Saturday, May 27, 2017

બોધ કથા-૧૪...બન્ને આંખો ને સાચવજે

૨૭/૦૫/૨૦૧૭....બોધ કથા-૧૪...બન્ને આંખો ને સાચવજે

                         સંકલિત......                                                         ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....





બન્ને આંખો ને સાચવજે

એક છોકરી આખા જગત ને ધિક્કારતી હતી,કારણકે એ અંધ હતી અને કશું જોઈ શકતી ન  હતી.

એક છોકરો તેને ખૂબજ પ્રેમ કરતો હતો અને તેની સાથે લગ્ન કરવા માગતો હતો. 
                    
એ છોકરીએ તેને કહ્યુંકે જો એ આ જગત ને જોઈ શકશે તો જ એ એની સાથે લગ્ન કરશે. 

વાત જ અસંભવ હતી.થોડા સમય પછી એક માણસે એ અંધ છોકરીને એની બન્ને આંખો નું દાન કર્યુઁ. 

 એ હવે જોઈ શકતી હતી.એનાં પ્રેમી છોકરાએ એને પુછ્યું-  

તું હવે જોઈ શકે છે,મારી સાથે લગ્ન કરશે ને? 
છોકરીએ તેનાં પ્રેમી ને પહેલીવાર જોયો એને ખૂબજ આઘાત લાગ્યો.એનો પ્રેમી અંધ હતો.       
છોકરી એ એની સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો. 
છોકરાની આંખોના ખાડામાંથી આંસુઓં વહેવા લાગ્યાં એને જતાં  જતાં છોકરીને કહ્યું :                    મે તને આપેલી બન્ને આંખોને  સાચવજે

( સૌજન્ય : તાણાવાણા-૮ સંપાદક-ઉમેદ નંદુ )


No comments: