૩૧/૦૮/૨૦૧૭..(૮૫)..કન્યાદાન નહી કરું
સંકલિત...... ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ
કન્યાદાન નહી કરું
જાઓ, હુ નથી માનતો આને
,
કારણ...કારણ કે મારી દિકરી એ કોઈ વસ્તુ નથી
જેને હુ દાન મા આપી દઉ..; દિકરી.. હુ તને બાંધુ છુ એક પવિત્ર બંધન મા,
પતિ સાથે રહી એ બંધન ને સદા નીભાવજો તમે, હુ તને અલવિદા નથી કહેતો ,
દિકરી... આજ થી તારા બે ઘર , જ્યારે ઇચ્છા થાય આવજે ,
જ્યા જાય છે ને દિકરી.. ખુબ પ્યાર વર્સાવજે તુ ,
દરેક ને પોતાના બનાવજે તુ, પણ દિકરી... ક્યારેય મરી મરી ને ના જીવતી ,
દીકરી.. તુ જ અન્નપૂર્ણા,તુ જ શક્તિ,રતી પણ તુ,
જિંદગી ને ભરપૂર જીવજે તુ,ના તુ બેચારી,ના તુ અબલા,
ખુદ ને ક્યારેય અસહાય ના સમજીશ તુ, દિકરી... હુ દાન નથી કરી રહ્યો તને,
પ્રેમ ના એક નવા બંધન મા બાંધુ છુ
તને, જેને બખૂબી નીભાવજે તુ......
સંકલિત...
No comments:
Post a Comment