૩૦.૦૯.૨૦૧૧
............એક જમાનો હતો કે જયારે નાની બાળાઓ દીપ પ્રગટાવેલો માટી નો ગરબો લઇ શેરીએ શેરીએ ઘુમવા જતી.....આ દ્રશ્ય આજે તો અદૃશ્ય થઇ ગયું છે.તે જમાનામાં ભમવા જતી બાળાઓ જે ગરબાઓ ગાતી તેમાનો એક ........ આજે પ્રસ્તુત છે.........
‘ગરબો’ શબ્દનું મુળ ‘ગર્ભદીપ’ શબ્દમાં રહેલું મનાય છે. જેના ગર્ભમાં દીવડો છે તે ગર્ભદીપ આગળ જતાં ગરબો કહેવાયો તે વાત સાવ અજાણી નથી. ગરબો નોરતાં સાથે સીધો સંકળાયેલો છે. નોરતાંના નવ દીવસ આ ગરબાને વચ્ચે મુકીને બહેનો – હવે તો ભાઈઓ પણ – ‘ગરબા’ ગાય છે.
ગરબડીઓ કોરાવો ,ગરબે જાળીડા મેલાવો જો,
હું રે પનોતી ,મારે વહાલા ભાઈ છે વીરા જો,
વહાલા ભાઈનાં લાડકડા વહુ શેરડીયું શણગાર જો ,
શેર મોતી- લાડવાને ખારેકડી ખજુર જો,
ભાઈ બેઠો જમવા ,ભોજાઇ એ ઓઢ્યા ચિર જો,
ચિર ઉપર ચુંદડી,ને ચોખલિયાળી ભાત જો,
ભાતે,ભાતે ઘૂઘરીયું,કાંઈ વહેલ દડુકી જાય જો,,
વહેલ મા બેઠો વાણીયો ને કાંઈ કાગળ લખતો જાય જો,
કાગળ મા બે પૂતાળિયું,કાંઈ હસતી –રમતી જાય જો,
વાંકાનેરનો વાણીયો કાંઈ શેર હીંગળોક તોળે જો,
બેનીબા ચાલ્યા સાસરે કાંઈટીલી ચોઢી લલાટ જો,
આછી ટીલડી ઝગમગે ,મારે ટોડલે ટહુકે મોર જો,
માને વધાવ્યાં મોતીડે , ઈઢોણી રમતી મેલજો ,
રમતી હોય તો રમવા દેજો ,ટીપું તેલ પડવા દેજો.
No comments:
Post a Comment