Thursday, March 13, 2014

આ આદિ અંતની સંતાકૂકડી – અવિનાશ વ્યાસ


આદિ અંતની સંતાકૂકડીમાં હું જેની સાથે આથડું,
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું,
હોજી ઘટઘટના ઘડવૈયાએ આ ઘડ્યું અનોખું લાકડું…
માને ખોળે પડી આંખ ઊઘડી આંખ્યું સામે જ ખડું,
પ્રથમ પગથિયે જાત ઝુલાવે ઘોડિયું તે લાકડું,
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું,
હોજી ઘટઘટના ઘડવૈયાએ આ ઘડ્યું અનોખું લાકડું…
બાળપણામાં ભૂખનાં દુઃખે રડતું મનનું માકડું,
ત્યારે ધાવણીના રૂપમાં માડી મુખમાં મૂકે લાકડું,
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું,
હોજી ઘટઘટના ઘડવૈયાએ આ ઘડ્યું અનોખું લાકડું…
પા પા પગલી ભરતાં ભરતાં ઘડી ચાલું ને ઘડી પડું,
ત્યારે કેમ ચાલવું જગમાં શીખવે ખેલણગાડી લાકડું,
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું,
હોજી ઘટઘટના ઘડવૈયાએ આ ઘડ્યું અનોખું લાકડું…
શ્રીફળ મીંઢળ માણેકસ્તંભ માંડવો આ ચતુરપંખનું પાંદડું,
કહેશો કોની સાથે ક્યારે નથી સંકળાયું લાકડું,
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું,
હોજી ઘટઘટના ઘડવૈયાએ આ ઘડ્યું અનોખું લાકડું…
ઓશિયાળા એંશી વરસે અંગ બને જ્યારે વાંકડું,
ત્યારે ઘડપણનો સથવારો હાથે લાકડી એ લાકડું,
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું,
હોજી ઘટઘટના ઘડવૈયાએ આ ઘડ્યું અનોખું લાકડું…
સંગ સૂનારી નારી અહીં રહી રડતી કેવળ રાંકડું,
પણ સંગ સૂતું ચિતાની સાથે ભવભવનું સાથી લાકડું,
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું,
હોજી ઘટઘટના ઘડવૈયાએ આ ઘડ્યું અનોખું લાકડું…
- અવિનાશ વ્યાસ

देख तमाशा लकड़ी का


        ૧૩.૦૩.૨૦૧૪....
देख तमाशा
लकड़ी का
.......
चाँद को छूने वाले इंसा
देख तमासा लकड़ी का
 
जिस दिन
तेरा जन्म हुआ था

मिला सहारा लकड़ी का
मिला पलंग तुझे लकड़ी का
सवा महीने की उमर हो गई तेरी ,
तुझे झुला झुलाया लकड़ी का
तीन साल की उमर हो गई तेरी ,
तेरे हाथ खिलौना लकड़ी का
पॉँचसाल की उमर को गई तेरी ,
तेरे पढने की तैयारी का ।
मास्टर जी ने तुझे डंडा दिखाया
दिया ज्ञान तुझे लकड़ी का॥
तेरी दस साल की उमर हो गई , खेलन की तैयारी का
चलो दोस्तों खेल खेले ये गुली-डंडा लकड़ी का
बीस साल की उमर हो गई तेरी शादी की तैयारी का
शादी करने जो बारात चली वो रेल का डब्बा लकड़ी का
दुल्हन केघर जो तोरण मारा वो तोरण था लकड़ी का
साठ बरस की उमर हो गई तेरी
घरवालो ने कहा लेले डंडा लकड़ी का
मिला सहारा लकड़ी का
और सौ साल की उमर हो गई तेरी जाने की तैयारी की
चार जानो ने तुझे उठाया मिला सहारा लकड़ी का
ऊपर लकड़ी नीचे लकड़ी तेरे
चारो कोने जलादी लकड़ी
मिला सहारा लकड़ी का
आधा धड़तेरा जल चुका था
मारा धोंसा लकड़ी का
मिला सहारा लकड़ी का
चाँद को चूने वाले इंसा देख तमासा लकड़ी का चाँद को चूने वाले इंसा
देख तमासा लकड़ी का...
अब तो कोई
पेड़ नही कोटेगे फालतू में हां सहारा तो लकड़ी का लेना ही पड़ेगा





Wednesday, March 5, 2014

પરિણય નામ છે સંસારયજ્ઞે ભેળા તપવાનું,

૦૫.૦૩.૨૦૧૪......



"પરિણય નામ છે સંસારયજ્ઞે ભેળા તપવાનું,
પ્રણયના સાત પગલાંથી નવી કેડીઓ રચવાનું;
વફાનું બાંધી મંગળસૂત્ર પોતે પણ બંધાવાનું,
વટાવી ઉંબરો ‘હું’નો, ‘અમે’ના ઘરમાં વસવાનું !"
-વિવેક મનહર ટેલર

Monday, March 3, 2014

બ્લોગ વિચાર જગત માંથી

                                  ૦૩.૦૩.૨૦૧૪.........    બ્લોગ વિચાર જગત માંથી સાભાર............





Thursday, February 27, 2014

મહા શિવ રાત્રી...

૨૭.૦૨.૨૦૧૪......
         આજે મહા શિવ રાત્રી......દેવાધિદેવ મહાદેવ ના ચરણ કમળ મા વંદન સહ......

 "સર્વ ભવન્તુ સુખિન:, સર્વે સન્તુ નિરામયા: સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કિશ્ચદ્દ દુ:ખ   ભાગ્યવેત્.. પ્રાર્થના..............."
                 
                      



Friday, February 14, 2014

વેલેન્ટાઈન ડે

૧૪.૦૨.૨૦૧......... હેપી વેલેન્ટાઈન ડે.....

हम भारत के लोग.... शर्मिंदा है....

१४.०२.२०१४....हम भारत के लोग.....
                         शर्मिंदा है....

सौजन्य: आजतक न्यूज़ चेनल.........