Sunday, May 14, 2017

બોધકથા---૦૨..."મારું કોઈ નથી..."

14/05/2017....આજે બોધ કથા-૨..."મારું કોઈ  નથી..."
 સંકલિત......                                                                             ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....
બોધકથા
એક માણસ સાધુ પાસે ગયો. તેણે કહ્યું કે, “મારું કોઈ નથી.સાધુએ પૂછયું કે, “કેમ તારી પાસે મા-બાપ, ભાઈ-બહેન, સગાં-વહાલાં, મિત્રો, પાડોશીઓ, સાથે કામ કરતા લોકો નથી?” પેલા માણસે કહ્યું, “બધાં છે પણ મારા કોઈ નથી. બધા નક્કામા છે. મારું કોઈ નથી.આ વાત સાંભળીને સાધુએ સવાલ કર્યા કે, “હવે તું મને કહે કે તું કોનો છે?” યુવાન પાસે તેનો જવાબ ન હતો. સાધુએ કહ્યું કે,                         સાચી વાત એ છે કે બધાં જ તારા છે પણ તું કોઈનો નથી. તારા લોકોને થોડોક પ્રેમ તો કરી જો, તારા લોકો આપોઆપ તારા થઈ જશે.કોઈના થયા વગર આપણે કોઈને આપણા ન કરી શકીએ.

No comments: