Saturday, February 11, 2012

૧૧.૧૧.૨૦૧૦



આજ ની પોસ્ટ વિચાર જગત માં થી સાભાર .......


ફેમસ ગેઇમ - શો "કૌન બનેગા કરોડપતિ-૪"નાં એક સ્પર્ધક અંતિમ લક્ષ્યની અણી પર પહોંચી ચૂકી ગયા.


પોતાને મુસ્તાક સમજતો આદમી, (ખરાબ) સમય આગળ ઝૂકી પડ્યો અને


" समय समय बलवान है, नही किन्तु मनुष्य !! "


વાત જાણે સાચી પાડી ગયો.




કિનારે પહોચેલા વહાણની ડૂબ્યાની વાત છે ,


ને માઈલો કાપ્યા બાદ અંતર ખૂટ્યાની વાત છે .






આકાશને આંબવા નીકળેલ વિહગની હાફ્યાની વાત છે,


ને એક હાથ છેટે જ શ્વાસ ખૂટ્યા ની વાત છે .






ખેલનાં નામે નીકળેલ આદમીની હાર્યાની વાત છે ,


ને જીવનનાં ખેલમાં ક્યાં અટકવું એ શીખ્યાની વાત છે .






મુસ્તાક માનવીની સમય આગળ ઝૂક્યાની વાત છે ,


ખેલજીવન હો, કે જીવનખેલ વિટંબણામાંથી સરક્યાની વાત છે .






- જગત અવાશિયા





No comments: