૧૫.૦૩.૨૦૧૩....
આજે વિશ્વ ગ્રાહક સુરક્ષા દિવસ .....૨૦૦૧ મા જગતે આપેલ વ્યક્તવ્ય.....
“૨૧ મી સદી નાં ગ્રાહકો કેવાં હશે?..”
માનનિય નિર્ણાયક ગણ,ગુણિયલ ગુરુજનો,તથા વ્હાલા
વિદ્યાર્થી મિત્રો,
૨૧ મી સદી નાં ગ્રાહકો કેવાં હશે?તે વિચારતાજ કવિ
મકરંદ દવે ની પંક્તિઓ યાદ આવે છે.
“દોસ્તો સફર નાં સાથી ઓ, આ દેશ ની
ખાજો દયા ,
જયાં ધર્મ નો છાંટો નહી, ફિરકા છતાં
ફાલી રહ્યાં,
નીતિનું જ્યાં નામ નહી, અનીતિની જ
બોલબાલા ,
જાણજો એવી પ્રજાના પુણ્ય પરવારી ગયાં,
દોસ્તો સફર નાં સાથીઓ ,આ દેશ ની ખાજો
દયા.....”
દોસ્તો આજે દેશ માં
ચારેબાજુ,ભ્રષ્ટ્રાચાર,લાગવગ,આતંકવાદ,છેતરપીંડી,ફેલાયેલા છે.વિદ્યાર્થીઓ માં આ
દુષણો અંગે જાગૃતિ કેળવવાની તાતી જરૂરિયાત ઊભી થઇ છે.
વિદ્યાર્થી ઓ માં આ અંગે સમજ
કેળવાય ગ્રાહક તરીકે પોતાના હક,અને ફરજ અંગે નું જ્ઞાન થાય તેવા ઉમદા હેતુ થી “ગ્રાહક સુરક્ષા સંસ્થા” –એ આ વકૃત્વ સ્પર્ધા નું આયોજન કર્યું છે.અને સમજ માં એક
ઉત્તમ ઉદારહણ પૂરું પાડ્યું છે.જો વિદ્યાર્થી શિક્ષિત્ હશે તો સક્ષમ સમાજ નું
નિર્માણ થશે.અને સક્ષમ સમાજ જ અખંડ દેશ નું નિર્માણ કરી શકે.
મિત્રો,,આજ નાં મારા વિષય પર આવું
તો,સૌ પ્રથમ આપણે જાણીએ કે –ગ્રાહક કોને કહેવાય?
જીવન –જરૂરિયાત ની તમામ ચીજ-વસ્તુઓ ઘી,ગોળ,દૂધ,ડાહી,ખંડ,તેલ
વગેરે તમામ નો આધાર આપણે બજાર પર રાખીએ છીએ.વેપારી ને આ ચીજ-વસ્તુઓ નાં બદલામાં
પેસા ચૂકવી વસ્તુઓ મેળવીએ છીએ.ત્યારે આપણે ગ્રાહક કહેવાઈ એ છીએ.વિજ્ઞાન અને
ટેકનોલોજી નાં વિકસતા આ યુગ માં દરેક વ્યક્તિ એ પેસા પાછળ દોટ મૂકી છે.વેપારીઓ વધુ
નાપકો મેળવવા છેતપિંડી,અને ગેરરીતિઓ નો સહારો લેતા અચકાતા નથી.આજે –“કોઈ પણ ભોગે પેસો,”જેવા નોનવેજ શબ્દો વેપારીઓ નાં શબ્દ કોશ માં ઘુંટાઈ ચૂક્યા છે..આજ નાં વેપારીઓ
–“પેસા જીવન મેં ,બહુત કુછ હેં, પર સબ કુછ નહી હે,”-એ ભાવના વિસરી ચૂક્યા છે. વેપારી ઓ આર્થિક નફો
મેળવવા માલ ની ગુણવત્તા માં ઘટાડો કરે છે,અને ભાવ માં જંગી વધારો કરે છે.આ
ઉપરાંતઆજે તો બજાર માં નકલી દવાઓ અને ઇન્જેક્સનો નું પણ વેચન થાય છે.,જે દર્દી
માટે જીવલેણ સાબિત થઇ શકે છે.વેપારીઓ માલ માં ભેળસેળ કરે છે,વજન માં પણ છેતરપીંડી
કરે છે.બજાર માં ૧ કિલોગ્રામ વસ્તુ ખરીદી હોય,તે ઘેર વજન કરો તો તેમાં ૨૦૦-૩૦૦
ગ્રામ આછી જ હોય....વળી,ત.વિ માં આવતી જાહેરાતો એ તો યુવાધન ને ઘેલું જ લગાડ્યું
છે.ટીવી. માં મશહુર સુપર સ્ટાર શાહરુખખાન /અમિતાબ બચ્ચન કે પછી આપણા ક્રિકેટર સચીન
તેન્ડુલકર કહે કે “યે દિલ માગે મોર...” આપણે આ
જાહેરાતો ની પ્રોડક્ટો લાવી જાતે જ છેતરાઇ યે વાળી, આજકાલ તો બજાર માં જાત-જાત ની
કેટલીય લોભામણી ઓફરો ચાલી રહી છે.જય જૂઓં ત્યાં “સેલ...સેલ...”બે રૂપિયા માં પાંચ....સ્ક્ર્પ કરો અને જીતો કાર....જોવા
/સાંભળવા મળે છે.ગ્રાહકો આવી ઓફરો માં લલચાય વગર રહેતા નથી.અમેરિકા જેવા વિકસીત
દેશ માં ભાવ-તાલ કરવાની કોઈ જરૂરજ હોતી નથી..નાનો બાળક કે કોઈ વૃદ્ધ કોઈ પણ વસ્તુ ખરીદવા જાય ,દરેક ને તે વસ્તુ
તેનાં નિયત ભાવે જ મળે છે.ગ્રાહક ને જરા પણ માલ ની ગુણવત્તા કે ભાવ માં અસ્ન્તોહ
થાય તો તે અદાલત માં જઇ શકે છે.અનર અદાલત માં વ્યાજબી ગ્રહને ન્યાય મળે જછે.આપણે
ત્યાતો ન્યાય ની પ્રકિયા પણ એટલી લાંબી
અને ખર્ચાળ છે કે ગ્રાહક જાગૃત થતો જ નથી..આપણા રાષ્ટ્રપિતા મહાત્મા
ગાંધીજી એ ખુતું કે- આપણી પાસે આવેલો ગાહક એ દેવ સમાન છે.,અને દેવ પ્રત્યે જે
નિષ્ટ રાખીએ તેજ નિષ્ટ આપણે ગ્રાહક માટે રાખવી જોઈએ...પરંતુ આપણે તો ગાંધી જે સાવ
જ ભોળી ગયાં છીએ.વાળી ગાંધીજી એ તો આ દેશ માં રામ-રાજ્ય ની કલ્પના પણ કરેલી પરંતુ
આજે તો રાવણ રાજ જ ચાલે છે...આફ્રિકા નાં જંગલોમાં નદીઓ માં વિકરાળ મગરો બેઠા
હોય,અને તેનાં ખુલ્લા જડબા પર બગલાઓઆરામ થી બેઠા હોય પરંતુ કોઈ પણ બગલાને મગર
ઓહિયા કરી ગયો હોય ,તેવો બનાવ બન્યો નાથ.બગલાઓ એ મગર પર મુક્યો એવો વિશ્વાસ શું એક
માણસ બીજા માણસ પર મૂકી શકશે ખરો?નાં, ચોક્કસ નહી...જ ..
અંત માં હું એટલું જ કહીશ કે-૨૧ મી
સદી નાં ગ્રાહક “બિચારા” નાં
રહે..અને ગ્રાહકો અને વેપારી ઓ વચ્ચે વિશ્વાસ સધાય તેવી અભ્યર્થના સાથે વિરમું
છું....
ધન્યવાદ
જગત અવાશિયા,
“ગ્રાહક સુરક્ષા સંસ્થા” દ્વારા
આયોજિત શીઘ્ર વકૃત્વ સ્પર્ધા,
પ્રથમ વિજેતા....તારીખ:-૧૪.૧૨.૨૦૦૧
ધોરણ -૯
આયોજિત શીઘ્ર વકૃત્વ સ્પર્ધા,
પ્રથમ વિજેતા....તારીખ:-૧૪.૧૨.૨૦૦૧
ધોરણ -૯
No comments:
Post a Comment