Saturday, October 15, 2011

બોધ કથા


૧૪.૧૦.૨૦૧૧
આજે એક ટચુકડી સુંદર બોધ કથા............
                                        બોધ કથા
       
                                    
 એક સોની અને એક લુહાર ની દુકાન બાજુ બાજુ માંજ  હતી.એક વાર એક સોનાનો નાનો કણ અને લોખંડ નો એક ટુકડો  દુકાન ની બહાર ફેકાઈ ગયાં .........
રાત્રિ ની નીરવ શાંતિ માં સોના ના કણે લોખડ ના ટુકડાને કહ્યું કે ભાઈ લોખડ ,હું પણ તારી જેમજ પ્રહાર સહન કરું છું. મારું હદય પણ વેદના થી ભરપુર છે ,હું આ વેદના મૂંગા મોઢે સહન કરું છું .
મારી અને તારી વેદના સરખીજ છે તેમ છતાં  તું તો પ્રહારે પ્રહારે તારી વેદનાને વ્યક્ત કરી ગાઈ બતાવે છે.
ત્યારે લોખંડ ના ટુકડા એ કહ્યું ભાઈ સોના, તારી વાત તો સાચીજ છે કે આપણે બન્ને પ્રહરો સહન કરીએ છીએ .આપણા નસીબ માં પ્રહારો  જ  લખાયેલ છે. પરંતુ .......તારી અને મારી વેદના સરખી નથી દોસ્ત .......તું તો અન્ય ના પ્રહારો સહન કરે છે ,જ્યારે મારે તો પોતીકાં ના પ્રહારો સહન કરવા પડે છે ...અને ભાઈ જયારે પોતીકા પ્રહાર કરે ત્યારે વેદના અસહ્ય હોય છે .....અને તેથી જ મારા હદય માંથી ચીસ નીકળી જાય છે.   
(સૌજ્ન્ય ...ઈ-ટીવી )  

No comments: