૧૮.૦૭.૨૦૧૨
આજે એક બોધ
વાર્તા. ....... હનુમાનજી અને નારદ
એક
વાર નારદજી ફરતા ફરતા સ્વર્ગ લોક માં જઇ ચડ્યા.
ભગવાન
હાજર ન હતા.પરતું સિહાસન પાસે
ભગવાન ની એક ડાયરી પડી હતી.કુતુહલતા વશ
નારદજીએ આ ડાયરી જોવા માંડી.ડાયરી માં
ભગવાને પોતાની અંગત વિગતો ટપકાવેલી હતી.આ ડાયરી માં ભગવાને પોતાના ખાસ ભક્તો ની
યાદી પણ કરી હતી. નારદ નું પોતાનું નામ પ્રથમ સ્થાને જોઈ ખુબજ ખુશ થયાં.આખી યાદી
જોઈ પરંતુ હનુમાનજી નું નામ તેણે જોયું
નહિ.નારદજી તો ખુશ ખુશાલ થઇ ગયા.પહોચ્યા હનુમાનજી પાસે.અંતરમાં આનંદ હોવાછતાં
ગંભીર મુખ રાખી બોલ્યા ....અરે હનુમાનજી હુ તો આજે ખુબજ દુઃખી,દુઃખી થઇ ગયો છું.
હનુમાનજીએ પૂછ્યું કેમ વળી?અરે ભક્તરાજ શું કહું તમને?” આજે હું સ્વર્ગ લોક માં ગયો હતો ત્યાં.
મે ભગવાન ના ખાસ ભક્તો ની યાદી જોઈ.....પરંતુ ...તમને શું કહું ? તેમાં તમારું તો
નામ જ નહિ ....મારું નામ પ્રથમ હોવા છતાં મને જરા પણ આનંદ ના થયો.તમે તો રામ ભક્તિ
માં તમારી જાત સમર્પિત કરી દીધી ,અને તમારું નામ લખવાની દરકાર પણ ભગવાને ના લીધી.
હશે
...હનુમાનજી એ કહ્યું ...હું કયા નામ લખાવવા પ્રભુ ની ભક્તિ કરું છું?પરતું
હનુમાનજી નાં મન માં શંકા નો કીડો સળવળવા લાગ્યો કે --આમ કેમ?
આજે
જયારે હનુમાજી રામજી ની સેવા કરાવા લાગ્યા ત્યારે રામજીને લાગ્યું કે સેવક આજે
અસ્વસ્થ છે ,તેમણે હનુમાનજી ને પુછ્યું કે કેમ ભક્તરાજ તબિયત તો બરાબર છે ને?
હનુમાનજી-હા....મહારાજ
રામ-હનુમાનજી,
તમે કહો કે નાં કહો પરંતુ તમે આજે ચોક્કસ અસ્વસ્થ છો.
હનુમાનજી
--- નાં..નાં..મહારાજ એ તો અમથુંજ.....
રામજીએ
પોતાના સોગંધ દઇ હનુમાન ને દિલ ની વાત જણાવવા કહ્યું-
ત્યારે
હનુમાનજીએ નારદજી એ કહેલ ડાયરી ની વાત કહી.
રામજી
ખડખડાટ હસી પડ્યા ......
અરે
..ભક્તરાજ આટલીજ વાત છે ......નારદજીએ જોયેલી ડાયરી તો આમ ડાયરી છે ,તે સિવાય હું
એક ખાસ નાની ડાયરી રાખું છું અને તેમાં માત્ર મને સમર્પિત ચાર પાંચ ભકતો ના જ નામ રાખું છું...રામજીએ છાતીએ રાખેલ ડાયરી
હનુમાનજી જોવા ને આપી ........તેમાં
પહેલું નામ હનુમાનજી નું હતું ....અ ડાયરી માં નરસિહ, મીરાં,કબીર,અને તુકારામ પણ
હતા......
હનુમાનજી
–ની આંખો માંથી આસુંઓ ની ધારા વહેવા લાગી...પ્રભુ ! મને માફ કરો ...મે પામરે આપના
પર શંકા કરી ...........
No comments:
Post a Comment