૨૮/૦૫/૨૦૧૭.....
ગુરુજી ની કલમે.....
ધી ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસ મા
પસિદ્ધ થયેલ પ્રવચનો નો સંગ્રહ
૧૦ મી સપ્ટેમ્બર ૨૦૦૬ સુધી
સંકલિત......
અનુવાદક: નિરુપમ ભાસ્કરલાલ
અવાશિયા.
બી.ઈ.(ઈલેક્ટ્રીકલ)
જેને આંખ હોય તે જ જોઈ શકે છે અને જેને કાન હોય તેજ સાંભળી શકે છે.જે જોઈ શકાય છે તે સાંભળી
શકાતું નથી,તે જોવાનું જ હોય છે.જિંદગી ના પાંચ પરિમાણો અથવા ઇન્દ્રિયો હોય
છે.-જોવું,સાંભળવું,સુંઘવું,સ્વાદ પરખવો,સ્પર્શ.પરંતુ એક વધારે ઇન્દ્રિય છે જે –આપણા
ધ્યાન બહાર રહી ગઈ છે-એ છે-લાગણી.હાજરી ની લાગણી/અહેસાસ.પ્રકાશ આંખો વડે સાંભળી
શકતો નથી,તેને આંખો વડે જોવાનો હોય છે. ધ્વની
આંખ વડે જોઈ શકાતો નથી.પરંતુ કાન વડે સાંભળી શકાય છે.તેજ રીતે હાજરી નો
અહેસાસ હદય વડે અનુભવી શકાય છે.
ઈશ્વર એ ઇન્દ્રિયો વાટે
સમજવા ની વસ્તુ નથી.પરંતુ તે લાગણી ઓ નો અહેસાસ ,હાજરી નો અહેસાસ,મૌન નો
અવાજ,જીદગી નો પ્રકાશ,વિશ્વ નો અર્ક,અને પરમ આનંદ છે.અને આપણું મનુષ્ય જીવન ત્યારે
જ સાર્થક છે કે જયારે આપણે આપણી આ છઠ્ઠી ઇન્દ્રિય સહ જીવીએ.
જો તમે હતાશા અનુભવતા હોવ,અને નિરાશા ની લાગણી
ચાલુ જ રહેતી હોયતો તમે તમારી આજુબાજુ નિરાશાના પરમાણુંઓ/વાદળો ને ઊભા કરો છે. આ
તમારી આસપાસ ના નિરાશાના અણુંઓ વાતાવરણ મા જઇ,તેને વળગી જાય છે.તે જગ્યા પર કોઈ
તમારા પછી આવે તો તેને પણ કોઈ પણ કારણ વગર નિરાશાની લાગણી થાય છે. શું તમે આ
અનુભવ્યું છે?તમે કોઈ રૂમ મા દાખલ થાવ અને તમને ગુસ્સો આવવા લાગે,તમે થોડી મીનીટો
પહેલાં તો શાંત હતા,પરંતુ તમે રૂમ મા દાખલ થયાને ગુસ્સો,ભાર,તનાવ તમારા પર હાવી થઇ
ગયા.
આજકાલ પર્યાવરણ અંગે
ઘણીજ ચર્ચાઓ થાય છે.પર્યાવરણવાદીઓ તમે જ્યાં જૂઓ ત્યાં સર્વત્ર કામ પર લાગેલા હોય
છે.જંગલો બચાવવાની અને વધારે હરિયાળી લાવવાની,વસ્તુઓ,પ્લાસ્ટિક ના રીસાયકલીંગ ની,અને વધારે ને વધારે કુદરતી
અને જેવીક (ઓર્ગેનિક) પ્રદાર્થો ના ઉપયોગ ની વાતો ચાલે છે. થોડાં વર્ષો પહેલાં આ
કોઈ મુદ્દો જ ન હતો.ખરું કે નહી? હવે બધાજ દેશો એકત્ર થઇ આ પૃથ્વી નામનાં
ગ્રહ ને બચાવવા કરારો/સમજૂતીઓ કરી રહ્યા છે.પૃથ્વી ની જેમજ આપણે પાણી ને પ્રદુષિત
કરી રહ્યા છીએ,આપણે ભાવનાઓ અને લાગણીઓ ના સુક્ષ્મ વાતાવરણ ને પણ પ્રદુષિત કરી
રહ્યા છીએ.
માણસ પોતાનાજ વાતાવરણ નો શિકાર બની રહ્યો છે.તેનો પોતાનાં મગજ પર કાબુ
નથી અને વાતાવરણ નો શિકાર બન્યો છે અને સમગ્ર વાતાવરણમાં તનાવ પેદા થયો છે.કેમ
ખરું કે નહી?
આપણી નકારાત્મક ભાવનાઓ વડે આપણે સુક્ષ્મ રીતે આપણા વાતાવરણ ને પ્રદુષિત
કરીએ છીએ.પરંતુ આ પ્રદુષણ ને દુર કરવામાં ખાસ્સો સમય લાગે છે.તમે અનિવાર્ય પણે
કોઈવાર તાણ અનુભવો,તમે કોઈવાર નકારાત્મકતા નો અહેસાસ કરો,તમે કોઈ વાર શંકાશીલ
બનો,કોઈવાર તમે આ પ્રકાર તમામ ભાવ નો અનુભવ કરો છો,-આ એક અનિયાર્ય વસ્તુ છે.આમ થાય
છે.કોઈ આમ થાય તેમ ઈચ્છતું નથી.પરંતુ જયારે આવું બને છે ત્યારે આપણે આ બધાનો સામનો
કઈ રીતે કરીએ છીએ? આપણે જીવન ની અન્ય વસ્તુઓ વિશે ઘણું જ સાંભળીએ છીએ,પરંતુ આપણે
આપણી જાત વિશે સંભાળવા મા બહુ જ અલ્પ સમય
વ્યતીત કરીએ છીએ;આપણા મગજ નું નિયંત્રણ
કેમ કરવું?વર્તમાન મા કેમ જીવવું?કઈ રીતે આનંદમા અને કૃતઘ્ન થઇ રહેવું?તે આપણે શીખ્યા નથી.આ
ખૂબજ કમનસીબ બાબત છે. તો પછી આનો ઉકેલ શો? આજ વાત છે જ્યાં આપણે આપણા વાતાવરણ,આપણા
મગજ ,આપણી લાગણીઓ,અને સામાન્ય રીતે આપણા જીવન નું નું સંચાલન કરનાર વાતાવરણ ના મુળભુત સિધ્ધાંત ને ચુકી/ભૂલી ગયાં છીએ.આપણું શરીર મા નકારાત્મકતા કરતાં આનંદ અને સુખ ના સ્પંદનો
લાંબો સમય ટકાવી રાખવા ની ક્ષમતા ધરાવે છે કારણ કે-સકારાત્મકતા એ આપણા અસ્તિત્વ મા
કેન્દ્ર સ્થાને છે.જેમ અણું ની સંરચના મા -પ્રોટોન
અને ન્યુટ્રોન પરમનું ના કેન્દ્રમાં હોય છે, અને ઇલેક્ટ્રોન તો માત્ર પરિઘ/સીમા પર
જા હોય છે,તેવું જા આપણા જીવન ની બાબત મા પણ છે;કેન્દ્ર/મધ્ય મા
આનંદ,સકારાત્મકતા,અને સુખ છે અને તે નકારાત્મકતા અણું ઓ ના વાદળો વડે ઘેરાયેલા હોય
છે. શ્વાસ ની મદદ વડે આપણે આસાની થી
નકારાત્મક લાગણીઓ પર ટુંકા ગાળા માટે કાબુ મેળવી શકીએ છીએ.યોગ/ધ્યાન વડેઅને કેટલીક
શ્વાસોચ્છવાસની તરકીબ દ્વારા તમે આ નકારાત્મકતા
ના વાદળો ને દુર કરી શકો છો.
