12.04.2011
આજે રામ નવમી.......સર્વે ને શુભેચ્છાઓ સહ જય સિયારામ .........
કેવટ
“આ જગતમાં દીનદયાળુ ! ગરજ-કેવી ગણાય જી;
ઊભા રાખી આપને પછી (૨), પગ પખાળી જાય.’ પગ મને. |
રામ તો વસે છે સદા તારા તનમનમાં.
- અવિનાશ વ્યાસ
- અવિનાશ વ્યાસ
શાને ઢૂંઢે રામને તું ધરતી ગગનમાં,
રામ તો વસે છે સદા તારા તનમનમાં.
અંધકાર પગથારે રામ કેરો વાસ છે,
દીપક થઇને જગે ઝગમગે રામનો ઉજાસ છે.
રામ રામને રટતી કરણી રેખાના મધુવનમાં
રામ તો વસે છે સદા તારા તનમનમાં.
રામ તણા દર્શનને કાજે શાને તું અધીર છે?
એક પ્રકારે તારા તનમન રામ તણી તસ્વીર છે
દસે દિશામાં રામની હસ્તી જીવનમરણમાં
રામ તો વસે છે સદા તારા તનમનમાં.
રઘુપતિ રાઘવ રાજારામ, પતિત પાવન સીતારામ
સીતારામ સીતારામ, ભજ પ્યારે તું સીતારામ.
જયશ્રી રામ
રામ તો વસે છે સદા તારા તનમનમાં.
અંધકાર પગથારે રામ કેરો વાસ છે,
દીપક થઇને જગે ઝગમગે રામનો ઉજાસ છે.
રામ રામને રટતી કરણી રેખાના મધુવનમાં
રામ તો વસે છે સદા તારા તનમનમાં.
રામ તણા દર્શનને કાજે શાને તું અધીર છે?
એક પ્રકારે તારા તનમન રામ તણી તસ્વીર છે
દસે દિશામાં રામની હસ્તી જીવનમરણમાં
રામ તો વસે છે સદા તારા તનમનમાં.
રઘુપતિ રાઘવ રાજારામ, પતિત પાવન સીતારામ
સીતારામ સીતારામ, ભજ પ્યારે તું સીતારામ.
જયશ્રી રામ
No comments:
Post a Comment