આદિ અંતની સંતાકૂકડીમાં હું જેની સાથે આથડું,
આજ મારા શબદનો શણગાર થાતું
લાકડું,
હોજી ઘટઘટના ઘડવૈયાએ આ
ઘડ્યું અનોખું લાકડું…
માને ખોળે પડી આંખ ઊઘડી આંખ્યું સામે જ ખડું,
પ્રથમ પગથિયે જાત ઝુલાવે
ઘોડિયું તે લાકડું,
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું,
હોજી ઘટઘટના ઘડવૈયાએ આ
ઘડ્યું અનોખું લાકડું…
બાળપણામાં ભૂખનાં દુઃખે રડતું મનનું માકડું,
ત્યારે ધાવણીના રૂપમાં માડી
મુખમાં મૂકે લાકડું,
આજ મારા શબદનો શણગાર થાતું
લાકડું,
હોજી ઘટઘટના ઘડવૈયાએ આ
ઘડ્યું અનોખું લાકડું…
પા પા પગલી ભરતાં ભરતાં ઘડી ચાલું ને ઘડી પડું,
ત્યારે કેમ ચાલવું જગમાં
શીખવે ખેલણગાડી લાકડું,
આજ મારા શબદનો શણગાર થાતું
લાકડું,
હોજી ઘટઘટના ઘડવૈયાએ આ
ઘડ્યું અનોખું લાકડું…
શ્રીફળ મીંઢળ માણેકસ્તંભ માંડવો આ ચતુરપંખનું પાંદડું,
કહેશો કોની સાથે ક્યારે નથી
સંકળાયું લાકડું,
આજ મારા શબદનો શણગાર થાતું
લાકડું,
હોજી ઘટઘટના ઘડવૈયાએ આ
ઘડ્યું અનોખું લાકડું…
ઓશિયાળા એંશી વરસે અંગ બને જ્યારે વાંકડું,
ત્યારે ઘડપણનો સથવારો હાથે
લાકડી એ લાકડું,
આજ મારા શબદનો શણગાર થાતું
લાકડું,
હોજી ઘટઘટના ઘડવૈયાએ આ
ઘડ્યું અનોખું લાકડું…
સંગ સૂનારી નારી અહીં રહી રડતી કેવળ રાંકડું,
પણ સંગ સૂતું ચિતાની સાથે
ભવભવનું સાથી લાકડું,
આજ મારા શબદનો શણગાર થાતું
લાકડું,
હોજી ઘટઘટના ઘડવૈયાએ આ
ઘડ્યું અનોખું લાકડું…
- અવિનાશ
વ્યાસ
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું,
હોજી ઘટઘટના ઘડવૈયાએ આ ઘડ્યું અનોખું લાકડું…
પ્રથમ પગથિયે જાત ઝુલાવે ઘોડિયું તે લાકડું,
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું,
હોજી ઘટઘટના ઘડવૈયાએ આ ઘડ્યું અનોખું લાકડું…
ત્યારે ધાવણીના રૂપમાં માડી મુખમાં મૂકે લાકડું,
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું,
હોજી ઘટઘટના ઘડવૈયાએ આ ઘડ્યું અનોખું લાકડું…
ત્યારે કેમ ચાલવું જગમાં શીખવે ખેલણગાડી લાકડું,
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું,
હોજી ઘટઘટના ઘડવૈયાએ આ ઘડ્યું અનોખું લાકડું…
કહેશો કોની સાથે ક્યારે નથી સંકળાયું લાકડું,
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું,
હોજી ઘટઘટના ઘડવૈયાએ આ ઘડ્યું અનોખું લાકડું…
ત્યારે ઘડપણનો સથવારો હાથે લાકડી એ લાકડું,
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું,
હોજી ઘટઘટના ઘડવૈયાએ આ ઘડ્યું અનોખું લાકડું…
પણ સંગ સૂતું ચિતાની સાથે ભવભવનું સાથી લાકડું,
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું,
હોજી ઘટઘટના ઘડવૈયાએ આ ઘડ્યું અનોખું લાકડું…
No comments:
Post a Comment