૦૨.૦૨.૨૦૧૨......
આજે સિંહ દર્શન ..........અદભુત અનુભવ ......
તારીખ ૨૮.૦૧.૨૦૧૨,૨૯.૦૧.૨૦૧૨ અને ૩૦.૦૧.૨૦૧૨..... આ ત્રણ દિવસ જીવન ના ખૂબજ યાદગાર દિવસો રહ્યા.તા.૨૮/૨૯ માળિયા,સાસણ-ગીર,ગીર ના જંગલ માં ફરવાનું થયું.
તા. ૨૮ નારોજ માળીયામાં સ્નેહી શ્રી ભટ્ટ સાહેબ તેમજ શ્રી ફુલેત્રા ભાઈ પરિવાર નું અદભૂત આતિથ્ય સત્કાર માણ્યું....જિંદગીભર સ્વાદ ના ભુલાય તેવું કાઠીયાવાડી ભોજન આરોગ્યું.
(કાઠીયાવાડ નાઆતિથ્ય સત્કાર નો ચી જગત ને પ્રથમ અનુભવ .....)
રાત્રે કિરણભાઈ,ભાભી,કિરણબેન,પાર્થ,જગત ,ભટ્ટસાહેબ ,ફૂલાત્રાભાઈતથા ચી. ભાઈ મૌલિક
સાથે કરેલ ગીર ના જંગલ નો પ્રવાસ અવિસ્મરણીય હતો.અંધારી રાત્રીમાં ,ટમટમ તારલાઓ વચ્ચે ,કેડી રસ્તા પર ફરવાનો પ્રથમ અનુભવ હતો.નીરવ શાંતિ માં સિહ ની ડણેક સાંભળી અદભુત રોમાંચ નો અનુભવ થયો.
સાથે કરેલ ગીર ના જંગલ નો પ્રવાસ અવિસ્મરણીય હતો.અંધારી રાત્રીમાં ,ટમટમ તારલાઓ વચ્ચે ,કેડી રસ્તા પર ફરવાનો પ્રથમ અનુભવ હતો.નીરવ શાંતિ માં સિહ ની ડણેક સાંભળી અદભુત રોમાંચ નો અનુભવ થયો.
તા.૨૯ ના રોજ વહેલી સવારે વનવિભાગ ની જીપ્સી જીપ માં ગીરમાં ફર્યા.સસલાં, હરણ,મોર સાબર, શિયાળ વન્ય પશુપંખી ને તો જોયાજ પરંતુ જંગલ ના રાજા ને જોવાની જે ઈચ્છા હતી તે પણ ફળીભૂત થઇ.સિહ ના ટોળાં ના હોય યુક્તિ ને ખોટી ઠેરવતો અનુભવ..........
......”ન ભૂતો ...ન ભવિષ્યતિ .....”.એક સાથે ૯ સિહ ....મારણ પાસે,એક મસ્તી થી મિજબાની માણતો,એક- બે સિહ આમતેમ આંટા મારતા અને બાકી ના આરામ ફરમાવતા જોયા.....વળી ૧૦ મો સિંહ વિરુદ્ધ દિશામાંથી પાણી પી ને આવતો જોયો.અદભુત રોમાંચ .અકલ્પનીય દ્રશ્ય હતું એ.......
તા. ૨૯ ના રોજ સાંજે દેવાળિયા પાર્ક માં બે સિંહ...સિંહ –સિંહણ ફરી જોયા.
તા. ૩૦ ના રોજ દાદા સોમનાથ ના દર્શન નો લાભ લીધો.ઝેડ પ્લસ સલામતી સોમનાથ ની....સૃષ્ટિ નો સર્જનહાર ઝેડ પ્લસ સલામતી માં .....માનવી કેટલો હદે અમાનવીય થઇ ગયો છે......
તા. ૩૦ ની રાત્રે જેતપુર -ગોંડલ વચ્ચે મોદીજી ના ઝેડ પ્લસ સલામતી ના કાફલા ને નિહાળવાની પણ તક મળી......
આ ત્રણ દિવસો તો ખુબ જ યાદગાર દિવસો રહ્યા.......અને તેનું સંપૂર્ણ શ્રેય જાય છે ,,,,,,શ્રી ભટ્ટસાહેબ,ફૂલેત્રાભાઈ,કિરણભાઈ અને ભાઈ શ્રી મૌલિક ને ........મિત્રો તમારો ખુબ ખુબ આભાર...આભાર ......આભાર ..... ધન્યવાદ.......
No comments:
Post a Comment