Sunday, March 23, 2014

“ મૃત્યુ મરી ગયું રે લોલ.....”.


૨૩.૦૩.૨૦૧૪ ...આજે ક્રાંતિવીર ભગત સિહ નો શહાદત નો દિવસ 



૨૨.૦૩.૨૦૦૦ ના રોજ એસેમ્લી હોલ મા જગત ની સ્પીચ..... 




“ મૃત્યુ મરી ગયું રે લોલ.....”. 

મિત્રો,ન સમજાય તેવી વાત છે.ભલભલા શૂરવીર,બળવાન અને કાબેલ મનુષ્યો મૃત્યુ ની વાત આવે તો 
ઢીલાઢસ થઇ જાય છે. મૃત્યુ નો ડર લગભગ દરેક ને લાગે છે.અરે મૃત્યુ ની અંદેશો માત્ર માનવી ને 
પરસેવે રેબઝેબ કરી મૂકે છે. મૃત્યુ નો ખોફ ભયાનક છે.તો પછી આવા ભયાવહ મૃત્યુ નું પણ મૃત્યુ થાય છે ખરું?...હા ચોક્કસ થાય છે, પરંતુ ક્યારે?
કાંતિકારી ભગતસિંહ,સુખદેવ, અને રાજ્યગુરુ એ અંગ્રેજી સલ્તનત સામે “આઝાદી’’ ની ક્રાંતિ નું આહવાન કર્યું .ભગતસિંહ તો અંગ્રેજો ને આંખનાં કણ ની માફક ખૂંચતા હતા.આખરે અંગ્રેજો એ ત્રણેય મેં ફાંસી ની સજા આપી.ફાંસી નાં નિર્ધારિત સમયે જેલ નાં અધિકારીઓ એ આ યુવાનો ને કહ્યું -“ચાલો ” ત્યારે ભગતસિંહ એ કહ્યું-“અમને હાથકડી ન પહેરાવશો ,અમારો ચહેરો કાનટોપી થી ન ઢાંકશો.” ફાંસી ની ખોલી માંથી ત્રણેય યુવકો બહાર આવ્યા એકબીજા તરફ જોયું .લાગણી થી એકબીજાને ભેટ્યા.વચ્ચે ભગતસિંહ,જમણી બાજુ રાજ્યગુરુ,અને ડાબી બાજુ સુખદેવ, ભગતસિહ નાં હાથ સુખદેવ અને રાજ્યગુરુ નાં ખંભા પર હતા.ભગતસિંહ એ ફાંસી નાં માંચડા તરફ જતાં-જતાં જજ ને કહ્યું—“મહાશય,આપ સાચેજ ખુશ કિસ્મત છો, કારણ કે ભારત નાં ક્રાંતિકારીઓ કેવી રીતે પ્રસન્નતાપૂર્વક પોતાન મહાન આદર્શ માટે મોત ને ભેટે છે ,તે સગી આંખે જોઈ શકો છો...”
હાં,તો એ હતો ૨૩ મી માર્ચ ૧૯૩૧ નો એ એતિહાસિક દિવસ અને સાંજના ૭:૩૦ નો સમય કે જયારે આ ત્રણેય દેશભક્તો ફાંસી નાં ફંદા ને ચૂમી જાતે ગળામાં નાખ્યા હતા અને ત્રણજ મીનીટ પછી મા ભારતી નાં સપૂતો અનંત ની રાહ ના મુસાફરો બન્યા હતા. આ જે મોત હાર્યું હતું..... ખુમારી અને ખમીરી જીતી હતી .....અત્યાચાર અને અન્યાય હાર્યા, અને દેશભક્તિ અને કુરબાની ની જીત.....ભગતસિંહ રૂપી વિરાટ વ્યક્તિત્વ નો અંત ઇતિહાસ ની આંખ ને પણ ભીજવી ગયો. કોણ કહે છે-“ ભગતસિંહ મર્યા છે? ભગતસિંહ કદી મરતા નથી ....આજે તો મૃત્યુ જ મરી ગયું રે લોલ...” .અમર ભગતસિંહ આજે પણ ભારત ના પ્રત્યેક દેશ પેમી નાગરિકો ના હૃદય સિહાસન પર બિરાજિત છે.
“ હેં ફરીસ્તે ભી ફિદા જીન પર, યે વો ઇન્સાન થે ..”
અમર શહીદોને ને ભક્તિભાવ ભર્યા લાખ-લાખ વંદન સલામ .....
જયહિંદ
જગત અવાશિયા
એસેમ્બ્લીહોલ માં
૨૨.૦૩.૨૦૦૦
ધોરણ -૭


No comments: