Tuesday, September 21, 2010

ફોટો બોલે છે સ્પર્ધા ક્રમાંક-૩”

૨૧.૦૯.૨૦૧૦


આજે જગત ના "વિચાર જગત" બ્લોગ ની પોસ્ટ..............

20SEP2010

આ સાથે “સ્પીકબિન્દાસ” દ્વારા આયોજિત ” ફોટો બોલે છે સ્પર્ધા ક્રમાંક-૩” નું પરિણામ રજૂ કરું છું.

(ફોટોગ્રાફર: ઉમેશ સોલંકી, અમદાવાદ. ઇમેઇલ: umeshsol@gmail.com, umlomjs@gmail.com. ઉમેશ સોલંકીએ ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ઇન જર્નાલિઝમ કરેલ છે. તેમને પાડેલ ફોટોગ્રાફ્સ ખરેખર માણવાલાયક તો હોય જ છે પણ સાથે સાથે આપણને વિચારતા કરી મુકે છે જે તેમની ખાસીયત છે. તેમનો ફેવરીટ ક્વોટ છે “Live in the present with sorrow or happiness whatever it is, don’t try to change it, enjoy both” આપ તેમનો બ્લોગ http://nirdharumesh.blogspot.com/ પણ નિહાળી શકશો.)



“જગતભાવ માનતું હશે એને અભાવ,


પણ મા નો એ સાડલો મારું તો ભાવજગત.”


- જગત અવાશિયા

સ્પર્ધાનું પરીણામ – તા. ૨૦/૯/૨૦૧૦

સ્પર્ધકનું નામ – વિજય ક્રમ પ્રમાણે વિજેતા એન્ટ્રી

પ્રથમ – વિશ્વદીપ બારડ

સાડી ફાડી કરી છે બારી..એ તો મા ની છાતી છે..કોણ જાણશે?

તરસી નજર એ બાળની ઝંખે છે દુધનું એક ટીંપુ..કોણ જાણશે?

મા ક્યાં છે? કરતી હશે કાળી મજુરી બિચારી,..કોણ જાણશે?

તુજ છે આ ભાવિ-ભારતનો એક રઝળતું પાનું..કોણ જાણશે?

દ્વિતિય – કુંજ પાલન

“આ મારૂ ઘર ને આજ મારા ઘરની બારી જેમાથી દેખાઇ એક વિશાળ દુનિયા”

તૃતીય – જગત નિરુપમ અવાશિયા

“જગતભાવ માનતું હશે એને અભાવ,

પણ મા નો એ સાડલો મારું તો ભાવજગત.”

વધુ માહિતી જાણવા નીચેની લીંક પર જવા વિનંતી :

( આભાર સહ : http://gujarati.speakbindas.com/photo-bole-chhe-3/#comments )

No comments: