Monday, March 17, 2014

“ ભષ્ટ્રાચાર નાબૂદી એ ભારત માટે સ્વપ્ન કે શક્યતા?”


૧૭.૦૩.૨૦૧૪
ઇલેક્શન...૨૦૧૪ ની તારીખો જાહેર થઇ ચુકી છે...ચુંટણી નો  માહોલ તેજ થતો જાય છે...ભ્રષ્ટ્રાચાર એ એક અગત્યનો મુદ્દો બની રહ્યો છે....ત્યારે ચી. જગત ની ૨૦૦૧ ના વર્ષ (ધો.-૮) મા આપેલી સ્પીચ...
      Jagat's speech my script.....

ભષ્ટ્રાચાર નાબૂદી એ ભારત માટે સ્વપ્ન કે શક્યતા?
  માનનિય નિર્ણાયક ગણ,,ગુણિયલ ગુરુજનો,તથા,વ્હાલા વિદ્યાર્થી મિત્રો,
   ભષ્ટાચાર નાં ભોરિંગ માં આખોદેશ ફસાયો છે.આજ નાં સમાજ માં પ્રમાણિક હોવા બદલ ત્રાસ વેઠવો પડેછે.ચોતરફ કૌભાંડો ની પરંપરા સર્જાઈ છે.ભષ્ટાચાર એ તો શિષ્ટાચાર... બની ગયો છે,અને Corruption is a global phenomena..”જેવી માન્યતા પ્રબળ છે ત્યારે કોઈ પણ જાગૃત નાગરિક કે સંસ્થા હારી-થકી ને મૂઝવણ અનુભવે છે...અને અંતર નાં ઊંડાણ માંથી  આજ નાં વિદ્યાર્થી,આવતીકાલ નાં નાગરિક ને પૂછી બેસે છે કે- ભષ્ટાચાર નાબૂદી એ ભારત નાતે સ્વપ્ન છે કે શક્યતા?
હું માનું છું કે-આજે આપણે આ સભાખંડ માં વકૃત્વ સ્પર્ધા કે સારા વક્તા ને નંબર ૧,૨,...કે ૩ આપવા એકઠા થયા નથી.પરંતુ એક જાગૃત સંસ્થા,જગ્ર્ર્ત આયોજકો એ પૂછેલ ય્ષ પ્રશ્ન નો જવાબ આપવા ભેગા થયા છીએ.આયોજકો ને ઊંડે ઊંડે શ્રદ્ધા જ હશે કે-આ પ્રશ્ન નો જવાબ અને તે ફ હકારાત્મક જવાબ આજ નો વિદ્યાર્થી જ આપી શકશે.તો મિત્રો,ભષ્ટાચાર નાબૂદી એ ભારત માટે સ્વપ્ન જ નહી શક્ય છે.વિશ્વ માં કોઈ પણ વસ્તુ અશક્ય નથી જ.નેપોલીઅને કહ્યું છે છે-Impossible is a word to be found in dictionary of fools..” યુવાન શું નાં કરી શકે?—જો તુફાન સે ટકરાયે ઉસે ચટ્ટાન કહતે હે,ઔર જો ચટ્ટાન સે ટકરાયે ઉસે યુવાન કહતે હેં ...આજ થી ૭૦-૮૦ વર્ષ પહેલાં શસ્ત્ર વગર અંગ્રેજ હકુમત ને હાંકી કાઢી શકાય,અને આઝાદી મેળવી શકાય તે તે વાત ને સ્વપ્ન જ ગણ્યું હશે.પરંતુ દ્રઢ મનોબળ વાળા એક યુવાન ગાંધી એ તે સ્વપ્ન ને શક્ય બનાવી દીધું.જો આવું કપરું,કઠીન કામ પણ શક્ય હોય તો ભષ્ટાચાર ની તો શી વિસાત?માત્ર જરૂર છે દ્રઢ સંકલ્પ ની ,એક ગાંધી,સરદાર કે લોકનાયક જયપ્રકાશ ની મિત્રો,આપણે હતાશ કે નિરાશ થવાની જરા પણ જરૂર નથી .શું આંખો દેશ ભ્શ્તાચારી છે?નાં,તેવું તો નથીજ ....મિત્રો ચાલો ,આજે આપણે સર્વે એક સંકલ્પ કરીએ-ભષ્ટાચારકરીશું નહી,અને કરવા દેશું નહી.
જો આદેશ  નો દરેક યુવાન આ સંકલ્પ સાથે ભષ્ટાચાર વિરોધી અભિયાન કરે તો એ દિવસ દુર નહી હોય જયારે આ દેશ માં ભષ્ટાચાર એ ભૂતકાળ ની કથા બની જશે..
                                    ધન્યવાદ
જગત અવાશિયા
આઈ.પી સી.એલ
વિજીલન્સ ડીપાર્ટમેન્ટ દ્વારા
 આયોજીત વકૃત્વ સ્પર્ધા .
પ્રથમ વિજેતા....
૩૧.૧૦.૨૦૦૧

No comments: