Friday, October 22, 2010

કવિ શ્રી વિપિન પરીખ…

૨૧.૧૦.૨૦૧૦
કવિ શ્રી વિપિન પરીખ… ૮૦ વર્ષની વયે .૧૭.૧૦.૨૦૧૦ ના રોજ મુંબઈમાં અવસાન પામ્યા. શ્રદ્ધાંજલિ સહ .......આજે તેમના વિષે ..........
ભગવાન પણ ભોંઠા પડે.

માંગવાનું કહે છે તો માંગી રહું છું આ પ્રભુ!


દઈ દે મન એવું કે માંગે એ કશું નહી ! -----વિપિન પરીખ

વિપિન પરીખ આમ તો સામાજિક સભાનતાનાં કવિ છે. રોજીંદી ઘટનાઓ માંથી એ કાવ્યો કરી શકે છે. એમની કવિતા નો બીજો પણ એક મિજાજ છે. અને તે આંતર- નિરિક્ષણ.એક ક્ષણ કલ્પના કરો કે ખુદ ઈશ્વર આવીને કહે માંગ માંગ,માંગે તે આપું! આપણી ભીતર છુપાયેલો સાત જનમ નો લોભ વિરાટ ભિક્ષાપાત્ર લઇ ને ઉભો રહેશે .ઈશ્વેર આપતાં થાકે ,પણ આપણે લેતાન થાકીએ. એટલું લાલચુ છે આપણું મન.આપણે ચિરયાચક છીએ.આપણને પણ ખબર નાં પડે એમ આપણે કાકલુદી કરતાં હોઈએ છીએ. અને કરગરતા હોઈએ છીએ. વાતો ખુમારી અને સ્વમાન ની કરતાં હોઈએ છીએ.બાહ્ય

અને આંતરિક દરિદ્રતા સાથે જીવીએ છીએ. પરંતુ કેટલાય બગીચાઓ ની પાછળ રણનાં રણ છુપાયેલાં હોય છે. જાણી મરણ સુધી ગંધ આવતી નથી.
અહીં કવિએ ઉત્તમ વાત કરી છે .ખુદ ભગવાન પણ ભોંઠા પડે એવી વાત છે એ તો ઈશ્વર ને એટલુંજ કહે છે કે આપવું જ હોય તો એવું મન આપ ,જે કશુંય ન માંગે.મન સનાતન માંગણ છે. પણ. તદન નિસ્પૃહ મન જવી કોઈ મિરાત કે અમીરાત નથી .વિપિન પરીખે એક હાઇકૂ પણ લખ્યું છે....

મંદિર બહાર

ભિક્ષુક,ભીતર હું,

ફર્ક કેટલો?
મંદિર ની અંદર જનારાઓ પણ ભિખારી છે. પણ મંદિર બહાર ઊભેલો ભિખારી ભિખારી છે ને ભિખારી દેખાય છે આપણે દેખાતા નથી એટલું જ .
                                                                                                   .....સુરેશ દલાલ .

No comments: