Sunday, July 29, 2012

પપ્પા

૨૯.૦૭.૨૦૧૨

આજે ૨૯.૦૭.૨૦૧૨ શ્રાવણ સુદ અગિયારસ  ઋષિતુલ્ય પિતા મુ.વ. ભાસ્કરભાઈ નો જન્મદિવસ....કોટિ-કોટિ વંદન સહ..............




પ્રિય પપ્પા, 
મમ્મીને તુંકહીને બોલાવું છું કારણકે ઈશ્વરને પણ તુંકહીને બોલાવું છું. પણ તમને તો તમેજ કહીશ. કારણ કે, ‘તમેબહુવચન છે. પપ્પાપણ બહુવચન છે. જો એકવચન હોત, તો આપણે પપ્પાનહિ, ‘પપ્પોકહેતા હોત. આ દુનિયામાં આવ્યા પછી, જે પહેલો પુરૂષ મને મળ્યો, એ તમે હતાં. એટલે, મારા જીવતરના વ્યાકરણ માં તો, તમે હંમેશા પહેલો પુરૂષ બહુવચનજ રહેવાના.
પપ્પા, તમે ફક્ત એક જણ નથી. મારું મિત્ર વર્તુળ, મારો સમાજ, મારો દેશ અને મારું આખું વિશ્વ તમારા માં રહેલું છે. મારા વિશ્વની વસ્તી ગણતરીકરવા જાઉં તો, ફક્ત પપ્પાનામ ના ગ્રહમાં મારું આખું universe આવી જાય. મમ્મી ની વાત નથી કરતો કારણ કે વસ્તી ગણતરીમાં આપણે ઈશ્વર ની ગણતરી નથી કરતા. 

પપ્પા, તમારા માં આટલા બધા લોકો રહેતા હોય, તો તો પછી તમને તમેજ કેહવું પડે ને ! મંદિર શું કહેવાય ? એ તો બહુ મોડી ખબર પડી. બાળપણ માં, મને તો એમ જ હતું, કે ઈશ્વર ફક્ત ઘર માં જ રહે. મેં ભગવદ ગીતા વાંચી નથી, પણ તમને વાંચ્યા છે. જિંદગી કેમ જીવવી એવું તમે શીખવાડ્યું, એટલે તમે જ મારો ધાર્મિક ગ્રંથ છો. સાચું કહું, આમ તો, તમે જ મારો ધર્મ છો. 
પપ્પા, હું નાનપણ માં મમ્મી ને પૂછતો કે હું આ દુનિયા માં કેવી રીતે આવ્યો?’. ત્યારે મમ્મી મને કેહતી કે ઈશ્વરની પાસે નાના બાળકો ની દુકાન છે. એ દુકાન માં તમે અને મમ્મી ગયેલા અને ત્યાં રહેલા અસંખ્ય બાળકો માં થી, તમે મને પસંદ કર્યો. એટલે હું આ દુનિયા માં આવ્યો.
મોટા થયા પછી, આટલું બધું ભણ્યા પછી........... હવે મને મમ્મી ની વાત સમજાય છે કે મમ્મી જે કેહતી , એ જ સાચું હતું. 
પપ્પા, હું તમારી દુનિયા માં આવ્યો, એની ઉજવણી તો તમે કરી લીધી, મારા જન્મ વખતે. પણ, તમે મને મળ્યા એની ઉજવણી મારે કરવી છે. બાળપણ માં જન્મદિવસની ઉજવણી વખતે હું મીણબત્તીઓલવી ને, કેક કાપતો ત્યારે તમે અને મમ્મી તાળીઓ પાડતા. ત્યારે હું કેટલો નાદાન હતો ? મને તો એ પણ ખબર નહોતી કે ઉજવવા જેવી ઘટના તો મારી બાજુ માં હતી. ACTUALLY, તે સમયે ફૂંક જન્મ દિવસ ને મારવાની હતી અને ઉજવણી તમારી કરવાની હતી. 
પપ્પા, મને જન્મ આપવાનું સુખ તમને મળ્યુ નથી. એ CREDIT તો મમ્મી લઇ ગઈ. પણ એ એક પુણ્યગુમાવવા છતાં, તમે કેટલું બધું COMPENSATE કરી લીધું છે, એવી ઈશ્વરને ખબર પડી જાય, તો મારા NEXT BIRTH વખતે નક્કી, તમે જ મને જન્મ આપશો. પપ્પા, તમે મને જન્મારો આપી શકો, તો જન્મ કેમ નહિ ? 

પપ્પા, તમે ક્યારેય કેહતા નથી કે તમે કેટલો પ્રેમ કરો છો. તો ય, સાલી મને ખબર પડી જાય છે. પપ્પા, તમે ફોન ઉપર ફક્ત બે મિનિટવાત કરો છો, તો પણ એવું લાગે છે જાણે હું આજે પણ તમારા ખભ્ભા ઉપર બેસી, તમને સાંભળુ છું. 

પપ્પા, મેં અત્યાર સુધી ખૂબ જ સારી દુનિયા જોઈ છે. કારણ કે, આ દુનિયા, મેં તમારા ખભ્ભા ઉપર બેસી ને જોઈ છે. તમે જે રીતે લોકોને જુઓ છો, એ જ દ્રષ્ટિ, તમે મને વારસા માં આપી છે. તમે આપેલી દ્રષ્ટિ માં, દૂર દૂર સુધી, એક પણ ખરાબ જણ દેખાતું નથી. પપ્પા, આ દુનિયા સારી છે કારણ કે, તમે મને મારા પહેલા જન્મદિવસે ભેંટ માં આપેલી દ્રષ્ટિ પણ સારી છે. તમે જ કહો છો, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. 

પપ્પા, મને એમ હતું કે મારા જીવન ના કપરા સમય માં, તમે મારી સાથે ચાલશો. પણ, તમે મારી સાથે ચાલ્યા નહી. તમે તો, મને ઊંચકી ને, એકલા જ ચાલ્યા. 

આજે પણ તમારા પર મને એટલો જ વિશ્વાસ છે જેટલો નાનપણ માં હતો, જયારે તમે મને હવા માં ઉછાળતા અને હું નીચે આવું ત્યારે પકડી લેતાં. મને વિશ્વાસ છે, કે તમે આજે પણ મને પડવા દેશો નહિ. અને કદાચ, પડું પણ ખરો...... તો મને પડ્યો રહેવા દેશો નહિ. 

પપ્પા, તમે ઈશ્વર નથી. કારણ કે, ઈશ્વર ક્યારેય દેખાતા નથી. પપ્પા, તમે ઈશ્વર નથી કારણ કે ઈશ્વર હંમેશા મારી દરેક ઇચ્છાઓ પુરી નથી કરતા. ઈશ્વર ક્યારેય મારી બાજુ માં બેસી ને, મને સમજાવતા નથી. મારા ખભ્ભા ઉપર હાથ રાખી ને, ‘હું તારી સાથે છુંએવું ઈશ્વર તો કયારેય બોલતા નથી. તો પછી, તમે ઈશ્વર કેવી રીતે ? 

ઈશ્વર ને રોજ મારી ચિંતા નથી થતી. ઈશ્વર તો મારી વાત ન પણ સાંભળે પણ તમે તો હંમેશા મારી વાત સાંભળો છો. તો તમે ઈશ્વર કેવી રીતે ? 

હું બોલાવું, તો ઈશ્વર મંદિરમાં સાવ નવરા હોવા છતાં પણ મંદિર છોડી ને મારી પાસે આવતા નથી. તમે તો ઓફીસનું આટલું કામ પડતું મૂકી ને પણ મારી પાસે આવી જાવ છો. તો તમે ઈશ્વર કેવી રીતે ? 

પપ્પા, તમે ઈશ્વર નથી. કારણ કે ઈશ્વર તો સુખ અને દુઃખ બંને આપે. તમે તો ફક્ત સુખ જ આપો છો. 
સાભાર  -ડો.નિમિત ઓઝા




Wednesday, July 25, 2012

.દેવાધીદેવ મહાદેવ

૨૫.૦૭.૨૦૧૨
આજે ૨૫.૦૭.૨૦૧૨ શ્રાવણ સુદ સાતમ..............દેવાધીદેવ મહાદેવ ને પ્રણામ સહ....
હે શિવ !
મારાં ત્રણ પાપ બદલ
મને ક્ષમા કરજો.
હું તીર્થયાત્રા માટે કાશી આવ્યો ત્યારે
ભૂલી ગયો કે તમે સર્વવ્યાપી છો !
હું સતત તમારો વિચાર કરું છું, કારણ કે
હું ભૂલી જાઉં છું કે તમે તો વિચારોથી પર છો !
હું તમને પ્રાર્થના કરું છું ત્યારે ભૂલી જાઉં છું
કે તમે તો શબ્દોથી પર છો !
-આદિ શંકરાચાર્ય
આપણને અસીમ ચાહતાં આવડતું નથી. આપણે બધાંને ટુકડાંઓમાં જ ચાહીએ છીએ. ઈશ્વરને પણ આપણે આપણી સગવડ પ્રમાણે વેતરી નાંખ્યો છે…               સંકલિત 

Sunday, July 22, 2012

.એક......one....THE POWER OF ONE...

