Friday, May 12, 2017

બોધ કથા -૦૧-તાનસેન,ગુરુ હરિદાસ,અકબર....

૧૨/૦૫/૨૦૧૭...એક બોધ કથા....

 સંકલિત......                                                                             ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....


એકવાર અકબર બાદશાહે દરબારમાં સંગીતસમ્રાટ તાનસેનનું સંગીત સાંભળ્યું ને આફરીન પોકારી ગયો કે વાહ, શું ગાયકી છે. તેને થયું કે તાનસેન આટલું સુંદર ગાઈ શકે છે, તો એના ગુરુ કેટલું સરસ ગાતા હશે ? બાદશાહે પોતાનો વિચાર તાનસેનને કહ્યો. તાનસેને પોતાના ગુરુ સ્વામી હરિદાસનાં વખાણ કર્યાં. એમની દિવ્ય ગાયકીનાં વખાણ કર્યા. બાદશાહ કહે, આપણે એમને દરબારમાં બોલાવીએ. તાનસેન કહે, એ દરબારમાં ન આવે. એમને સાંભળવા આપણે ત્યાં જવું પડે. અકબર બાદશાહ કબૂલ થયા. બંને જણા વેશ બદલીને ગયા. સ્વામી હરિદાસ સવારના પહોરમાં રિયાઝ કરતા હતા ત્યારે પહોંચ્યા અને છુપાઈને ભજન સાંભળ્યા. અકબર બાદશાહ ભાવવિભોર થઈ ગયા. તેમણે તાનસેનને કહ્યું તું આ જ ભજન ગાય છે, પણ આટલી સારી રીતે નથી ગાઈ શકતો. એનું શું કારણ ..?
તાનસેન કહે, બાદશાહ, હું તમારા કહેવાથી તમને ખુશ કરવા ગાઉં છું, જ્યારે સ્વામીજી અંતરના ઊંડાણથી ભગવાનને રીઝવવા ગાય છે. કોણ કોના માટે ગાય છે એના પર એની ગુણવત્તાનો આધાર છે..

૧૭.૦૫.૨૦૧૭--સંકલિત

No comments: