Sunday, May 1, 2011

પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ?


     30.04.2011

કર્મેનિષ્ટ, કેળવણીકાર,ઋષિ પિતા મુ.વ. ભાસ્કરભાઈનીપુણ્ય તિથી એ 
પિતા ઉપર એક  સુંદર કાવ્ય અને મજાનો  એક લેખ .....બન્ને સંકલિત .........




સુંદર ભાવો અને ઉત્તમ વિચારો
આંખ ભીની કરી ગયા એ વિચારો
એતો કરીદેશે માફ, છે તાત અમારા
હા, કરીયે શુભ ભાવના તાત અમારા
તમે જે આપ્યુ જ્યારે પણ આપ્યુ
જરુર કરતા બધુ વધુ જ આપ્યુ
હૈયે રૂદન છે, કારણ અમે જે આપ્યુ
અમને સદા ઓછુ અને અધુરુ લાગ્યુ.
હવે એટલું જ ચિંતવુ આ પિતૃ દિને
પ્રભુ પાસે ભવોભવ છાયા તમારી મળે
                ............  વિજય શાહ



પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ?
કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે,  સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશેજ વધારે કહે  છે,
 
દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયા છે.  લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે.   સારી વસ્તુ ને માતાની જ ઉપમા આપવામાં આવે છે. પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી.
 
કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર, વ્યસની અને મારઝૂડ કરનારા જ હોયછે.  આવા પિતાઓ સમાજમાં એકાદ-બે ટકા હશેજ પણ સારા પિતાઓ વિષે શું લખાયું છે ?
 
માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે. માતા રડીને છૂટી થઇ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએજ કરવું પડે છે. અને રડવા કરતા સાંત્વન આપવામાં વધુ મહેનત કરવી પડે છે કારણકે દીવા કરતા દીવી વધારે ગરમ હોય છેને ! પણ શ્રેય તો હમેશા દીવાનેજ મળે છે. રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી જઈએ છીએ ? બધાની સામે મોકળા મને માતા રડી શકે છે.
 
દેવકી-યશોદા ના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિત પણે લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ.  રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય  છે પણ પુત્ર  વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા.
 
 
પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે. તેમનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે ” આપણાંનસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે ”.  તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે.  દીકરા દીકરી નેનવા જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો લેંઘોજ  વાપરશે. સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમનાજ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો  હશે  તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે. ઘણીવાર તો ખાલી પાણી લગાડી નેજ દાઢી કરી લેતાં હોય છે.
 
પિતા માંદા પડે ત્યારે તરતજ  દવાખાને  જતા નથી. તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગે છે.  કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે.  
 
ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી.  પહોચ  હોય કે નહોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે.  ખેંચ ભોગવીને પણ  બાળક ને  નિયમિત  હોસ્ટેલમાં પૈસા મોકલેછે, પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તેજ તારીખે પરમીટરૂમ  માં પાર્ટીઓ આપે છે  અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેનીજ મજાક ઉડાડે છે.
 
પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. જે ઘરમાં પિતા હોય છે,તે ઘર તરફ કોઈપણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી. કારણકે ઘરના કર્તાહર્તા જીવંત છે. જો તેઓ કંઈપણ કરતા ન હોય તોપણ મહત્વના કર્તાહર્તા તરીકેના પદ ઉપર હોય છે. અને ઘરના કામ જુવે છે, સંભાળે છે.  
 
માતા હોવી અથવા તો માતા હોવાના સત્યને પિતાને લીધેજ અર્થ મળે છે એટલેકે પિતા હોયતોજ માતાનું અસ્તિત્વ શક્ય હોય છે. કોઈપણ પરીક્ષા નું પરિણામ આવે ત્યારે માતાજ સહુથી નજીકની લાગે કારણકે બાજુમાં લે છે, વખાણ કરે છે, આશિષ આપે છે, પણ ગુપચુપ જઈને પેંડા પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી.
 
બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈને
આમ થી તેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી.
 
દાઝી ગયા, ઠેશ લાગી કે માર વાગ્યો કે તરતજ  “ઓં માં”  આ શબ્દો મોઢા માંથી બ્હાર પડેછે પણ રસ્તો ઓળંગતા એકાદ ટ્રક નજીક આવીને જોરથી બ્રેક મારેતો  “બાપ રે” આજ શબ્દ બ્હાર પડે છે. નાના સંકટો માટે ચાલે પણ મોટી સમસ્યાઓ ના વાદ્ળો ઘેરાય ત્યારે પિતાજ યાદ આવે.  કોઈપણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે,પણ મરણ ના પ્રસંગે પિતાએજ જવું પડે છે. પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ પણ દીકરી ગરીબ ઘરમાં આપી હશે તો ભલે ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે, તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે.
 
યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતાજ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોય છે.
દીકરા ની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા, દીકરીને પરણાવવા માટે ઠેક ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા, ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરુંને ?

પિતાનું મહત્વ કોને સમજાય છે ?
બાળપણમાંજ જો પિતા ગુજરી જાય તો અનેક જવાબદારીઓ ખુબ નાની ઉમરમાં સંભાળવી પડે છે. તેને એકએક વસ્તુ માટે તરસવું પડે છે. પિતાને ખરા અર્થમાં સમજી શકે તો તે છે  ઘર ની દીકરી!  સાસરે ગયેલી કે ઘરથી દુર રહેતી દીકરી પિતા સાથે ફોનમાં વાત કરે ત્યારે પિતાનો બદલાયેલો અવાજ એક ક્ષણમાં ઓળખી જાય છે.
 
કોઈપણ દીકરી પોતાની ઈચ્છા બાજુમાં મુકીને પિતા કહે તે જગ્યાએ લગ્નની વેદી ઉપર ચઢી જતી હોય તેવા પ્રસંગો શું આજે પણ સમાજ માં નથી બનતા? દીકરી પિતાને ઓળખે છે, સાચવે છે. બીજાઓ પણ પોતાને આ  રીતે જાણે, ઓછામાં ઓછી એટલી તો અપેક્ષા બીજાઓ પાસે પિતા રાખે કે નહિ ?
 
આપણી પાસેતો થોડા ઉત્સવો છે, જેને ઉજવતી વખતે માતા-પિતા ને યાદ કરી લઈએ.  તેમના પ્રત્યેનું ઋણ ચુકવવા આપણે તેમને પગે લાગીએ અને એમના આશીર્વાદ મેળવીએ અને આપણાજ સંસ્કાર, ધર્મ, નાત-જાતના ભેદભાવ વગર આપણી પછીની પેઢીને પણ આપીને યથાશક્તિ પિતૃ તર્પણ કરીએ.
 

 








  






Friday, April 29, 2011

મિત્રો માટે (૭) .........


                   ૨૮.૦૪.૨૦૧૧ ........ મિત્રો માટે (૭) ..........



આભાર તારો કે આવી મિત્રતા આપી,

આપણા સંબંધમાં કેવી સુંદરતા આપી,

દુનિયામાં લોહીના સંબંધ પણ તુટીં જાય છે,

પણ મને દોસ્તીમાં પણ કેવી પવિત્રતા આપી…

કોઇ પણ વાત કહી શકીએ છીએ એક-બીજાને,

મિત્ર તે દુઃખ દુર કરવાની કેવી સત્ત્તા આપી,

નહિ છોડી શકીએ આ મિત્રતાને કોઇ પણ રીતે,

આપણા સંબંધમાં પ્રભુંએ પણ કેવી અટ્ટુટતા આપી,

હું અપૂર્ણ હતો તમારી મિત્રતા વિના,

તમે સાથ આપી કેવી પૂર્ણતા આપી…
       (સંકલિત) 

Thursday, April 28, 2011

મિત્રો માટે (૬) ...........


                         ૨૭.૦૪.૨૦૧૧ ........ મિત્રો માટે (૬) ...........

What Is A Friend?
A friend is someone you hold dear:
Someone who is always there, through thick and thin;

Someone who is only a phone call away.
A friend is someone you can always rely on:
Someone who is there to share your thoughts with;
Someone to listen, no matter the subject.
         A friend is someone you can feel comfortable with:

Someone you can sit silently beside, without conversation;
Someone you do not need to fill the quiet moments with
               A friend is someone you can trust:
               Someone who will guard your deepest secrets;
                Someone who will never let you down.
               A friend is someone who is not judgmental:
 Someone who will gently offer advice and opinions,
               Yet, someone who is not overbearing or critical.
 A friend is someone who can keep you grounded:
   Someone who can help you see through your obstacles;  Someone to shoulder you through life in times of trials.
            A friend is someone who shares unconditionally:
  Someone to laugh and to cry with;
 Someone to lean on, through both the good and the bad.
               A friend is someone you choose wisely,
                For a friend is your own mirrored image:
       Someone to compliment your own self;
       Someone who indicates who you are as a person.
               A friend is what you are to me.

Wednesday, April 27, 2011

મિત્રો માટે (૫) ...........


                             ૨૬.૦૪.૨૦૧૧ ........ મિત્રો માટે (૫) ...........

Dear Friend,…..


દોસ્તી માં જીવજો દોસ્તી માં મરજો,
 હિંમત ના હોય તો દોસ્તી ના કરજો,
         જિંદગી નથી અમને દોસ્તો થી વ્હાલી,
     દોસ્તો માટે જ છે આ જિંદગી અમારી


Tuesday, April 26, 2011

મિત્રો માટે (૪) ...........


                     ૨૫.૦૪.૨૦૧૧ ........ મિત્રો માટે (૪) ...........

Dear Friend,…..


 એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે,
         દરેક પલ તને યાદ કરું છુ,
મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે,
 હું ઊંઘ માં પણ તારી સાથે વાત કરું છુ..



Monday, April 25, 2011

મિત્રો માટે (૩) ...........


                  ૨૪.૦૪.૨૦૧૧ ........ મિત્રો માટે (૩) ...........

Dear Friend,…..


તમારા જેવા મિત્રો મારી મૂડી છે,
  એથી વધુ બીજી કઈ વાત રૂડી છે?
   બીજી તો સહુ ચીજ મામૂલી છે,
   મિત્રો જ ઈશ્વર ની ભેટ અણમોલી છે.