૨૧.૦૭.૨૦૧૨ ...
આજે...............એક......one........
THE POWER OF ONE...

ONE SONG CAN SPARK MOMENT

       ONE FLOWER CAN WAKE THE DREAM

ONE TREE CAN START A FOREST

ONE BIRD CAN HERALD SPRING...

     ONE SMILE CAN BEGIN A FRIENDSHIP

ONE HAND CLASP LIFTS A SOUL

ONE STAR CAN GUIDE A SHIP AT SEA

ONE WORD CAN FRAME THE GOAL.

ONE VOTE CAN CHANGE A NATION..

ONE SUNLEAM LIGHTS A ROOM

ONE CANDLE WIPES OUT DARKNESS..

ONE LAUGH CAN CONQUER GLOOM...

ONE STEP MUST START EACH JOURNEY

ONE WORD CAN STARTEACH PRAYER

ONE HOPE WILL RAISE OUR SPIRITS

ONE TOUCH CAN SHOW YOU CARE.

ONE VOICE CAN SPEAK WITH WISDOM

ONE HEART CAN KNOW WHAT IS TRUE

ONE LIFE CAN MAKE A DIFFERENCE

YOU SEE, IT IS UP TO YOU............
(સંકલિત.........)

Saturday, July 21, 2012

નદી......

૨૦.૦૭.૨૦૧૨..........આજે .....નદી......





                         પહાડની ઊંચાઈને છોડ્યા પછી,


  આ નદી પહોંચી શકી સાગર સુધી.

-
અઝીઝ ટંકારવી –

Thursday, July 19, 2012

અલવીદા........કાકા.....

૧૯.૦૭.૨૦૧૨
અલવીદા........કાકા......અભિનેતા-સુપર સ્ટાર રાજેશ ખન્ના નું ગઈ કાલે નિધન થયું,......શ્રદ્ધાંજલિ..........
मौत तू एक कविता है / गुलज़ार
मौत तू एक कविता है
मुझसे एक कविता का वादा है मिलेगी मुझको

डूबती नब्ज़ों में जब दर्द को नींद आने लगे
ज़र्द सा चेहरा लिये जब चांद उफक तक पहुँचे
         
दिन अभी पानी में हो, रात किनारे के करीब
         
ना अंधेरा ना उजाला हो, ना अभी रात ना दिन

जिस्म जब ख़त्म हो और रूह को जब साँस आऐ
मुझसे एक कविता का वादा है मिलेगी मुझको
(इस कविता को हिन्दी फ़िल्म "आनंद" में डा. भास्कर बैनर्जी नामक चरित्र के लिये लिखा गया था .) 
मुझको इतनी मोहब्बत न दो दोस्तों 

मुझको इतनी मोहब्बत न दो दोस्तों 
मुझको इतनी मोहब्बत न दो दोस्तों 
सोच लो दोस्तों 
इस कदर प्यार कैसे संभालूँगा मैं 
मैं तो कुछ भी नहीं 

प्यार .. प्यार इक शख्स का भी अगर मिल सके तो बड़ी चीज़ है ज़िन्दगी के लिए 
आदमी को मगर ये भी मिलता नहीं ये भी मिलता नहीं . 

मुझको इतनी मोहब्बत मिली आपसे .. मुझको इतनी मोहब्बत मिली आपसे .. ये मेरा हक़ नहीं मेरी तकदीर है 
मैं ज़माने की नज़रों मैं कुछ भी न था .. मैं ज़माने की नज़रों मैं कुछ भी न था 
मेरी आँखों मैं अब तक वोह तस्वीर है . 

इस मोहब्बत के बदले , मैं क्या नज़र दूं 
मैं तो कुछ भी नहीं .

इज्ज़तें शोहरतें चाहतें उल्फतें 
कोई भी चीज़ दुनिया मैं रहती नहीं 
आज मैं हूँ जहाँ कल कोई और था .. आज मैं हूँ जहाँ कल कोई और था 
ये भी एक दौर है वो भी एक दौर था

आज इतनी मोहब्बत न दो दोस्तों .. आज इतनी मोहब्बत न दो दोस्तों 
क़ि मेरे कल की खातिर न कुछ भी रहे 
आज का प्यार थोडा बचा कर रखो.. आज का प्यार थोडा बचा कर रखो 
मेरे कल के लिए 
कल कल जो गुमनाम है .. कल जो सुनसान है .. कल जो अनजान है ..कल जो वीरान है 

मैं तो कुछ भी नहीं हूँ ..मैं तो कुछ भी नहीं हूँ 







હનુમાનજી અને નારદ


૧૮.૦૭.૨૦૧૨
આજે એક બોધ વાર્તા. .......     હનુમાનજી અને નારદ

એક વાર નારદજી ફરતા ફરતા સ્વર્ગ લોક માં જઇ ચડ્યા.
ભગવાન હાજર ન હતા.પરતું સિહાસન પાસે  ભગવાન ની એક ડાયરી પડી હતી.કુતુહલતા વશ નારદજીએ આ ડાયરી   જોવા માંડી.ડાયરી માં ભગવાને પોતાની અંગત વિગતો ટપકાવેલી હતી.આ ડાયરી માં ભગવાને પોતાના ખાસ ભક્તો ની યાદી પણ કરી હતી. નારદ નું પોતાનું નામ પ્રથમ સ્થાને જોઈ ખુબજ ખુશ થયાં.આખી યાદી જોઈ પરંતુ  હનુમાનજી નું નામ તેણે જોયું નહિ.નારદજી તો ખુશ ખુશાલ થઇ ગયા.પહોચ્યા હનુમાનજી પાસે.અંતરમાં આનંદ હોવાછતાં ગંભીર મુખ રાખી બોલ્યા ....અરે હનુમાનજી હુ તો આજે ખુબજ દુઃખી,દુઃખી થઇ ગયો છું. હનુમાનજીએ પૂછ્યું કેમ વળી?અરે ભક્તરાજ શું કહું તમને? આજે હું સ્વર્ગ લોક માં ગયો હતો ત્યાં. મે ભગવાન ના ખાસ ભક્તો ની યાદી જોઈ.....પરંતુ ...તમને શું કહું ? તેમાં તમારું તો નામ જ નહિ ....મારું નામ પ્રથમ હોવા છતાં મને જરા પણ આનંદ ના થયો.તમે તો રામ ભક્તિ માં તમારી જાત સમર્પિત કરી દીધી ,અને તમારું નામ લખવાની દરકાર પણ ભગવાને ના લીધી.
હશે ...હનુમાનજી એ કહ્યું ...હું કયા નામ લખાવવા પ્રભુ ની ભક્તિ કરું છું?પરતું હનુમાનજી નાં મન માં શંકા નો કીડો સળવળવા લાગ્યો કે --આમ કેમ?
આજે જયારે હનુમાજી રામજી ની સેવા કરાવા લાગ્યા ત્યારે રામજીને લાગ્યું કે સેવક આજે અસ્વસ્થ છે ,તેમણે હનુમાનજી ને પુછ્યું કે કેમ ભક્તરાજ તબિયત તો બરાબર છે ને?
હનુમાનજી-હા....મહારાજ
રામ-હનુમાનજી, તમે કહો કે નાં કહો પરંતુ તમે આજે ચોક્કસ અસ્વસ્થ છો.
હનુમાનજી --- નાં..નાં..મહારાજ એ તો અમથુંજ.....
રામજીએ પોતાના સોગંધ દઇ હનુમાન ને દિલ ની વાત જણાવવા કહ્યું-
ત્યારે હનુમાનજીએ નારદજી એ કહેલ ડાયરી ની વાત કહી.
રામજી ખડખડાટ હસી પડ્યા ......
અરે ..ભક્તરાજ આટલીજ વાત છે ......નારદજીએ જોયેલી ડાયરી તો આમ ડાયરી છે ,તે સિવાય હું એક ખાસ નાની ડાયરી રાખું છું અને તેમાં માત્ર મને સમર્પિત ચાર પાંચ ભકતો  ના જ નામ રાખું છું...રામજીએ છાતીએ રાખેલ ડાયરી હનુમાનજી જોવા  ને આપી ........તેમાં પહેલું નામ હનુમાનજી નું હતું ....અ ડાયરી માં નરસિહ, મીરાં,કબીર,અને તુકારામ પણ હતા......
હનુમાનજી –ની આંખો માંથી આસુંઓ ની ધારા વહેવા લાગી...પ્રભુ ! મને માફ કરો ...મે પામરે આપના પર શંકા કરી ...........   




Thursday, July 5, 2012