૨૨/૦૫/૨૦૧૭...
સંકલિત...... ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....
બોધ કથા-૦૯....નવાણુંના ચક્કરમાં
સંકલિત...... ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....
બોધ કથા-૦૯....નવાણુંના ચક્કરમાં
એક શેઠ હતા . એમની દુકાનની સામે એક મસ્ત માણસ રહેતો હતો . તે પોતાની
સાધનામાં સદા મગ્ન રહેતો હતો . તેની મસ્તી શેઠથી સહેવાતી નહિ . એ વિચારતા જ રહેતા
કે આ માણસ હંમેશા પોતાની મોજમાં કેમ રહી શકે છે ? કંઇક કરવું પડશે .
એક દિવસ શેઠે પેલા માણસનાં ઘરમાં એક થેલી ફેંકી . એ થેલીમાં ગણીને
નવાણું રૂપિયા મુકેલા હતા . હવે પેલો માણસ જયારે પોતાના ઘરમાં આવ્યો ત્યારે એણે
થેલી પડેલી જોઈ . ઉઠાવી . એમાંના રૂપિયા ગણીને એને થયું કે હવે એક રૂપિયો મળી જાય
તો પુરા એકસો રૂપિયા થઇ જાય .
આ માટે એણે કામ કરવા માંડ્યું . એકસો દસ રૂપિયા મળ્યા . પછી એને
થયું કે એકસોવીસ રૂપિયા થઇ જાય તો ઠીક : આમ રૂપિયા વધારવાની લાલચમાં એની મસ્તી અને
સાધના સંકેલાઈ ગઈ !
લાભ થવાથી લોભ વધે છે . આથી લોભ કે લાલચમાં ન પડીને પોતાના દ્વારા
કમાયેલી સંપત્તિ એટલે કે સાધનામાં જ લીન રહેવું જોઈએ .
{ દ્રષ્ટાંત પ્રબોધ – જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ }
No comments:
Post a Comment