Monday, October 3, 2011

આજે બે મહામાનવ ની જન્મ જયંતી ..


૦૨.૧૦.૨૦૧૧
આજે બે મહામાનવ ની જન્મ જયંતી .......ચાલો તમેને યાદ કરીએ..........
                                                                                                                                   
Today is the Birthday of the father of our Nation. I would like to share some quotes from this great man. He was rightly named the “Man of the Millennium”.
“Hate the sin, love the sinner.”
‘The weak can never forgive. Forgiveness is the attribute of the strong’.
“Strength does not come from physical capacity. It comes from an indomitable will”.
‘You must be the change you want to see in the world’.
“A nation’s culture resides in the hearts and in the soul of its people”.
‘A religion that takes no account of practical affairs and does not help to solve them is no religion’.
“Always aim at complete harmony of thought and word and deed. Always aim at purifying your thoughts and everything will be well.”
‘Happiness is when, what you think, what you say, and what you do are in harmony.’
             ન બોલે તેને બોલાવજો, જે ન આવે તેને ઘેર જજો, જે રીસાય તેને રીઝવજો..
ને આ બધું તેમના ભલાને માટે નહીં; પણ તમારા ભલાને સારું કરજો !
જગત લેણદાર છે, આપણે તેના કરજદાર છીએ.
–મો. ક. ગાંધી
    Mahatma Gandhi (1869 – 1948)

        પ્રસ્તુત લેખ આજ નાં નેતાઓ ને સમર્પિત ..........................

 સંપત્તિનો સંગ્રહ નહીં કરીશ - લાલબહાદુર શાસ્ત્રી

શ્રી લાલબહાદુર શાસ્ત્રી અલાહાબાદના સાર્વજનિક જીવનમાં પ્રમુખ પદ પ્રાપ્ત કરી ચૂક્યા હતા. તેઓ નગરપાલિકા અને ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટના સદસ્ય હતા. ટ્રસ્ટ તરફથી "ટાગોર ટાઉન" નામક શેરીનું નિર્માણ કરવા માટે કેટલાક પ્લૉટ લિલામ કરવામાં આવી રહ્યાં હતા. અને વળી કિંમત પણ ઓછી રાખી હતી. તેથી લોકો એને ખરીદ માટે ઘણી તત્પરતા દેખાવતા હતા.

એજ દિવસોમાં શાસ્ત્રીજીને કેટલાક દિવસો માટે અલાહાબાદ બહાર જવાનું થયું. જણાવ્યા વગર શાસ્ત્રીજીના એક મિત્રએ, સરકારી અધિકારી સાથે મળી, પોતાના માટે અને શાસ્ત્રીજી માટે એક-એક પ્લૉટ ખરીદવાની અનુમતિ પ્રાપ્ત કરી લીધી. સરકારી નિયમ અનુસાર ટ્રસ્ટના સદસ્ય પ્લૉટ ખરીદવા તથા લિલામીમાં ભાગ લેવા માટે હકદાર નથી હોતા. પરંતુ મિત્રએ પ્લૉટ ખરીદી લીધો તથા તેમના અને શાસ્ત્રીજીના પૈસા પણ જમા કરાવી દીધા.

બહારગામથી પરત આવવા પર શાસ્ત્રીજીને બધી વાત માલૂમ પડી. એમને અત્યંત દુઃખ થયું. એમના મિત્રએ શાસ્ત્રીજીએ અનેક પ્રકારે સમજાવવાની કોશિશ કરી કે કોઈ પણ ગેર-કાનૂની કામ નથી થયું અને કમિશનની અનુમતિ પણ નિયમ અનુસાર જ લેવામાં આવી છે. પરંતુ શાસ્ત્રીજી જેવાં નિર્લોભી અને ઉદાત્ત વિચારો વાળા વ્યક્તિ આ પ્રકારની ગેરરીતિ દ્વારા ભલા કઈ રીતે સંતુષ્ટ થવાના હતા? તેમણે એમના મિત્રને સ્પષ્ટ કહી દીધું કે આ કાર્ય સર્વથા અનુચિત છે. એટલું જ નહીં, તેમણે એમના મિત્રને બન્ને પ્લૉટ ટ્રસ્ટને પરત કરવા બાધ્ય કરી દીધા. મિત્રને ઘણી આનાકાની કર્યા બાદ શાસ્ત્રીજીની વાત એણે માનવી પડી.

ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટની બેઠક થઈ. એમાં સદસ્યોએ શાસ્ત્રીજીને ફરી અનુરોધ કર્યો કે તેઓ પ્લૉટ લઈ શકે છે. શાસ્ત્રીજીએ ઘણી દ્રઢતાથી ઉત્તર આપ્યો કે -
"પહેલી વાત તો એ કે આ ટ્રસ્ટના સદસ્ય હોવાને કારણે કોઈ પણ - સીધી કે આડકતરી - રીતે આમ લાભ લેવો હું અનૈતિક માનું છું. બીજી વાત એ કે સાર્વજનિક કાર્યકર્તાની ઉપાધિથી મારે કોઈ પણ પ્રકારની સંપત્તિ નહીં બનાવવી જોઈએ. ત્રીજી વાત એ કે મેં મહાત્મા ગાંધીની સંમુખ આ વચન આપ્યું હતું કે હું કોઈ પણ પ્રકારનું સ્વ અર્થ માટે ઘર કે સંપત્તિ નહીં બનાવીશ અને ઈશ્વર પર દ્રઢ આસ્થા રાખી જીવન વીમો પણ નહીં કરાવીશ. આ દેશમાં અગણિત અનાથ પરિવાર છે. જો મારું પરિવાર પણ મારા મૃત્યુ બાદ એ ગણતરીમાં આવી જાય તો પણ એનાથી મારી આત્માને સંતોષ જ પહોંચશે. હું સાંસારિક સુખ-સુવિધાની અપેક્ષા જીવનની શુદ્ધતા અને પવિત્રતાના પાલનને અધિક શ્રેયસ્કર સમઝું છું.

શાસ્ત્રીજીએ સંપૂર્ણ જીવન આ સિદ્ધાંતોનું પાલન કર્યું. દેશના પ્રધાન મંત્રીના આસન પર બેસીને પણ એમનું જીવન તદ્દન સરળ અને સાદું રહ્યું. એમણે કોઈ ધન કે સંપત્તિ જમા નહિ કરી. વળી પોતાની ઓળખથી એમના સંતાનને અનુચિત રૂપથી કોઈ નોકરી કે વ્યાપાર ધંધામાં સહાય કરવાની પણ કોશિશ ન કરી.       (લાલબહાદુર શાસ્ત્રી ..........૦૨.૧૦.૧૯૦૪-૧૦.૦૧.૧૯૬૬)

સનાતન જાગૃતિ બ્લોગ માંથી સાભાર ...........

Sunday, October 2, 2011

संकीर्ण न मन हो, माथा रहे यह ऊंचा...


01.10.2011
આજ ની પોસ્ટ  http://kotakkeyur.blogspot.com/ માંથી આભાર સહ .............
THURSDAY, SEPTEMBER 29, 2011

संकीर्ण न मन हो, माथा रहे यह ऊंचा...



हे नाथ, निवेदन यही एक है मेरा,
दुख-सुख को सहने का तुम मुझको बल दो,
दो मुझे शक्ति इतनी कि सफल हो सेवा,
मैं किसी अकिंचन को न कभी सताऊं,
बलशाली के आगे न कभी डर जाऊं,
संकीर्ण न मन हो, माथा रहे यह ऊंचा,
मैं तेरे ही चरणो में शीश नवाऊं,
बस रहे सदा ही मुझे भरोसा तेरा.

रवींद्रनाथ ठाकुर
 કેયૂર કોટક   
Original Source: http://kotakkeyur.blogspot.com/



Saturday, October 1, 2011

ગરબડીઓ કોરાવો


૩૦.૦૯.૨૦૧૧
............એક જમાનો હતો કે જયારે નાની બાળાઓ દીપ પ્રગટાવેલો માટી નો ગરબો લઇ શેરીએ શેરીએ ઘુમવા જતી.....આ દ્રશ્ય આજે તો અદૃશ્ય થઇ ગયું છે.તે જમાનામાં ભમવા જતી બાળાઓ જે ગરબાઓ ગાતી  તેમાનો એક ........ આજે પ્રસ્તુત છે.........



‘ગરબો’ શબ્દનું મુળ ‘ગર્ભદીપ’ શબ્દમાં રહેલું મનાય છે. જેના ગર્ભમાં દીવડો છે તે ગર્ભદીપ આગળ જતાં ગરબો કહેવાયો તે વાત સાવ અજાણી નથી. ગરબો નોરતાં સાથે સીધો સંકળાયેલો છે. નોરતાંના નવ દીવસ આ ગરબાને વચ્ચે મુકીને બહેનો – હવે તો ભાઈઓ પણ – ‘ગરબા’ ગાય છે.
ગરબડીઓ કોરાવો ,ગરબે જાળીડા મેલાવો જો,
હું રે પનોતી ,મારે વહાલા ભાઈ છે વીરા જો,
વહાલા ભાઈનાં લાડકડા વહુ શેરડીયું શણગાર જો ,
શેર મોતી- લાડવાને ખારેકડી ખજુર જો,
ભાઈ બેઠો જમવા ,ભોજાઇ એ ઓઢ્યા ચિર જો,
ચિર ઉપર ચુંદડી,ને ચોખલિયાળી ભાત જો,
ભાતે,ભાતે ઘૂઘરીયું,કાંઈ વહેલ દડુકી  જાય જો,,
વહેલ મા બેઠો વાણીયો ને કાંઈ કાગળ લખતો જાય જો,
કાગળ મા બે પૂતાળિયું,કાંઈ હસતી –રમતી જાય જો,
વાંકાનેરનો વાણીયો કાંઈ શેર હીંગળોક  તોળે જો,
બેનીબા ચાલ્યા સાસરે કાંઈટીલી ચોઢી લલાટ જો,
આછી ટીલડી ઝગમગે ,મારે ટોડલે ટહુકે મોર જો,
માને વધાવ્યાં મોતીડે , ઈઢોણી રમતી મેલજો ,
રમતી હોય તો રમવા દેજો ,ટીપું તેલ પડવા દેજો.
     


Thursday, September 29, 2011

લતા મંગેશકર


૨૮.૦૯.૨૦૧૧
આજે સ્વર સામ્રાજ્ઞી લતાજી નો જન્મદિવસ ........અનેક શુભેચ્છાઓ સહ ...........
લતા મંગેશકર


ભારત રત્ન લતા મંગેશકર (જન્મ સપ્ટેમ્બર ૨૮, ૧૯૨૯ ઇંદોર), ભારતની સૌથી ખ્યાતનામ ગાયીકા છે. તેમની કારકીર્દી છ દાયકા ચાલેલી છે. આમતો તેમણે બીનફીલ્મી ગીતો પણ ગાયાં છે, પણ તેઓને તેમની ખ્યાતિહિન્દી પાર્શ્વ ગાયિકા તરીકે મળી. પોતાની બહેન આશા ભોંસલે સાથે તેઓનું પ્રદાન હિન્દી ફિલ્મ સંગીત માં સૌથી મોટું ગણાય છે.
લતાજી એ ગુજરાતીગીતો પણ ગાયા છે. જેમાં
§  માને તો મનાવી લેજો રે, ઓધાજી રે મારા વાલાને વઢીને કેજોરે.....
§  દીકરી તો પારકી થાપણ કહેવાય ....
§  વૈષ્ણવ જનતો ....
§  હે કાનુડા તોરી ગોવાલણ ...
જેવા લોકપ્રીય ગીતો, ભજનો,પ્રભાતિયા નો સમાવેશ થાય છે.

Tuesday, September 27, 2011

થેંક યૂ મમ્મી..................


     ૨૬ .૦૯.૨૦૧૧
 આજે અંતર ના ઊંડાણ માંથી માત્ર..........થેંક યૂ   મમ્મી..................
થેંક યૂ   મમ્મી

મમ્મી ને થેંક યૂ કહેવું એટલે ધડકન માટે હૃદય નો,શ્વાસ માટે હવાનો ,પ્રકાશ માટે સૂર્ય નો અને સ્મિત માટે ખુશીનો આભાર માનવો .જો કોઈ આપણને પૂછી બેસે કે તમે ક્યારેય તમારી મમ્મી ને થેંક યૂ  કહ્યું છે,તો આપણે ચોક્કસ વળતો સવાલ પૂછીએ કે આ વળી કેવો સવાલ છે ? મમ્મીને કદી થેંક યૂ   કહેવાય ? મમ્મી ને થેંક યૂ   કહેવાની જરૂર ખરી? પણ આ સવાલ ખુબજ અગત્યનો છે. કોઈ પણ મા થેંક યૂ   ને પાત્ર છે. એટલું જ નહી એને એ મેળવવાનો  જન્મસિદ્ધ અધિકાર છે. એને આભારની લાગણી નહી પહોચાડવી એ એક જાતની નિષ્કાળજી છે.મા આપણા જીવન મા જે કાંઈ આપે છે એની નોંધ લેવા, એ તરફ કૃતજ્ઞતા વ્યક્ત કરવા આપણે શું કરીએ છીએ? આ એક વિચારવા જેવો મુદ્દો છે.શું એને પણ વળતાં પ્રેમની, હૂંફની, માવજતની  જરૂર  નથી હોતી? ભલે એ કોઈ પણ બદલાની ભાવના સાથે રાખ્યા વગર એનો સમગ્ર પ્રેમ એનાં સંતાનો પર વરસાવી દે ,પણ શું એનો અર્થ એ છે કે સંતાનો એની આ વૃતિ ને સામાન્ય ગણીને એનું કોઈ મૂલ્ય જ  ના સમજે?
માને સંતાનો પાસેથી અઢળક પ્રેમની આશા નથી હોતી ,પણ હૂંફની આશા તો હોયજ છે જ. સંતાનો બધું માને પૂછી પૂછીને ના કરે તો ચાલે, પણ કોઈ દિવસ માને ‘તું કેમ છે?’ એવું પૂછે એટલી આશા તો માને હોયજ છે.સંતાનો ગરમાગરમ ખાવાનું માને ન ખવડાવે તો ચાલે ,પણ જયારે માનું શરીરગરમ હોય ત્યારે ‘ તને શું થાય છે?’ એટલું માને પૂછે એટલી આશા તો માને હોયજ છે. સંતાનો આખો દિવસ માને ઊંચકી ઊંચકીને ના ફરે તો ચાલે પણ માનો ઘૂટણ જયારે દુખતો હોય ત્યારે એની કોઈ વસ્તુ ઊંચકીને એની જગ્યાએ મૂકી આપે એટલી આશા તો માને હોય છે જ. સંતાનો દરરોજ મા ની પાસે બેસીને રામાયણની ચોપાઇઓ ના સાંભળે તો ચાલે, પણ માને સ્પર્શતી કોઈ વાત હોય એ ધ્યાન દઈ સાંભળે એટલી આશા તો હોય છે જ.સંતાનો ભલે શબ્દો થી થેંક યૂ ના કહે પણ વર્તનથી કયારેક માતૃત્વનું અભિવાદન કરે એટલી આશા  તો માને હોય છે જ કારણ કે ,મા પણ આખરેતો માણસ છે.   
(થેંક યૂ  મમ્મી ...અમીષા શાહ......મૃગાંક શાહ......સંપાદકીય માંથી )

માતા સીતા હોય કે  તાટકા હોય,
માતા સતી હોય કે ગણિકા હોય,
માતા ગાય હોય કે વાઘણ હોય,
માતૃત્વ સદાય પવિત્ર જ હોય છે,
આ પૃથ્વી પર માતૃત્વ થી અધિક પવિત્ર
એવી કોઈ ઘટનાની માને જાણ નથી ,
પૃથ્વી પોતે પણ એક માતા જ છે !!!!
(  ગુણવંત શાહ ....... થેંક યૂ  મમ્મી ..માંથી સાભાર .....).
     .




Saturday, September 24, 2011

ભગવાન મહાવીર અને જેઠો ભરવાડ : સૌમ્ય જોશી


૨૪.૦૯.૨૦૧૧
      આજે એક ખુબજ સુંદર કાવ્ય  શ્રી સૌમ્ય જોશીનું ...... ભગવાન મહાવીર અને જેઠો ભરવાડ.........
ભગવાન મહાવીર અને જેઠો ભરવાડ : સૌમ્ય જોશી



.                                                                                                                              













આ સ્યોરી કહેવા આ’યો સું ને ઘાબાજરિયું લાયો’સું.
હજુ દુ:ખતું હોય તો લગાડ કોનમાં ને વાત હોંભળ મારી.
કે તીજા ધોરણમાં તારો પાઠ આવે’સે.
હવે ભા ના પાડતા’તા તોય સોડીને ભણાવવા મેલી મેં માંડમાંડ
તો ઈને તો ઈસ્કૂલ જઈને પથારી ફેરવી કાલે,
ડાયરેક ભાને જઈને કીધું કે આપણા બાપદાદા રાક્ષસ,
તો મહાવીર ભગવાનના કોનમાં ખીલા ઘોંચ્યા.
હવે ભાની પર્શનાલીટી તને ખબર નહિં,
ઓંખ લાલ થાય એટલે સીધ્ધો ફેંસલો.
મને કે’ ઈસ્કૂલથી ઉઠાડી મેલ સોડીને,
આ તારા પાઠે તો પથારી ફેરવી નાંખી.
હવે પેલાએ ખીલા ઘોંચ્યા એ ખોટું કર્યું, એ હું યે માનું સું,
પણ એને થોડી ખબર કે તું ભગવાન થવાનો સું !
ને તીજા ધોરણમાં તારો પાઠ આવવાનો.
એનું તો ડોબું ખોવાઈ ગયું તે ગભરાઈ ગ્યો બિચારો.
બાપડાન ભા, મારા ભા જેવા હશે,
આ મારથી ચંદી ખોવાઈ ગઈ’તીને તે ભાએ ભીંત જોડે ભોડું ભટકાઈને
બારી કરી આલી’તી ઘરમાં
તો પેલાનું તો આખું ડોબું જ્યું તારે લીધે,
દિમાગ તપ્યું હશે તો ઘોંચી દીધા ખીલા.
વાંક એનો સી,
હાડી હત્તરવાર ખરો,
પણ થોડો વાંક તારોય ખરો ક નહિં,
હવે બચારો બે મિનિટ માટે ચ્યોંક જ્યો,
તો આંસ્યુ ફાડીને એનું ડોબું હાચવી લીધું હોત
તો શું તું ભગવાન ના થાત?
તારું તપ તૂટી જાત?
હવે એનું ડોબું ઈનું તપ જ હતું ને ભ’ઈ.
ચલો એ ય જવા દો,
તપ પતાઈને મા’ત્મા થઈને બધાને ઉપદેશ આલવા માંડ્યો,
પછી એ તને ઈમ થયું કે પેલાનું ડોબું પાસું અલાવું?
તું ભગવાન, મારે તને બહુ સવાલ નહિં પૂછવા,
મું ખાલી એટલું કહું’સું.
કે વાંક બેયનો સે તો ભૂલચૂક લેવીદેવી કરીને પેલો પાઠ કઢાયને ચોપડીમોંથી,
હખેથી ભણવા દે ન મારી સોડીને,
આ હજાર દેરા (જૈનદેરાસર) સી (છે) તારા આરસના,
એક પાઠ નહિં હોય તો કંઈ ખાટુંમોળું નહિં થાય,
ને તો ય તને ઈમ હોય તો પાઠ ના કઢાય બસ!
ખાલી એક લીટી ઉમારાઈ દે ઈમાં,
કે પેલો ગોવાળિયો આયો’તો, સ્યોરી કહી ગ્યો છે,
ને ઘાબાજરિયું દઈ ગ્યો છે !
- સૌમ્ય જોશી
.
ગુજરાત સરકાર અને સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ ૨૦૦૭નો ગુજરાત યુવા ગૌરવ પુરસ્કાર સૌમ્ય જોષીને અર્પણ કરવામાં આવે છે.  
આપ સૌને, ભગવાન મહાવીરની એ વાત તો જરુર યાદ હશે જ કે,  તેઓ તપ કરતાં હતાં ત્યારે એક ભરવાડ તેમને ડોબું ( ભેંસનું બચ્ચું) સાચવવાનું કહે છે. પ્રભુ તો તપમાં તલ્લીન, ડોબું તો ત્યાંથી જતું રહે છે અને ક્રોધિત ભરવાડ તેમનાં કાનમાં ખીલા ખોસી દે છે. આ જ વાતને આપણે તીજા (ત્રીજા) નહિં તો પાંચમા કે સાતમા ધોરણમાં ભણેલાં પણ હવે જેઠા ભરવાડની સોડી (છોકરી,દીકરી) ને આ પાઠ ભણવામાં આવે છે અને  જેઠો ભરવાડ  રજૂ કરે છે તેની વાત ભગવાન મહાવીરને.  મહાવીરનું તપ, પેલા ભરવાડનું  ડોબું જ્યમ એનું તપ …  એમ જ સોડીને ભણાવવું  એ જેઠાનું તપ !
.
.
શબ્દાર્થ : ઘાબાજરિયું – બાજરી જેવી એક વનસ્પતિ જેને ઘા પર લગાડવાથી જલ્દી રુઝ આવે છે અને પાકતું નથી. ભા – મોટા કાકા અથવા દાદા. ભોડું –માથું.
 આપણે પણ જેઠા ભરવાડ ની જેમ મહેતાજી ને........કાંઇક આમ કહીશું?
. આપણે
.
 .

આ સ્યોરી કહેવા આ’યો સું ને પ્રાયશ્રીત નું પોટલું  લાયો’સું.
હજુ દુ:ખ લાગતું  હોય તો માફી માગવા આયો છું .
મારા છોડા એ ડાયરેક ભાને જઈને કીધું કે આપણા બાપદાદા રાક્ષસ,
તો નરસિહ ને નાત બહાર  કરી ને કડવા વેણ કીધા ,
વાંક અમારો ,
હાડી હત્તરવાર ખરો,
પણ થોડો વાંક તારોય ખરો કે  નહિં, તું તો જમાનાથી  એક શતકો આગળ ,
તે જમાના નાં સમાજ માં તારી વાત નો મેળ ખાય ખરો ?