૦૨.૧૦.૨૦૧૧
આજે બે મહામાનવ ની જન્મ જયંતી .......ચાલો તમેને યાદ કરીએ..........
Today is the Birthday of the father of our Nation. I would like to share some quotes from this great man. He was rightly named the “Man of the Millennium”.
“Hate the sin, love the sinner.”
‘The weak can never forgive. Forgiveness is the attribute of the strong’.
“Strength does not come from physical capacity. It comes from an indomitable will”.
‘You must be the change you want to see in the world’.
“A nation’s culture resides in the hearts and in the soul of its people”.
‘A religion that takes no account of practical affairs and does not help to solve them is no religion’.
“Always aim at complete harmony of thought and word and deed. Always aim at purifying your thoughts and everything will be well.”
‘Happiness is when, what you think, what you say, and what you do are in harmony.’
ન બોલે તેને બોલાવજો, જે ન આવે તેને ઘેર જજો, જે રીસાય તેને રીઝવજો..
ને આ બધું તેમના ભલાને માટે નહીં; પણ તમારા ભલાને સારું કરજો !
જગત લેણદાર છે, આપણે તેના કરજદાર છીએ.
–મો. ક. ગાંધી
Mahatma Gandhi (1869 – 1948)
પ્રસ્તુત લેખ આજ નાં નેતાઓ ને સમર્પિત ..........................
સંપત્તિનો સંગ્રહ નહીં કરીશ - લાલબહાદુર શાસ્ત્રી
શ્રી લાલબહાદુર શાસ્ત્રી અલાહાબાદના સાર્વજનિક જીવનમાં પ્રમુખ પદ પ્રાપ્ત કરી ચૂક્યા હતા. તેઓ નગરપાલિકા અને ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટના સદસ્ય હતા. ટ્રસ્ટ તરફથી "ટાગોર ટાઉન" નામક શેરીનું નિર્માણ કરવા માટે કેટલાક પ્લૉટ લિલામ કરવામાં આવી રહ્યાં હતા. અને વળી કિંમત પણ ઓછી રાખી હતી. તેથી લોકો એને ખરીદ માટે ઘણી તત્પરતા દેખાવતા હતા.
એજ દિવસોમાં શાસ્ત્રીજીને કેટલાક દિવસો માટે અલાહાબાદ બહાર જવાનું થયું. જણાવ્યા વગર શાસ્ત્રીજીના એક મિત્રએ, સરકારી અધિકારી સાથે મળી, પોતાના માટે અને શાસ્ત્રીજી માટે એક-એક પ્લૉટ ખરીદવાની અનુમતિ પ્રાપ્ત કરી લીધી. સરકારી નિયમ અનુસાર ટ્રસ્ટના સદસ્ય પ્લૉટ ખરીદવા તથા લિલામીમાં ભાગ લેવા માટે હકદાર નથી હોતા. પરંતુ મિત્રએ પ્લૉટ ખરીદી લીધો તથા તેમના અને શાસ્ત્રીજીના પૈસા પણ જમા કરાવી દીધા.
બહારગામથી પરત આવવા પર શાસ્ત્રીજીને બધી વાત માલૂમ પડી. એમને અત્યંત દુઃખ થયું. એમના મિત્રએ શાસ્ત્રીજીએ અનેક પ્રકારે સમજાવવાની કોશિશ કરી કે કોઈ પણ ગેર-કાનૂની કામ નથી થયું અને કમિશનની અનુમતિ પણ નિયમ અનુસાર જ લેવામાં આવી છે. પરંતુ શાસ્ત્રીજી જેવાં નિર્લોભી અને ઉદાત્ત વિચારો વાળા વ્યક્તિ આ પ્રકારની ગેરરીતિ દ્વારા ભલા કઈ રીતે સંતુષ્ટ થવાના હતા? તેમણે એમના મિત્રને સ્પષ્ટ કહી દીધું કે આ કાર્ય સર્વથા અનુચિત છે. એટલું જ નહીં, તેમણે એમના મિત્રને બન્ને પ્લૉટ ટ્રસ્ટને પરત કરવા બાધ્ય કરી દીધા. મિત્રને ઘણી આનાકાની કર્યા બાદ શાસ્ત્રીજીની વાત એણે માનવી પડી.
ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટની બેઠક થઈ. એમાં સદસ્યોએ શાસ્ત્રીજીને ફરી અનુરોધ કર્યો કે તેઓ પ્લૉટ લઈ શકે છે. શાસ્ત્રીજીએ ઘણી દ્રઢતાથી ઉત્તર આપ્યો કે -
"પહેલી વાત તો એ કે આ ટ્રસ્ટના સદસ્ય હોવાને કારણે કોઈ પણ - સીધી કે આડકતરી - રીતે આમ લાભ લેવો હું અનૈતિક માનું છું. બીજી વાત એ કે સાર્વજનિક કાર્યકર્તાની ઉપાધિથી મારે કોઈ પણ પ્રકારની સંપત્તિ નહીં બનાવવી જોઈએ. ત્રીજી વાત એ કે મેં મહાત્મા ગાંધીની સંમુખ આ વચન આપ્યું હતું કે હું કોઈ પણ પ્રકારનું સ્વ અર્થ માટે ઘર કે સંપત્તિ નહીં બનાવીશ અને ઈશ્વર પર દ્રઢ આસ્થા રાખી જીવન વીમો પણ નહીં કરાવીશ. આ દેશમાં અગણિત અનાથ પરિવાર છે. જો મારું પરિવાર પણ મારા મૃત્યુ બાદ એ ગણતરીમાં આવી જાય તો પણ એનાથી મારી આત્માને સંતોષ જ પહોંચશે. હું સાંસારિક સુખ-સુવિધાની અપેક્ષા જીવનની શુદ્ધતા અને પવિત્રતાના પાલનને અધિક શ્રેયસ્કર સમઝું છું.
શાસ્ત્રીજીએ સંપૂર્ણ જીવન આ સિદ્ધાંતોનું પાલન કર્યું. દેશના પ્રધાન મંત્રીના આસન પર બેસીને પણ એમનું જીવન તદ્દન સરળ અને સાદું રહ્યું. એમણે કોઈ ધન કે સંપત્તિ જમા નહિ કરી. વળી પોતાની ઓળખથી એમના સંતાનને અનુચિત રૂપથી કોઈ નોકરી કે વ્યાપાર ધંધામાં સહાય કરવાની પણ કોશિશ ન કરી. (લાલબહાદુર શાસ્ત્રી ..........૦૨.૧૦.૧૯૦૪-૧૦.૦૧.૧૯૬૬)
સનાતન જાગૃતિ બ્લોગ માંથી સાભાર ...........