Thursday, October 6, 2011

કા(રણ) મળે…...વિચાર જગત .........જગત અવાશિયા


૦૫ .૧૦.૨૦૧૧
આજે ...બ્લોગ ‘વિચાર જગત’ ની ચી. જગત ની એક રચના. પારકા સમૃધ્ધ પરતું સુક્કા ભટ્ટ પ્રદેશ ને .તરબોળ કરવાની મહેચ્છા .....અને.....છેલ્લી પંક્તિ માં પોતીકા ને યાદ કરી વતન ની યાદ ....વાચકો ને  રસ તરબોળ કરી દે છે..........

                                 કા(રણ) મળે

        આઘે  ઉડતી  દળ   ઠરે,  ને  જો  ઝાંઝવાથી  કળ   વળે ,
તો   આ   રણ   ને    પણ    તરબોળ   થવાનું    કારણ  મળે.
દિવાકરની  આગ  શમે, ને  જો  શુષ્ક ધરાને  હળ  મળે ,
તો   આ   રણ   ને    પણ    તરબોળ   થવાનું    કારણ  મળે.
અઢળકતાની છોળો  ઉડે, ને જો એમાં શ્વેત  સાદગી મળે,
તો   આ   રણ   ને    પણ    તરબોળ   થવાનું    કારણ  મળે
કોઈ પોતીકુ  જણ  મળે, ને જો લાગણીભીની  એકાદ પળ મળે,
તો   આ   રણ   ને    પણ    તરબોળ   થવાનું    કારણ  મળે.
- જગત અવાશિયા

No comments: