Monday, May 22, 2017

બોધ કથા-૦૯....નવાણુંના ચક્કરમાં

 ૨૨/૦૫/૨૦૧૭...
                              સંકલિત......                                                 ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....

                  બોધ કથા-૦૯....નવાણુંના ચક્કરમાં 

એક શેઠ હતા . એમની દુકાનની સામે એક મસ્ત માણસ રહેતો હતો . તે પોતાની સાધનામાં સદા મગ્ન રહેતો હતો . તેની મસ્તી શેઠથી સહેવાતી નહિ . એ વિચારતા જ રહેતા કે આ માણસ હંમેશા પોતાની મોજમાં કેમ રહી શકે છે ? કંઇક કરવું પડશે .
એક દિવસ શેઠે પેલા માણસનાં ઘરમાં એક થેલી ફેંકી . એ થેલીમાં ગણીને નવાણું રૂપિયા મુકેલા હતા . હવે પેલો માણસ જયારે પોતાના ઘરમાં આવ્યો ત્યારે એણે થેલી પડેલી જોઈ . ઉઠાવી . એમાંના રૂપિયા ગણીને એને થયું કે હવે એક રૂપિયો મળી જાય તો પુરા એકસો રૂપિયા થઇ જાય .
આ માટે એણે કામ કરવા માંડ્યું . એકસો દસ રૂપિયા મળ્યા . પછી એને થયું કે એકસોવીસ રૂપિયા થઇ જાય તો ઠીક : આમ રૂપિયા વધારવાની લાલચમાં એની મસ્તી અને સાધના સંકેલાઈ ગઈ ! 
લાભ થવાથી લોભ વધે છે . આથી લોભ કે લાલચમાં ન પડીને પોતાના દ્વારા કમાયેલી સંપત્તિ એટલે કે સાધનામાં જ લીન રહેવું જોઈએ .

{ દ્રષ્ટાંત પ્રબોધ – જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ }

Saturday, May 20, 2017

બોધ કથા-૦૮ માનવીનું મુલ્ય…….(એક બોધ કથા)…….. ભાવાનુવાદ- વિનોદ પટેલ

૨૦/૦૮/૨૦૧૭....બોધ કથા-૦૮

 સંકલિત......                                                                             ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....
માનવીનું મુલ્ય…….(એક બોધ કથા)…….. ભાવાનુવાદ- વિનોદ પટેલ
એક અંગ્રેજી અખબારમાં વાંચેલી અને મને ગમી ગયેલી  એક બોધ કથાનો ગુજરાતીમાં ભાવાનુવાદ કરીને આજની પોસ્ટમાં મુકું છું .આશા છે આપને એ ગમશે. — વિનોદ પટેલ 

માનવીનું મુલ્ય
શહેરમાં એમનાં પ્રેરક પ્રવચનોથી ખુબ જાણીતા એક પ્રવક્તા ડો.મેથ્યુ આજે પ્રવચન કરવાના હોઈ એમને સાંભળવા આતુર ૨૦૦ શ્રોતાઓથી હોલ ખીચોખીચ ભરાઈ ગયો હતો .
આજના પ્રવચનનો વિષય હતો “માનવીનું મુલ્ય.”
તાલીઓના ગડગડાટ સાથે હોલમાં પ્રવેશેલા ડો.મેથ્યુએ એમનું પ્રવચન શરુ કર્યું .પ્રવચનની શરૂઆતમાં  એમના ખિસ્સામાંથી ૨૦ ડોલરની એક ચલણી નોટ બહાર કાઢીને બધાને બતાવતાં કહ્યું :
” હું આ નોટ તમારામાંના એક જણને આપવા માગું છું ,મને હાથ ઊંચા કરી કહો કે આ નોટ હું આપું તો કોને લેવી ગમશે ?”
બધા જ શ્રોતાઓના હાથ ઊંચા થયા .
ડો. મેથ્યુએ પછી કહ્યું :”હું આ નોટ તમારામાંના એકને આપું એ પહેલાં મને આમ કરવા દો .” એમ કહીને એમણે એ વીસ ડોલરની નોટને બે હાથની હથેળીમાં મસળીને દડા જેવી બનાવી દીધી .
પછી ડૉ.મેથ્યુએ  શ્રોતાઓને ઉદ્દેશીને પૂછ્યું :” હવે આ નોટ તમને લેવી ગમશે ?”
બધાંના હાથ હકારમાં  ફરી ઊંચા થયા .
ત્યારબાદ ડૉ .મેથ્યુએ એ નોટને જમીન ઉપર ફેંકી એમના બુટની એડીથી બરાબર જોરથી કચરી નાખી અને એને ગંદી જોવી ન ગમે એવી કુરૂપ કરી નાખી .
પછી,આ કરચલીઓવાળી અને ગંદી નોટને નીચેથી ઉપાડી હાથમાં લઇ સૌને બતાવતાં એમણે શ્રોતાઓને કહ્યું :
” હજુ પણ આ નોટને સ્વીકારવા માગતા હોય એ હાથ ઊંચા કરે “
કોઇપણ અપવાદ સિવાય બધા જ શ્રોતાઓના હાથ ઊંચા થઇ ગયા . 
ડૉ.મેથ્યુએ એમનું પ્રવચન આગળ ચલાવ્યુ:
” મિત્રો, આજે આ ૨૦ ડોલરની નોટ મારફતે તમે તમારા જીવન માટે બહું  જ  મૂલ્યવાન બોધપાઠ શીખ્યા છો .
મેં આ ૨૦ ડોલરની નોટને મસળી,મચડી,પગ નીચે કચડીને જોવી ન ગમે એવી ગંદી અને ગોબરી બનાવી દીધી એમ છતાં તમે બધાં એને સ્વીકારવા તૈયાર થઇ ગયા એનું શું કારણ ? એનું કારણ એ કે એ એના કોઇપણ સ્વરૂપમાં આ નોટના મૂળભૂત મૂલ્યમાં કોઈ ફેરફાર થયો ન હતો, એની કિંમત હંમેશા ૨૦ ડોલરની જ રહેવાની.
એવી જ રીતે આપણે આપણી જિંદગીમાં સાચા ખોટા નિર્ણયો લઈએ ,આપણા માર્ગમાં આવતા વિપરીત સંજોગો નીચે કચડાઈએ ,નીચે પછડાઈ જઈએ ત્યારે હિંમત હારી જઈને હિણપતની લાગણી અનુભવીએ છીએ .પરંતુ આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે કોઇપણ સંજોગોમાં આ ૨૦ ડોલરના મૂલ્યની માફક આપણે આપણું એક મનુષ્ય તરીકેનું મૂળભૂત મુલ્ય ગુમાવતા નથી .
મનુષ્યમાં પડેલી શક્તિઓનું મુલ્ય અમુલ્ય છે .આ બધી શક્તિઓને કામે લગાડીને આપણે આપણી જિંદગીનો રાહ સુપેરે કંડારી આગળ વધવું જોઈએ .”
ડૉ. મેથ્યુના આ કથનથી ખુશ થઇને શ્રોતાઓએ એમને તાલીઓના ગડગડાટથી  વધાવી લીધા. 
વિનોદ પટેલ ના બ્લોગ માંથી સાભાર


Friday, May 19, 2017

બોધ કથા-૦૭...સત્ય ઘટના...Dr. Howard Kelly

૧૯/૦૫/૨૦૧૭....બોધ  કથા-૦૭...સત્ય ઘટના...Dr. Howard Kelly

 સંકલિત......                                                                             ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....


