૨૦.૦૨.૨૦૧૨
આજે મહાશિવરાત્રી .........રામ
નવમી,જન્માષ્ટમી,મહાવીર જયંતી વિ .જન્મ દિવસ છે.શિવજી જન્મ,મૃત્યુ થી પર છે.મારા
ખ્યાલ પ્રમાણે શિવરાત્રી એ દેવાધીદેવ
શિવજી અને મા પાર્વતી નો લગ્ન નો દિવસ છે. સુષ્ટિ ના સર્જનહાર મહાદેવ ને લગ્નદિવસ
ની શુભેછાઓ પાઠવવાની પણ આપણી પાત્રતા કેટલી?
પરંતુ આ પવિત્ર દિવસે ભોળાનાથ ને વંદન કરી ને જરૂર ધન્યતા અનુભવીએ.કહેવાય છે કે શિવરાત્રી
નું વ્રત કરનાર ને સુખી લગ્નજીવન અને પ્રસન્ન દામ્પત્ય જીવન નું વરદાન છે.
હે
શિવ !
મારાં ત્રણ પાપ બદલ
મને ક્ષમા કરજો.
હું તીર્થયાત્રા માટે કાશી આવ્યો ત્યારે
ભૂલી ગયો કે તમે સર્વવ્યાપી છો !
હું સતત તમારો વિચાર કરું છું, કારણ કે
હું ભૂલી જાઉં છું કે તમે તો વિચારોથી પર છો !
હું તમને પ્રાર્થના કરું છું ત્યારે ભૂલી જાઉં છું
કે તમે તો શબ્દોથી પર છો !
મારાં ત્રણ પાપ બદલ
મને ક્ષમા કરજો.
હું તીર્થયાત્રા માટે કાશી આવ્યો ત્યારે
ભૂલી ગયો કે તમે સર્વવ્યાપી છો !
હું સતત તમારો વિચાર કરું છું, કારણ કે
હું ભૂલી જાઉં છું કે તમે તો વિચારોથી પર છો !
હું તમને પ્રાર્થના કરું છું ત્યારે ભૂલી જાઉં છું
કે તમે તો શબ્દોથી પર છો !
-આદિ
શંકરાચાર્ય
No comments:
Post a Comment