Thursday, October 5, 2017

(113)..upgrade થાતાં રહો

05/10/2017..(113)..upgrade થાતાં રહો

આજ થી ૧૫ - ૧૭ વર્ષ પેહલા લગભગ એવી કોઈ જ જગ્યા નોહતી જ્યાં PCO ના હોય..પછી ધીમે ધીમે બધા ના ઘર માં લેન્ડલાઈન ની સુવિધા થાવ માંડી...ધીમે ધીમે PCO ઓછા થવા લાગ્યા...અને પછી વિશ્વ્ માં જન્મ લીધો મોબાઇલે...લગભગ PCO બંધ...
 હવે PCO વાળા એ મોબાઈલ ના રિચાર્જ અને બિલ ભરવાના કરી દીધા..અને હવે તો રિચાર્જ અને બિલ પણ ઓનલાઇન ભારત થઇ ગયા છે...તમે ક્યારેય એ તરફ ધ્યાન વાળ્યું..?                
  આજે બજાર માં દરેક ચોથી-પાંચ મી દુકાન મોબાઈલ ની છે. સેલ, સર્વિસ, રિચાર્જ, એસેસરીઝ , રીપેર તથા મોબાઈલ ને લગતી કોઈ પણ હલી કરવી હોય...
આજે લગભગ બધું "Paytm" થી થઇ ગયુ છે...હવે તો લોકો રેલવે ની ટિકિટ પણ મોબાઈલ થી કરાવવા લાગ્યા છે...હવે રૂપિયા -પૈસા નું લેણદેણ પણ બદલાઈ રહ્યું છે....રોકડ રૂપિયા ની જગ્યા પેહલા પ્લાસ્ટિક  મની એ લીધી...અને હવે તો ડિજિટલ લેવડદેવડ થઇ ગયું છે...
દુનિયા ખુબ ઝડપ થી બદલાઈ રહી છે...આંખ , કાન , નાક , મગજ ખુલ્લું રાખો નહીંતર તમે પાછળ રહી જાશો...૧૯૯૮ માં "કોડાક" કંપની માં ૧,૭૦,૦૦૦ કર્મચારીઓ કામ કરતા હતા અને તેઓ દુનિયા ના ૮૫% ફોટો પેપર વેંચતા હતા... થોડા જ વર્ષો માં "ડિજિટલ ફોટોગ્રાફી" એ તેમને બજાર માંથી બહાર ફેંકી દીધા.. "કોડાક" દેવાળિયું થઇ ગયું... તેમના બધા જ કર્મચારીઓ રસ્તા પાર આવી ગયા.. મુદ્દા ની વાત એ છે કે.. તમને અંદાજો પણ છે કે આવતા ૧૦ વર્ષો માં વિશ્વ સંપૂર્ણ પરિવર્તન પામશે...આજે ચાલનારા ૭૦ થી ૮૦% ઉદ્યોગો બંધ થઇ જશે...
    "ચોથી ઔદ્યોગિક ક્રાંતિમા તમારું સ્વાગત છે...   " "ઉબેર" ફક્ત એક સોફ્ટવેર છે. તેમની પોતાની એકપણ કાર નથી તેમછત્તા તે દુનિયાની સૌથી મોટી ટેક્ષી કંપની છે.
 Airbnb દુનિયાની સૌથી મોટી હોટેલ કંપની છે , જયારે તેમની ખુદની પાસે તો પોતાની એકપણ હોટેલ નથી..અમેરિકા માં યુવા વકીલો માટે હવે કોઈ જ કામ નથી બચ્યું...કારણકે IBM Watson નામનું એક સોફટવેર પાપંણના ઝબકારામાં વધારે સારી Legal Advise  આપીદે છે...આવતા ૫ થી ૭ વર્ષ માં ૯૦% વકીલોને ઘરે બેસવાનો વારો આવશે...અને જે બાકી બચ્યા હશે તે ઉત્તમ પ્રકારના જે-તે બાબત ના નિષ્ણાંત હશે...Watson  નામક આ સોફ્ટવેરે કેન્સર નું ડાયગ્નોસિસ મનુષ્યની ચોક્કસાઈ કરતા ૪ ઘણી વધુ ચોક્કસાઈએ કરે છે...અંદાજે અંદાજે ૨૦૩૦ થી તે ૨૦૩૫ સુધી માં કમ્પ્યુટર મનુષ્ય કરતા વધારે હોશિયાર થઇ ગયું હશે...૨૦૧૮ પૂરું થાય તે પેહલા પેહલા ડ્રાઈવર વગર ની કાર રસ્તા પર સેવા આપવા માટે આવિષ્કાર પામી ચુકી હશે...૨૦૨૦ સુધી માં આ એક જ આવિષ્કાર દુનિયા પલ્ટીનાંખવાની શરૂઆત કરાવી દેશે....આવતા ૧૫-૧૭ વર્ષોમાં લગભગ કાર ગાયબ થતી અનુભવશો.... જે વધશે તે કાંતો Electric કાર  હશે અથવાતો હાયબ્રીડ.......રસ્તાઓ ખાલી જોવા મળશે...પેટ્રોલ ની નહિવત જરૂર પડશે....આરબ દેશો મુશ્કેલી માં મુકાવા લાગશે, આર્થિક તાણ અનુભવવા લાગશે...

તમે પોતે Uber જેવા એક સોફ્ટવેરે થી કાર મંગાવશો અને પલભર માં એક ડ્રાઈવર વગર ની કાર તમારી આસપાસસ આવી જશે....અને એ સવારી જો તમે કોઈ અન્ય સાથે વહેચણીમાં લેશો તો તમને સવારી તમારા બાઇક કરતા પણ સસ્તી પડશે.. Driverless કાર હોવાના કારણે અકસિડેન્ટ્સ થવાના લગભગ બંધ જ થઇ જશે....એટલે insurance અને વીમા કંપની પણ ઘર ભેગી..ડ્રાઈવર નામ નો રોજગાર લુપ્ત થઇ  જશે...જયારે શહેરો અને રસ્તો પર થી ૯૦% ગાડીઓ ગાયબ થઇ જશે તો ટ્રાફિક અને પાર્કિંગ નામની કંટાળાજનક સમસ્યા નો અંત આપોઆપ આવી જશે....એટલે સમય અનુસાર તમારી માનસિકતાના update version ચકાસતા રહો અને upgrade થાતાં રહો....

No comments: