણ સરદાર થવું ગમે ........કેમ?

  માનનિય નિર્ણાયક ગણ ,
 શ્રોતાજનો, અને મ્હારા વહાલાં વિદ્યાર્થી મિત્રો,
  પ્રિયતા અને અપ્રિયતા નો વિચાર એટલો જુનો છે કે જેટલો જુનો મનુષ્ય.       
કોઈ ને ગાંધીજી થવું ગમે, કે કોઈ ને નહેરુ થવું ગમે, કોઈની પ્રેરણામૂર્તિ ઇન્દિરાજી હોય તો કોઈ અટલજી જેવા થવા ના સ્વપ્ન સેવતા હોય. આ દરેક નેતા પોત-પોતાની રીતે મહાન છે  અને તેમણે આ મહાન દેશ નાં ઘડતર માં પોતાનું યોગદાન આપેલું છે.પરંતુ મારા અંતર માં વસેલી મૂર્તિ તો સરદાર પટેલ ની જ છે.   મને તો સરદાર પટેલ જેવા જ થવાનું ગમે.   કદાચ તમને મારી આ પસંદ પર નવાઈ પણ લાગે. પરંતુ આજે આપણે દેશમાં જે સુખ-શાંતિ થી જીવી રહ્યાં છીએ તે દેશ નાં સાચા શિલ્પી સરદાર પટેલ જ છે. અંગ્રજો ભારત ને આઝાદી આપવા તો સમંત થયા પરંતુ તેમણે કૂટનીતિ કરી ભારતના ટુકડે-ટુકડા કરવાનું ષડયંત્ર રચ્યું અને જયારે ગાંધીજી જેવા મહાન નેતા પણ ભારતની પ્રજાને એક રાખી શક્યા નહી ,ત્યારે સરદાર વલ્લભ ભાઈ પટેલે તેમની ઠંડી તાકાત અને મહાન મુત્સદીગીરી થી ભારત ને એક તાતણે બાંધ્યું આઝાદીને સમયે આપણા દેશ માં અંગ્રજો આશ્રિત ઘણાં રજવાડાઓ હતાં.ત્યારે સરદારે બધાજ રાજવીઓં ને ભારતીય સંઘ માં ભળી જવા સમજાવ્યા અને જે રાજાઓ એ ભળવાની આનાકાની કરી તેની સામે લાલ આંખ કરતાં પણ અચકાયા નહિ..
મોટાભાગ નાં રાજવીઓં જેવાકે વડોદરાનાં  સયાજીરાવ,જામનગર નાં જામસાહેબ,  વગેરે સમજાવટ થી ભારતીય સંઘ માં વિલીન થયાં અને  હેદરાબાદ નાં નિઝામ, જુનાગઢ,કુતિયાણ અને પાલનપુર નાં નવાબો એ તેમાં ભળવાની આનાકાની કરી ત્યારે તેમની સામે કડક હાથે કામ લીધું.અને ભારતીય સંઘ માં જોડવા ફરજ પાડી.  અરે એ... બધી વાત તો જવા દો. પરંતુ ....આપણી પાસે રહેલું કાશ્મીર પણ સરદાર પટેલ ની મુત્સદી ને  કારણેજ રહી શક્યું છે. અને જો તેમને તેમની રીતે કામ કરવા દીધું હોત તો આજે આપણા શિર દર્દ સામો કાશ્મીર નો પ્રશ્ન જ નાં રહ્યો હોત.અને પૂરેપૂરું કાશ્મીર જ આપણા કબજામાં હોત .હુ તો દ્રઢ પણે માનું છું કે-ચાણક્ય પછી આપણા દેશ માં એક જ મુત્સદી પાક્યો હતો અને તે સરદાર  પટેલ જ હતાં.   મને સરદાર પટેલ થવું ગમે ,શા માટે? મિત્રો આઝાદીના પચાસ –પચાસ વર્ષમાં આપણે એકબીજા સામે ભસતા ઢગલાબંધ કુરકુરિયાં પેદા કર્યા છે પરંતુ એક પણ સરદાર પેદા કર્યો નથી........
  કરમસદ જેવા નાના ગામમાં જન્મેલા અભણ ખેડૂત પિતા ઝવેરભાઈ અને માતા લાડબાઈ નો આ પુત્ર નાનપણ થી જ ખૂબજ મહેનતુ,અને નીડર હતા.નાનપણ માં ૧૦ કિલોમીટર પગપાળા ચાલી અભ્યાસ કરવા જતા હતા પંચાયત નાં દિવાના પ્રકાશમાં વાંચી ને તેંઓ ભણ્યા હતાં.વકીલાત નું ભણી કામિયાબ બેરિસ્ટર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી..અમદાવાદ માં ગાંધીજી ની સભામાં ગાંધીજી પ્રત્યે આદર થી નહિ,પરંતુ તેંઓ દેશ ને કઈ રીતે આઝાદી અપાવવા માગે છે તેવા વિવિધ પ્રશ્નો લઇ ને ગયા હતા,પરંતુ ગાંધીજી ની વિચારસરણી થી પ્રભાવિત થઇ ને તેમનાં આજીવન સેવક બની ગયા.અને ગાંધીજી નાં કહ્યા પ્રમાણે દેશ ની આઝાદી ની ચળવળ માં પોતાની ઉજ્જવળ કારકિર્દી ને ઠોકર મારી જોડાઈ ગયા.તેંઓ ગાંધીજી નાં અદના સેવક તરીકે રહ્યા.આધુનિક ભારત નાં એ સાચા શિલ્પી અને ઘડવૈયા હતા.નીડરતા અને કર્તવ્ય નિષ્ઠા નાં અનેક ઉદાહરણો તેમની  જીદગી માં થી જોવા મળે છે.તેંઓ અદાલત માં એકવાર એક કેસ લડતા હતા,ત્યારે એક ટેલીગ્રામ આવ્યો,.આ ટેલીગ્રામ વાંચી તેને ખિસ્સામાં મૂકી કેસ ની દલીલ ચલુ રાખી દલીલો પૂરી થાય બાદ લોકો ને જાણવા મળ્યું કે તે ટેલીગ્રામ માં તેમનાં પત્ની ગુજરી ગયા નાં સમાચાર હતા.આવા દુ:ખદ પ્રસંગે પણ વિચલિત થાય વગર પોતાનું કર્તવ્ય બજાવનાર વ્યક્તિ જેવા થવાનું સૌ ને ગમે.
મિત્રો, સરદાર કેવાં દીધ્ર્દ્રષ્ટિ વાળા હતા  તે બતાવવા હું આપની  સમક્ષ એક ઉદાહરણ રજૂ કરું છું.ગાંધીજી ની હત્યા પછી અચાનક રેડીઓં પર શોકગ્રસ્ત ગીતો શરુ થયાં , તે જમાના મા ટી..વિ. નાં હતા. ઉદઘોષકે જણાવ્યું કે-- રાષ્ટ્રપિતા આપણી વચ્ચે રહ્યા નથી.તે પછી પંડિત નહેરુ રેડીઓં પર આવ્યા તેમણે કહ્યું કે –એક પાગલ માણસે બાપુ ની ગોળી મારી હત્યા કરી છે. તેમાનો કંઠ રૂંધાઈ ગયો ,ત્યાર પછી સરદાર વલ્લભભાઈ પટેલ રેડીઓ પર આવ્યા ,તેમણે કહ્યું કે –મહાત્મા ગાંધી ની હત્યા થઇ છે.એક હિંદુ નામે નાથુરામ ગોડસે એ ગોળી ચલાવી છે.આ કરુણ પ્રસંગે સરદાર સાહેબે સ્વસ્થતા ગુમાવી ન હતી. અને હત્યારાના નામ અને ધર્મ નો ઉલ્લેખ કરી તેમણે આખા દેશ ને કોમી રખમાણ માંથી ઊગારી લીધો હતો.આમ તેમની દીઘર્દ્રષ્ટિ આવા સંજોગ માં કામ આવી ગાંધીજી સાથે તેમણે અનેક સત્યાગ્રહ ની ચળવળ માં ભાગ લીધો.બારડોલી ના સફળ સત્યાગ્રહ બાદ ગાંધીજીએ તેમને સરદાર નું બિરુદ આપ્યું. હતું. ત્યાર  બાદ તે લોકો નાં લાડીલા સરદાર બની ગયા હતા..
આઝાદી  પછી તેંઓ ભારત નાં નાયબ વડાપ્રધાન રહ્યા હતા પરંતુ તેંઓ આપણી  કમનસીબીએ ઝાઝું જીવી શક્યા નહિ. આવા લોખંડી પુરુષ અને રમ્યતા સાથે રુદ્રતા ની મૂર્તિ સમા સરદાર થવા નું સ્વપ્ન કો ને નાં હોય?
                     -------જયહિન્દ-----------
સરદાર પટેલ ની ૧૨૪ મી જન્મ જયતિ નિમિત્તે ........
સરદાર પટેલ સમાજ(વડોદરા) દ્વારા આયોજિત  વ્રકૃત્વ  સ્પર્ધા,
દ્વિતીય વિજેતા ,
જગત અવાશિયા
તા. ૨૭.૧૦.૧૯૯૯.


Thursday, October 27, 2011

Happy Diwali


  ૨૬.૧૦.૨૦૧૧/૨૭.૧૦.૨૦૧૧ .........દીપાવલી/નૂતન વર્ષ

  આજે દિવાળી .....વિક્રમ સવંત ૨૦૬૭ નો છેલ્લો દિવસ........

   આવતી કાલ...થી...વિક્રમ સવંત ૨૦૬૮  નો પ્રારંભ..........


   હિમાલય ની શિતળતા,
   ગંગા ની પવિત્રતા,
   અને માનસરોવરની   સ્ફટિકમય શુદ્ધતા,
   આપના આત્મા અને અંતઃકરણ ને,
   દિવ્યતા સભર બનાવો એજ શુભ કામના.
નવલા વર્ષનું પરોઢ, આપ
                                   સૌના સોનેરી સોણલાં સાકાર કરે……!!
         સર્વે ને દીપાવલી /નૂતન વર્ષ ની  શુભ કામનાઓ ..........