૨૬/૦૫/૨૦૧૭....બોધ કથા...૧૩...
સંકલિત...... ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....
સંકલિત...... ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....
(૧) રોગ જેવો ભક્તિનો ઘમંડ …
અને (૨) અહમ્ … (બોધકથાઓ) …
(૧) રોગ જેવો ભક્તિનો ઘમંડ …
નારદના ચિત્તમાં એક વાર ઘમંડ જન્મ્યો કે પોતાના કરતાં મોટો ભક્ત કોઈ નથી. એમનું મન વાંચી ભગવાને કહ્યું : ‘નારદ, અમૂક જગ્યાએ જાઓ. ત્યાં એક મહાન ભક્ત વસે છે. એની ઓળખાણ કરજો. કારણ, એ મારો સનિષ્ઠ ભક્ત છે.’ નારદ ત્યાં ગયા અને જોયું તો એક ખેડૂ હતો. એ વહેલો ઊઠતો અને એક જ વાર હરિનું નામ બોલી, હળ લઇ ખેતરે ઉપડી જતું અને આખો દહાડો એ ખેડ કરતો. રાતે ફરી વાર હરિનામ બોલી એ ઊંઘી જતો. નારદ મનમાં વિચારવા લાગ્યા : ‘આ ગામડિયો ભગવાનનો મહાન ભક્ત શી રીતે હોઈ શકે ? હું એને આખો દાહ્ડો સાંસારિક કાર્યોમાં વ્યસ્ત જોઉં છું. અને એનામાં પવિત્રતાનું કોઈ ચિહન જોવા મળતું નથી.’ પછી નારદજી ભગવાન પાસે પાછા ગયાં અને પોતે કરેલી નવી ઓળખાણ બાબત પોતે જે માનતા હતા તે કહ્યું. એટલે ભગવાને નારદના હાથમાં તેલ ભરેલો એક પ્યાલો આપી કહ્યું : ‘નારદ આ તેલનો પ્યાલો લઇ આ નગરની પ્રદક્ષિણા કરી લાવો. પણ તેલનું એક ટીપુંયે ઢોળાઈ નહીં એનું બરોબર ધ્યાન રાખજો.’ નારદે કહ્યા પ્રમાણે કર્યું અને એ પાછા આવ્યા ત્યારે ભગવાને પૂછ્યું : ‘વારુ, નારદ, તમે નાગર ફરતે જતાં હતા ત્યારે તમે મેં કેટલી વાર યાદ કર્યો હતો ? ‘એક વાર પણ નહીં, પ્રભુ’, નારદે કહ્યું, ‘આ તેલ છલછલતા પ્યાલાનું ધ્યાન રાખવાનું હોય ત્યાં, તમને સ્મરવાનું શી રીતે બને ?’ એટલે ભગવાન બોલ્યા : ‘ આ એક તેલના પ્યાલાએ તમારું ધ્યાન એવું તો બીજે વાળ્યું કે તમે મને સદંતર ભૂલી જ ગયાં. પણ પેલો ગામડિયો જુઓ. કુટુંબ અને સંસારનો ભાર વેંઢરતો એ રોજ મને બે વાર સ્મરે છે.’
(૨) અહમ્ …
એક શિલ્પી હતો. તે પથ્થરમાંથી બેનમુન મુર્તિઓ કંડારતો. તે એટલી
સુંદર મુર્તિઓ કંડારતો કે જોનારને એમ લાગે કે આ હમણા જ બોલી ઊઠશે. એક વખત એક પ્રખર જયોતિષી શિલ્પીને મળવા આવ્યો. તેણે શિલ્પીને કહ્યુ
કે “પંદર દિવસ પછી તારું મૃત્યુ થવાનું
છે.” શિલ્પી મોતથી
બચવાનો ઊપાય વિચારવા લાગ્યો. તે મનમાં બોલ્યો, “હું મારી કલાનો ઊપયોગ કરીને યમદુતોને છેતરીશ.” શિલ્પીએ રાત – દિવસ મહેનત કરીને પોતાના જેવા જ છ પૂતળા કંડાર્યા. પૂતળા એવા
આબેહુબ બન્યા કે કોઇ જાણી ન શકે કે આમાં શિલ્પી કોણ હશે ? પંદર દિવસ પુરા થયા શિલ્પીનો મૃત્યુદિન આવી પહાચ્યો. શિલ્પી એક
ઓરડામાં છ પૂતળા સુવડાવી દિધા તે પોતે પણ પૂતળાની વચ્ચે સૂઇ ગયો. યમદૂતો શિલ્પીને
લેવા આવ્યા. તેમણે ઓરડામાં સાત શિલ્પી જોયા. તેઓ મુંજવણમાં મુકાઇ ગયા. હવે શું
કરવું? એક યમદૂત ચાલક હતો તેણે કહ્યું
શિલ્પી હોશીયાર છે તેણે એક જ ભૂલ કરી છે. શિલ્પી ઊભો થઇ બોલ્યો, મારા હાથે ભૂલ ન થાય ભૂલ બતાવો યમદૂત કહે આજ ભૂલ કે, તું ઊભો થઇ ગયો.
યમદૂતો શિલ્પીને લઇને ચાલતા થયા.
બોધ- માણસનો અહમ
તેનો વિનાશ સર્જે છે….
સૌજન્ય : અજ્ઞાત …sankalit
No comments:
Post a Comment