સૌજન્ય-ઇન્ટર નેટ
Too often we underestimate the power of a touch, a smile, a kind word, a listening ear, an honest compliment, or the smallest act of caring, all of which have the potential to turn a life around.
– Leo Buscaglia

One day, a poor boy who was selling goods from door to door to pay his way through school, found he had only one thin dime left, and he was hungry. He decided he would ask for a meal at the next house. However, he lost his nerve when a lovely young woman opened the door.
Instead of a meal he asked for a drink of water. She thought he looked hungry so brought him a large glass of milk. He drank it so slowly, and then asked, How much do I owe you?”
You don’t owe me anything,” she replied. “Mother has taught us never to accept pay for a kindness.”
He said … “Then I thank you from my heart.”
As Howard Kelly left that house, he not only felt stronger physically, but his faith in God and man was strong also. He had been ready to give up and quit.
Many years’ later that same young woman became critically ill. The local doctors were baffled. They finally sent her to the big city, where they called in specialists to study her rare disease.
Dr. Howard Kelly was called in for the consultation. When he heard the name of the town she came from, a strange light filled his eyes.
Immediately he rose and went down the hall of the hospital to her room.
Dressed in his doctor’s gown he went in to see her. He recognized her at once.
He went back to the consultation room determined to do his best to save her life. From that day he gave special attention to her case.
After a long struggle, the battle was won.
Dr. Kelly requested the business office to pass the final bill to him for approval. He looked at it, and then wrote something on the edge and the bill was sent to her room. She feared to open it, for she was sure it would take the rest of her life to pay for it all. Finally she looked, and something caught her attention on the side of the bill. She read these words …
“Paid in full with one glass of milk”
(Signed) Dr. Howard Kelly.
Tears of joy flooded her eyes as her happy heart prayed: “Thank You, God, that your love has spread broad through human hearts and hands.”



Thursday, May 18, 2017

બોધ કથા--૦૬.....FIVE NICE LITTLE STORIES.

૧૮-૦૫-૨૦૧૭....બોધ કથા--૦૬..

 સંકલિત......                                                                             ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....
                   FIVE  NICE LITTLE STORIES. 

1.Once, all villagers decided to pray for rain, on the day of prayer all the People gathered            but only one boy came with an umbrella.
                                                                            THAT'S FAITH!
  
   
2. When you throw a baby in the air, she laughs because she knows you will catch her.
                               THAT'S TRUST!


3.Every night we go to bed, without any assurance of being alive the next
Morning but still we set the alarms to wake up.
                                                           THAT'S HOPE!


4. We plan big things for tomorrow in spite of zero knowledge of the future. 
                                                THAT'S CONFIDENCE!



5. We see the world suffering....

But still we get married !!!

                             THAT'S " OVER CONFIDENCE ! " 




 

Wednesday, May 17, 2017

બોધ-કથા-૦૫...સંત જ્ઞાનેશ્વર

૧૭-૦૫-૨૦૧૫....બોધ-કથા-૦૫...સંત જ્ઞાનેશ્વર 

 સંકલિત......                                                                             ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....





. ‘દીવ્ય ભાસ્કર’ની પુર્તી ‘સન્ડે’માં એક કૉલમ આવે છે ‘સન્ડેકી પાઠશાળા’. તા. ૧૩ નવેમ્બર ૨૦૧૧ના અંકમાં આવેલી તેમાંની એક વાત અહીં લખવા મન લલચાયું તેથી નીચે તે લખું છું. –
‘વરસો પહેલાંની વાત છે. સંતનગરમાં એક પ્રસીદ્ધ મહાત્મા સંત જ્ઞાનેશ્વર પોતાનો આશ્રમ બાંધીને રહેતા હતા. એક દીવસ સવારે પુજાપાઠ કર્યા બાદ તેઓ આશ્રમની સામે જ વહેતી નદીકીનારે ભ્રમણ કરી રહ્યા હતા. અચાનક તેમને બાળકની ચીસો સંભળાવવા લાગી. જ્ઞાનેશ્વરની નજર નદીમાં ડુબતા બાળક પર પડી. તેમણે ક્ષણભરનોયે વીચાર કર્યા વગર નદીમાં ઝમ્પલાવ્યું. બાળકને બચાવીને જ્યારે તેઓ બહાર નીકળી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે નદીકીનારે એક સાધુ ધ્યાનમાં મગ્ન બેઠા હતા. મહાત્માએ તે સાધુને બોલાવ્યો, સાધુએ આંખો ખોલી અને મહાત્મા જ્ઞાનેશ્વરની નજર સમક્ષ જોઈને તરત પ્રણામ કર્યા. મહાત્માએ સાધુ ને પુછ્યું, ‘‘ વત્સ, તું અહીં શું કરી રહ્યો છે ?’’ સાધુએ કહ્યું, ‘‘મહારાજ, હું ધ્યાનમાં બેસવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.’’ મહાત્માએ પુછ્યું, ‘‘શું તારું મન એમાં લાગે છે ?’’ સાધુએ કહ્યું, ‘‘મહાત્માજી, ધ્યાનમાં મન તો નહોતું લાગતું. મન તો અહીંતહીં ભટકતું હતું !’’ સંતે પુછ્યું, ‘‘તને આ બાળકની ચીસો સમ્ભળાઈ હતી ?’’ ‘‘હા મહારાજ, પણ ત્યારે તો હું ધ્યાન ધરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.’’
સાધુની વાત સાંભળી સંત જ્ઞાનેશ્વરે તેને સમજાવતાં કહ્યું, ‘‘વત્સ, તું ધ્યાનમાં કેવી રીતે સફળ થઈ શકે ? ભગવાને તને કોઈની સેવા કરવાની તક આપી અને એ જ તો તારું પહેલું કર્તવ્ય હતું. જો તેં આ કર્તવ્યનું પાલન કર્યું હોત તો ધ્યાનમાં કદાચ મન લાગી જાત. ભગવાને રચેલી સૃષ્ટીરુપી બગીચો બગડી રહ્યો છે. સૃષ્ટીનો આનંદ માણવો હોય તો પહેલા આ બગીચાને સજાવતાં શીખો.’’ સાધુએ મહાત્માના પગ પકડી લીધા અને કહ્યું, ‘‘મહારાજ, તમે મને જીવનનું રહસ્ય કહી દીધું.’’
બોધ:
જો તમે માનવમાત્રની સેવા નથી કરી શકતા તો પુજાપાઠ વ્યર્થ છે. દરેક મનુષ્ય ભગવાનની જ છબી છે. માટે મનુષ્યની સેવા જ ભગવાનની સાચી સેવા છે. (લેખકનું નામ આપ્યું નથી.) 

સંકલિત 

Tuesday, May 16, 2017

બોધ કથા-૦૪...હનુમાનજી અને નારદ

૧૬/૦૫/૨૦૧૭...બોધ કથા-૦૪...હનુમાનજી અને નારદ

                  સંકલિત......                                                   ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....




એક વાર નારદજી ફરતા ફરતા સ્વર્ગ લોક માં જઇ ચડ્યા.
ભગવાન હાજર ન હતા.પરતું સિહાસન પાસે  ભગવાન ની એક ડાયરી પડી હતી.કુતુહલતા વશ નારદજીએ આ ડાયરી   જોવા માંડી.ડાયરી માં ભગવાને પોતાની અંગત વિગતો ટપકાવેલી હતી.આ ડાયરી માં ભગવાને પોતાના ખાસ ભક્તો ની યાદી પણ કરી હતી. નારદ નું પોતાનું નામ પ્રથમ સ્થાને જોઈ ખુબજ ખુશ થયાં.આખી યાદી જોઈ પરંતુ  હનુમાનજી નું નામ તેણે જોયું નહિ.નારદજી તો ખુશ ખુશાલ થઇ ગયા.પહોચ્યા હનુમાનજી પાસે.અંતરમાં આનંદ હોવાછતાં ગંભીર મુખ રાખી બોલ્યા ....અરે હનુમાનજી હુ તો આજે ખુબજ દુઃખી,દુઃખી થઇ ગયો છું. હનુમાનજીએ પૂછ્યું કેમ વળી?અરે ભક્તરાજ શું કહું તમને?” આજે હું સ્વર્ગ લોક માં ગયો હતો ત્યાં. મે ભગવાન ના ખાસ ભક્તો ની યાદી જોઈ.....પરંતુ ...તમને શું કહું ? તેમાં તમારું તો નામ જ નહિ ....મારું નામ પ્રથમ હોવા છતાં મને જરા પણ આનંદ ના થયો.તમે તો રામ ભક્તિ માં તમારી જાત સમર્પિત કરી દીધી ,અને તમારું નામ લખવાની દરકાર પણ ભગવાને ના લીધી.
હશે ...હનુમાનજી એ કહ્યું ...હું કયા નામ લખાવવા પ્રભુ ની ભક્તિ કરું છું?પરતું હનુમાનજી નાં મન માં શંકા નો કીડો સળવળવા લાગ્યો કે --આમ કેમ?
આજે જયારે હનુમાજી રામજી ની સેવા કરાવા લાગ્યા ત્યારે રામજીને લાગ્યું કે સેવક આજે અસ્વસ્થ છે ,.
તેમણે હનુમાનજી ને પુછ્યું કે કેમ ભક્તરાજ તબિયત તો બરાબર છે ને?
હનુમાનજી-હાં મહારાજ
રામ-હનુમાનજી તમે કહો કે નાં કહો પરંતુ તમે આજે ચોક્કસ અસ્વસ્થ છો.
હનુમાનજી --- નાં..નાં..મહારાજ એ તો અમથુંજ.....
રામજીએ પોતાના સોગંધ દઇ હનુમાન ને દિલ ની વાત જણાવવા કહ્યું-
ત્યારે હનુમાનજીએ નારદજી એ કહેલ ડાયરી ની વાત કહી.
રામજી ખડખડાટ હસી પડ્યા ......
અરે ..ભક્તરાજ આટલીજ વાત છે ......નારદજીએ જોયેલી ડાયરી તો આમ ડાયરી છે ,તે સિવાય હું એક ખાસ નાની ડાયરી રાખું છું અને તેમાં માત્ર મને સમર્પિત ચાર પાંચ ભકતો  ના જ નામ રાખું છું...રામજીએ છાતીએ રાખેલ ડાયરી હનુમાનજી જોવા  ને આપી ........તેમાં પહેલું નામ હનુમાનજી નું હતું ....અ ડાયરી માં નરસિહ, મીરાં,કબીર,અને તુકારામ પણ હતા......
હનુમાનજી –ની આંખો માંથી આસુંઓ ની ધારા વહેવા લાગી...પ્રભુ ! મને માફ કરો ...મે પામરે આપના પર શંકા કરી ...........    
repeat post....

Monday, May 15, 2017

બોધ કથા-૦૩...An Inspirational Short Story with Wisdom


15/03/2017---bodh katha-03
 સંકલિત......                                                                             ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....



An Inspirational Short Story with Wisdom

I Wanted To Change The World  

By Unknown Monk, 1100 A.D. When I was a young man, I wanted to change the world. I found it was difficult to change the world, so I tried to change my nation.
When I found I couldn’t change the nation, I began to focus on my town. I couldn’t change the town and as an older man, I tried to change my family.
Now, as an old man, I realize the only thing I can change is myself, and suddenly I realize that if long ago I had changed myself, I could have made an impact on my family. My family and I could have made an impact on our town. Their impact could have changed the nation and I could indeed have changed the world.”

FOOD FOR THOUGHT:

“After you’ve done a thing the same way for two years, look it over carefully. After five years, look at it with suspicion. And after ten years, throw it away and start all over. ” Alfred Edward Perlman


“All changes, even the most longed for, have their melancholy; for what we leave behind us is a part of ourselves; we must die to one life before we can enter another.”       Anatole France


“Growth is the only evidence of life.” John Henry Newman

“If nothing ever changed, there’d be no butterflies.” Author Unknown

“When we are no longer able to change a situation, we are challenged to change ourselves.” Victor Frankl