મને લાગે છે કે –ભવિષ્ય મા એવો નિયમ/કાયદો આવશે કે-જે કોઈ હતાશ
થશે,તેનો દંડ થશે! હતાશ થવા માટે રૂપિયા ૧૦,૦૦૦ હાજર નો દંડ!!પછી તમને
યોગ/પ્રાણાયામ કરી ને કોઈ પણ પ્રકાર ની દવા ની ગોળી લીધા વગર હતાશા દુર કરવા કહેવા
મા આવશે.તમારા માટે એવું તે શું છે કે જેના કારણે તમારે હતાશા અનુભવી પડે?તમે આ પૃથ્વી ગ્રહ પર થોડા
સમય માટે છો.અને જ્યાં સુધી તમે અહીં છો ત્યાં સુધી આનંદ થી જીવી શકો છો.આ જીવન પાસે
તમો ને પ્રદાન/આપી શકે તેવું ઘણું જ છે. આ
તમે એક વાર સમજી લો,તમે તમારા આત્મા ને શશક્ત કરી શકો છો.તમારો આત્મા તમારા હાસ્ય
નો ભૂખ્યો છે.જો તમે તેને આ આપી શકો તો તમે
આખું વર્ષ સ્ફૂતિ નો અહેસાસ કરી શકો છો.અને કોઈ પણ તાકાત પછી તે ગમે તે હોય
તમારું સ્મિત/હાસ્ય તમારી પાસે થી છીનવી શકે નહી.
જીવનમાં દરેક સફળ થવા માંગે છે.પરંતુ સફળતા શું છે? તે જાણ્યા સિવાય
તમારે સફળ થવું છે.
સફળતા ની નિશાની ઓ કઈ છે? માત્ર પુષ્કળ ધન/દોલત હોવી,એ સફળતા છે?તમે
એમ શા માટે વિચારો છો કે-ધન એટલે સફળતા?કારણ કે ધન તમને જે કરવું હોય તે કરવા ની
છૂટ આપે છે,તમારી પાસે મોટું બેક નું બેલેન્સ હોય,પરતું પેટમાં દર્દ હોય,અલ્સર
હોય,તમારે બાય-પાસ સર્જરી કરવી પડે;તમે આ ખાઈ ના શકો,આમ ના કરી શકો,કે તેમ ના કરી
શકો.આપણે અડધા ઉપરાંત તંદુરસ્તી ના ભોગે
સંપત્તિ મેળવીએ છીએ,અને અડધા ઉપરાંત સંપતિ તે તંદુરસ્તી પછી મેળવવા મા વેડફીએ
છીએ.આ વિચિત્ર નથી?શું આ સફળતા છે?આ ઘણીજ ખરાબ ગણતરી છે.
સફળતા નો દાવો કરનારા ઓ પર
નજર નાંખો.-શું તે લોકો સફળ છે?ના તેઓ પીડિત/દુઃખી છે.
તો પછી સફળતાની નિશાની ઓ કઈ?સફળતાની નિશાની છે-અભૂતપૂર્વ આંનદ,ખરું કે
નહી?તે છે વિશ્વાસ,કરુણા,ઉદારતા,અને એવું હાસ્ય કે જે –કોઈ છીનવી ના શકે,આ ખરેખર
સફળતા ને વધારે મુક્તિ ના લક્ષણો છે.અને આજ સફળ વ્યક્તિ ના લક્ષણો છે.
થોડો સમય કાઢો અને સ્વસ્થ/શાંત મગજ થી તમારી જાત મા ઊંડાણ થી જૂઓ.આપણા
મગજ ની અંદર ની છાપ ભૂંસી, આપણા અસ્તિત્વ ના કેન્દ્ર સમા દિવ્ય તત્વ ની હાજરી નો
અહેસાસ કરો..
અને આજ તો તેમની(પરમ તત્વ )ની હાજરી નો અહેસાસ છે.
લેખક: શ્રી.શ્રી. રવિશંકરજી ......અનુવાદ: નિરુપમ અવાશિયા...........ચિત્રો સૌજન્ય- ઈન્ટરનેટ....