૨૩.૦૯.૨૦૦૯
ગઈ કાલે માતૃતુલ્ય વડીલ ને અલવિદા કરી.... ,આજે મૃત્યુ ને યાદ કરીએ .............
"હર પળે, હર કાર્યમાં ‘ને હર સ્થળે આવે સ્મરણ;
જ્યાં જ્યાં નજર અમારી પડે, ત્યાં ત્યાં સંભારણાં આપના;
આંસુંભરી આંખો મહીં યાદ ભરી છે આપની."
"જીવન એનું એ છે, મરણ એનું એ છે,
વિસ્તરતું જતું ક્ષણનું રણ એનું એ છે
બધાં દુઃખનું ઓસડ આ દહાડા, ખરું! પણ-
હૃદયમાં જખમનું સ્મરણ એનું એ છે!"
“સૂયૅ નહી પરંતુ સ્મૃતિ ઉગે છે, શ્રધ્ધા નું કદિ શ્રાધ્ધ હોય નહી.”
“મોત તારી કારી નિષ્ફળતા,
ઘડીભર જોઈ લે,
કેટલા હૈયે સ્મરણ,
મારા બિછાવી જાઉં છુ.”
એ મુસાફર હશે એકલો. - હરીન્દ્ર દવે
લ્યો, રવાના થયો
દૂરની સફર પર શ્વાસનો કાફલો.
સ્નેહીઓનાં નયન સ્હેજ ઝાકળભીનાં
સમયના સૂર્યના તાપથી સૂકશે;
સ્હેજ થંભી, સમાચાર પૂછી લઈ
રાહદારી રવાના થશે;
અગ્નિના વાહને દેહ સોંપી દઈ
સૌ સગાં પણ જશે,
માર્ગ મુશ્કેલ આરંભ પામે ત્યહીં
એ મુસાફર હશે એકલો.
લ્યો, રવાના થયો
દૂરની સફર પર શ્વાસનો કાફલો.
મૃત્યુ અનિવાર્ય છે છતાં અકળ છે એટલે એ મનુષ્યજાતને આદિમકાળથી સતત આશ્ચર્યચકિત કરતું રહ્યું છે. એની અનુભૂતિ ગોપનીય છે એટલે જ એના રહસ્યના દરિયામાં મરજીવા થઈ કવિ સતત ડૂબકી મારતા આવ્યા છે અને ફલતઃ આપણને ક્યારેક પ્રાપ્ત થાય છે આવી ઉત્તમ સંવેદનશીલ કૃતિ.
જીવતા અને મરેલા માણસ વચ્ચે દેખીતો ફેર છે શ્વાસની હાજરી અને ગેરહાજરીનો. (આત્માનું આવાગમન તો કોણે જોયું જ છે?) એટલે જ કવિ લ્યો કહીને (અલ્પવિરામ સાથે) પોરો ખાઈને કહે છે કે હવે શ્વાસનો કાફલો દૂ…રની સફર પર જવા રવાના થયો છે. સ્નેહીઓના આંસુ તો સમય સાથે સૂકાઈ જ જવાનાં છે એટલે કવિ એના માટે ઝાકળ-સૂર્યનું સુંદર કલ્પન પ્રયોજે છે. આપણા ગયા બાદ પણ સૃષ્ટિનું ચક્ર અનવરુદ્ધ અને અનવરત ચાલુ જ રહેવાનું છે…

No comments:
Post a Comment