Wednesday, September 8, 2010

મંગલ મંદિર ખોલો..............નરસિંહરાવ દિવેટીયા

૦૭.૦૯.૨૦૧૦
આજે નરસિંહરાવ દિવેટીયા ની એક રચના.....યુવાન પુત્ર નલીનકાંત નાં અવસાન થી શોકગ્રસ્ત કવિની  ગુજરાતી  સાહિત્યની અમર કૃતિ .......

મંગલ મંદિર ખોલો





મંગલ મંદિર ખોલો,

દયામય ! મંગલ મંદિર ખોલો !

જીવનવન અતિ વેગે વટાવ્યું,

દ્વાર ઊભો શિશુ ભોળો;

તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,

શિશુને ઊરમાં લ્યો, લ્યો; … દયામય !

નામ મધુર તમ રટ્યો નિરંતર,

શિશુ સહ પ્રેમે બોલો;

દિવ્ય તૃષાતુર આવ્યો બાળક,

પ્રેમ અમીરસ ઢોળો … દયામય !

- નરસિંહરાવ દિવેટીયા

No comments: