Wednesday, July 25, 2012

.દેવાધીદેવ મહાદેવ

૨૫.૦૭.૨૦૧૨
આજે ૨૫.૦૭.૨૦૧૨ શ્રાવણ સુદ સાતમ..............દેવાધીદેવ મહાદેવ ને પ્રણામ સહ....
હે શિવ !
મારાં ત્રણ પાપ બદલ
મને ક્ષમા કરજો.
હું તીર્થયાત્રા માટે કાશી આવ્યો ત્યારે
ભૂલી ગયો કે તમે સર્વવ્યાપી છો !
હું સતત તમારો વિચાર કરું છું, કારણ કે
હું ભૂલી જાઉં છું કે તમે તો વિચારોથી પર છો !
હું તમને પ્રાર્થના કરું છું ત્યારે ભૂલી જાઉં છું
કે તમે તો શબ્દોથી પર છો !
-આદિ શંકરાચાર્ય
આપણને અસીમ ચાહતાં આવડતું નથી. આપણે બધાંને ટુકડાંઓમાં જ ચાહીએ છીએ. ઈશ્વરને પણ આપણે આપણી સગવડ પ્રમાણે વેતરી નાંખ્યો છે…               સંકલિત 

No comments: