Saturday, February 28, 2015

માજી વડાપ્રધાન શ્રી મોરારજી દેશાઈ


૨૮.૦૨.૨૦૧૫
માજી વડાપ્રધાન શ્રી  મોરારજી દેશાઈ નો જન્મદિવસ ૨૯ ફેબ્રુઆરી.....એક ઝલક......




                          વલસાડ ના અવ્વલ અનાવિલ....

એક જમાના માં સુરત ના ત્રણ નન્ના જાણીતા હતા.:નર્મદ,નવલરામ અને નંદશંકર.દક્ષિણ ગુજરાત ના અનાવીલો ના ત્રણ મમ્મા કોણ?જવાબ છે: મોનજી રૂદર,મહાદેવભાઇ દેશાઈ  અને મોરારજીભાઈ દેશાઈ.ચોથા મ મુકવા હોય,તો ગો સેવક મણીભાઈ ને યાદ કરવા રહ્યા.
અનાવિલ ની વ્યખ્યા શી?જે માણસ તમને પંપાળતો હોય તોય નખોરિયા ભરાવે  છે એવું લાગે,તેને અનાવિલ જાણવો.મોરારજીભાઈ અનાવિલ હતા.  
કેટલાક માણસો ની પર્સનાલીટી જ જરા વિશિષ્ઠ હોય છે.એ પ્રશંશા કરવા માં કાયમ કરકસર કરે,પરંતુ ટીકા કરવા માં વાર ના લગાડે.એ સદભાવ પ્રકટ કરવા માં વિલંબ કરે,પરંતુ અણગમો તુરત પ્રગટ કરે..એ કોઈ નો ઝટ સ્વીકાર ના કરે,પરંતુ એને દુર કરવા માં ઉતાવળ કરે.મોરારજીભાઈ સામે વાળા ને સ્નેહ કરતાં હોય,તોય એ માણસ ને તે વાત ની ખબર ન પડે.વાણી કઠોર હતી,તેથી કાયમ શત્રુ ઉછેર કેન્દ્ર ના માલિક બની રહ્યા.શાસન(ગવર્નન્સ ) કેમ કરવું તેની સુક્ષ્મ સમજ તેની પાસે હતી.એમની પાસે યોગ્ય નિર્ણય ઝડપ થી લેવાનું સામર્થ્ય હતું.  
ગુણવંત શાહ...

સુબ્રહ્નણ્યમ સ્વામીને ‘સીધી બાત’ કાર્યક્રમમાં એમજેઅકબરે અંતે એક
પ્રશ્ન પૂછ્યો હતો: ‘તમારા અભિપ્રાય મુજબ ભારતના શ્રેષ્ઠ વડાપ્રધાન કોણ?’
એક ક્ષણના પણ વિલંબ વિના સ્વામીએ કહ્યું: ‘મોરારજી દેસાઇ ભારતના શ્રેષ્ઠ
વડાપ્રધાન હતા.’ તરત  અકબરે વળતો પ્રશ્ન કર્યો: ‘તમે મોરારજીભાઇને
શ્રેષ્ઠ વડાપ્રધાન કયા કારણે કહો છો?’ સ્વામીનો જવાબ હતો: ‘ઉનકી કથની ઔર
કરણી મેં અંતર નહીં થા.’ આવા મોરારજીભાઇના નામે આજે દેશમાં એક પણ
યુનિવર્સિટી નથીએક પણ હોલ નથીએક પણ પુલ નથી કે એક પણ એવોર્ડ નથી.
ગુણવંત શાહ...


No comments: