Tuesday, September 27, 2011

થેંક યૂ મમ્મી..................


     ૨૬ .૦૯.૨૦૧૧
 આજે અંતર ના ઊંડાણ માંથી માત્ર..........થેંક યૂ   મમ્મી..................
થેંક યૂ   મમ્મી

મમ્મી ને થેંક યૂ કહેવું એટલે ધડકન માટે હૃદય નો,શ્વાસ માટે હવાનો ,પ્રકાશ માટે સૂર્ય નો અને સ્મિત માટે ખુશીનો આભાર માનવો .જો કોઈ આપણને પૂછી બેસે કે તમે ક્યારેય તમારી મમ્મી ને થેંક યૂ  કહ્યું છે,તો આપણે ચોક્કસ વળતો સવાલ પૂછીએ કે આ વળી કેવો સવાલ છે ? મમ્મીને કદી થેંક યૂ   કહેવાય ? મમ્મી ને થેંક યૂ   કહેવાની જરૂર ખરી? પણ આ સવાલ ખુબજ અગત્યનો છે. કોઈ પણ મા થેંક યૂ   ને પાત્ર છે. એટલું જ નહી એને એ મેળવવાનો  જન્મસિદ્ધ અધિકાર છે. એને આભારની લાગણી નહી પહોચાડવી એ એક જાતની નિષ્કાળજી છે.મા આપણા જીવન મા જે કાંઈ આપે છે એની નોંધ લેવા, એ તરફ કૃતજ્ઞતા વ્યક્ત કરવા આપણે શું કરીએ છીએ? આ એક વિચારવા જેવો મુદ્દો છે.શું એને પણ વળતાં પ્રેમની, હૂંફની, માવજતની  જરૂર  નથી હોતી? ભલે એ કોઈ પણ બદલાની ભાવના સાથે રાખ્યા વગર એનો સમગ્ર પ્રેમ એનાં સંતાનો પર વરસાવી દે ,પણ શું એનો અર્થ એ છે કે સંતાનો એની આ વૃતિ ને સામાન્ય ગણીને એનું કોઈ મૂલ્ય જ  ના સમજે?
માને સંતાનો પાસેથી અઢળક પ્રેમની આશા નથી હોતી ,પણ હૂંફની આશા તો હોયજ છે જ. સંતાનો બધું માને પૂછી પૂછીને ના કરે તો ચાલે, પણ કોઈ દિવસ માને ‘તું કેમ છે? એવું પૂછે એટલી આશા તો માને હોયજ છે.સંતાનો ગરમાગરમ ખાવાનું માને ન ખવડાવે તો ચાલે ,પણ જયારે માનું શરીરગરમ હોય ત્યારે ‘ તને શું થાય છે?’ એટલું માને પૂછે એટલી આશા તો માને હોયજ છે. સંતાનો આખો દિવસ માને ઊંચકી ઊંચકીને ના ફરે તો ચાલે પણ માનો ઘૂટણ જયારે દુખતો હોય ત્યારે એની કોઈ વસ્તુ ઊંચકીને એની જગ્યાએ મૂકી આપે એટલી આશા તો માને હોય છે જ. સંતાનો દરરોજ મા ની પાસે બેસીને રામાયણની ચોપાઇઓ ના સાંભળે તો ચાલે, પણ માને સ્પર્શતી કોઈ વાત હોય એ ધ્યાન દઈ સાંભળે એટલી આશા તો હોય છે જ.સંતાનો ભલે શબ્દો થી થેંક યૂ ના કહે પણ વર્તનથી કયારેક માતૃત્વનું ભિવાદન કરે એટલી આશા  તો માને હોય છે જ કારણ કે ,મા પણ આખરેતો માણસ છે.   
(થેંક યૂ  મમ્મી ...અમીષા શાહ......મૃગાંક શાહ......સંપાદકીય માંથી )

માતા સીતા હોય કે  તાટકા હોય,
માતા સતી હોય કે ગણિકા હોય,
માતા ગાય હોય કે વાઘણ હોય,
માતૃત્વ સદાય પવિત્ર જ હોય છે,
આ પૃથ્વી પર માતૃત્વ થી અધિક પવિત્ર
એવી કોઈ ઘટનાની માને જાણ નથી ,
પૃથ્વી પોતે પણ એક માતા જ છે !!!!
(  ગુણવંત શાહ ....... થેંક યૂ  મમ્મી ..માંથી સાભાર .....).
     .




No comments: