૧૧/૦૬/૨૦૧૭...ગુરુજી ની કલમે...(૦૩)- જિંદગી ના રહસ્યો સાથે નું જીવન
ગુરુજી ની કલમે.....
ધી ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસ મા પસિદ્ધ થયેલ પ્રવચનો નો સંગ્રહ
૧૦ મી સપ્ટેમ્બર ૨૦૦૬ સુધી સંકલિત......
અનુવાદક: નિરુપમ ભાસ્કરલાલ અવાશિયા.
બી.ઈ.(ઈલેક્ટ્રીકલ)
ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....
૧૧ મે ૨૦૦૩.
શબ્દ નો હેતુ શાંતિ આપવાનો છે.તમે જે દરેક શબ્દો બોલો છો તે બીજાને શાંતિ
આપે છે?કે પછી તે તેઓ ના મગજ/દિમાગ મા
અશાંતિ પેદા કરે છે.જ્ઞાન નો હેતુ –તમને એ અહેસાસ કરાવવા નો છે કે,-તમે નથી
જાણતા.!જો જ્ઞાન થી તમોને એમ લાગતું હોય કે-તે બધુંજ તમે જનો છો,તો તેનો હેતુ સરતો
નથી.જેમ જેમ તમે વધુ ને વધુ જાણો,તેમ-તેમ તમે વધારે અજ્ઞાન વિશે પરિચિત થાવ.જાણવા
નો અર્થ માત્ર એટલોજ છે કે-અજ્ઞાન તરફ ની એક ઇટ ને તમે દુર ખસેડો છો.
પહેલાં તમે વિચારતા હતા કે તમારું અજ્ઞાન
ઓછું છે,અને તમે હવે જાણો છો કે-તમારું અજ્ઞાન વધારે છે.જ્ઞાન નો હેતુ અસ્તિત્વ
અંગે જાગરુકતા પેદા કરવાનો છે.આ રચના/બ્રહ્માંડ પ્રચંડ અને અનંત છે.તે એક રહસ્યમય
છે.રહસ્યો સમજવા માટે નથી,પરંતુ જીવી જાણવા માટે છે.પ્રેમ રહસ્ય છે,ઊંઘ રહસું
છે,તમરુ મગજ એ રહસ્ય છે,અને તમે જે તમારી આસપાસ જૂઓ છો,તે પણ રહસ્ય જ છે. તમારું
જીવન એ એક રહસ્ય છે.રહસ્ય ને સમજવા નો પ્રયત્ન એ એક મૂંઝવણ છે,પરંતુ તેને સંપૂર્ણ
પણે જીવી જાણવું એ પ્રબુદ્ધતા/આત્મજ્ઞાન છે.
‘હું નથી જાણતો” એ અજ્ઞાનતા માંથી આવે છે.આ “હું નથી જાણતો” એ સારી વાત નથી.પછી તે શબ્દ સમૂહ જ્ઞાન
માંથી પસાર થાય છે,અને પછી તે શબ્દ સમૂહ-“ હું નથી જાણતો!” મા પરિવર્તિત થાય છે.અને આ એક સુંદર શબ્દ
સમૂહ બને છેઅને તે એક અજાયબી પણ છે.આજ રીતે દરેક પ્રશ્ન અજાયબી માં ફેરવાય છે,આ
અજાયબી અને પ્રશ્ન વચ્ચે શો ભેદ છે?પ્રશ્ન દુ;ખ અને બેચેની/અજંપા સાથે સંકળાયેલો
છે,જયારે અજાયબી એ આનંદ ની અભિવ્યક્તિ છે.
આ જીવન એ શું છે?બધું જ મળી ને કુલ કેટલાં
વર્ષો તમે આ પૃથ્વી/ગ્રહ પર રહેવા નું આયોજન કરો છો?સમય ની અટારી મા જૂઓ.સમય ના
માપ ક્રમ મા લાખો વર્ષો પસાર થઇ ગયા,લાખો વર્ષો ભવિષ્ય માં પણ આવશે.તમારું જીવન એ
શું છે?૬૦ વર્ષ? ૭૦ વર્ષ કે પછી ૧૦૦ વર્ષ?જીવન નો સમય ગાળો નજીવો છે.દરિયા મા
માત્ર પાણી ના ટીંપા જેટલો પણ નથી.અખિલ બ્રહ્માંડ ની સરખામણી મા તમારુ કોઈ જ
અસ્તિત્વ જ નથી.!અને આ સમજણ જ તમારો અહંમ ઓગળે છે.
અહંકાર એ સત્ય અંગે નું અજ્ઞાન છે,તમારા
અસ્તિત્વ અંગે નું અજ્ઞાન છે.હવે આ જાણવા માટે આપણે બીજું કંઈક કરવું જઈએ?માત્ર
તમારી આંખો ખોલો અને અને જૂઓ -“હું કોણ છું?”હું આ ગ્રહ પર કઈ રીતે છું?” “મારો જીવન કાળ કેટલો છે?”મગજ મા જાગરુકતા આવશે. નાની-નાની વસ્તુ ઓ
વિશે વિચારવાનું છોડી દયો.,જેમકે- આ વ્યક્તિ એ મને આમ કહ્યું,પેલી વ્યક્તિ એ મારો
સાથ છોડી દીધો,અને તે વ્યક્તિ સાથે આમ બન્યું,અને હું ફલાણું કે ઢીકણું કહેવાનો
છું.”આ બધી જ ન્યુનતાઓ સુંદર શબ્દ સમૂહ”હું નથી જાણતો” આવતા ની સાથે જ દુર થઇ જાશે.!”
અજ્ઞાનતા ને પણ તેની જરૂરિયાત હોય
છે.અજ્ઞાનતા આનંદ ને રમાડ્યા(ગોળ-ગોળ ઘુમાવ્યા)કરે છે..તમે રમત રમતાં હો,તેમાં
તેનું પરિણામ જાણતા હો તો તમે રમત ગંભીરતા થી રમશો નહી,જો તમે જાણતાજ હોવ કે રમત
તમે જ જીતવા ના છો ,તો તમે રમત મા ૧૦૦ ટકા મહેનત નથી કરવા ના,અને જો તમે જાણતાજ હો
કે તમે રમત હારવા ના જ છો તો પણ, રમત રમવા નો કોઈ ઉત્સાહ રહેતો નથી.રમત રસપ્રદ
ત્યારે જ રહે છે કે જયારે તમને તેનાં પરિણામ ની ખબર હોતી નથી,પરિણામ છુપું હોય
છે.નિશ્ચિત હોતું નથી.કુદરત એટલી બધી માયાળુ અને પ્રેમાળ છે કે –તે તમને તમારા
ભવિષ્ય વિશે જણાવતી નથી.અને તે તમને તમારો જુનો ભૂતકાળ પણ યાદ અપાવતી નથી.
અને તેણે આપણને એટલી ટૂંકી,ઓછી યાદદાસ્ત
આપીછે કે-આપણે ભાગ્યેજ આપણી જિંદગી ને આપણી જાતે દુ;ખી બનાવીશું.
જયારે “ હું નથી જાણતો” એ જ્ઞાન ના માંથી પસાર થાય છે અને તમે
બીજી પરિસ્થિતિ-“ હું નથી જાણતો ના તબક્કા માંથી પસાર થાવ
છો!..”અને તે સુંદર છે.” હું નથી જાણતો..”અને તે જ્ઞાન નો અંત છે.તેથી આ આખીય
યાત્રા –“ હું નથી જાણતો!!” થી “ હું નથી જાણતો!!” ભણી ની છે. એક મહાવરો છે-આત્મ
જ્ઞાનપહેલાં તમે લાકડા ના વિનિમય ના બદલા મા પાણી લો છો,અને આત્મજ્ઞાન પછી પણ તમે લાકડા ના વિનિમય ના બદલા મા પાણી જ છો,પરંતુ
થોડા ફર્ક સાથે,પહેલાં તે-હું નથી જાણતો” એ
દુઃખદાયી હતું,અને પછી થી તે “ હું નથી જાણતો..”એ આનંદ થી ભરપૂર હતું.કોઈ પણ પ્રકાર નું જ્ઞાન પછી તે સાયન્સ/વિજ્ઞાન
કે આર્ટસ/કલા નું હોય,તમને આશ્ચર્ય અને અજાયબી મા મુકે
છે. તમે કોઈ કવિ ને પૂછો કે- “તમે આ કવિતા કઈ રીતે લખો છો?” તે કહેશે કે-“ મને ખબર નથી!!..”તમે કોઈ વૈજ્ઞાનિક ને પૂછો “ તમે આ શોધ કઈ રીતે
કરી?..તે કહેશે-“ ઓહ,તે તો હું જાણતો જ નથી!!...” આ “ હું નથી જાણતો!!..ની સભાનતા/ચેતના નું
સ્તર એ નિર્દોષતા છે.
તમારા માંના કેટલાક લોકો ને એવી સમસ્યા હશે કે- મગજ ગોળ-ગોળ
વિચારતું જ રહે છે.આનું કારણ એ છે કે-તમે દરેક સમયે જાણવા જ ઈચ્છો છો ફક્ત “ હું નથી જાણતો..!’ મા આંતરમુખ બનો,મગજ
શાંત થશે.જ્ઞાન એ ડિટર્જન્ટ/સફાઈ
પાવડર જેવું છે.તમે સાબુ કપડાં પર લગાવશો અને ,પરંતુ તેને ધોઈ નાખશો.તમે એમ કદી
કહેશો નહી કે- “ આ અદભુત ડિટર્જન્ટ
છે,ભલે તે મારા શરીર પર રહેતો.”
આપણો બધો જ સંઘર્ષ વધારે જાણવા નો છે....તમે
તમારા થી બનતો બધો જ પ્રયત્ન કરી ને તમારી
લાગણીઓ,ભાવનાઓ ને સમજવા કોશિશ કરો છો અને વધારે ને –વધારે તમે જાત ને ગૂંચવણ મા મુકો છો. આજ-કાલ આ પ્રકાર ની મનોવિજ્ઞાનિક
પરિસ્થિતિ નું નિર્માણ થયું છે.તે તમને જે રીત ની લાગણી ઓ થાય છે,તે લાગણીઓ શા
માટે થાય છે? તે સમજવા પ્રયત્ન કરો છે.”શા માટે? પ્રશ્ન ત્યારે જ ઉદ્દભવે છે,જયારે તમે નારાજ છો.તમે
કહેશો-“ પૃથ્વી પર ના બધાજ લોકો મા મારી સાથે જ
આવી સમસ્યાઓ શા માટે આવે છે? કોઈ એમ ક્યારેય પણ પુછે છે કે-“ હું શામાટે આટલો સુખી છું?અથવા આ વિશ્વ
મા આટલો બધો આંનદ અને સુંદરતા શ માટે છે?તમારે એ જાણવું છે કે-“ મને શા માટે આંનદ નથી?” અથવા હું શા માટે આટલો ગુસ્સે થાવ
છું?અથવા આવું શા માટે થતું નથી?”
તમે જેમ જેમ વધારે તે સમજવા અને જાણવા
પ્રય્તન કરો,તમને લાગે કે તમે ઓંછું અને ઓછું સમજો છો.રહસ્ય ગુઢ થાય છે,પરંતુ “હું જાણું છું..” એ ભ્રમ પેદા કરે છે.પરંતુ તે ટૂંકા ગાળા
માટે હોય છે.આપણે ખુદ જાણતા હોતા નથી,અને બીજા ને સમજાવવા પ્રયત્ન કરીએ છીએ.!! તમે
સ્પષ્ટતા/સમજાવવાનું બંધ કરો,તમારી સ્પષ્ટતા એ તો તમને મુશ્કેલી મા મુક્યાજ છે,અને
બીજા લોકો ને પણ વધારે ગુચાવાળા મા મૂકો છો.તમે જાણતા નથી કે તમારા દિમાગ મા શું
ચાલી રહ્યું છે. મગજ તો રોલર કોસ્ટર જેવું છે.તે જટિલ છે,કોઈ વાર તેમાં કંઈક વસ્તુ
આવે છે,અને કંઈક બીજી વસ્તુ તેમાંથી બહાર નીકળે છે.
ફકત સાદી અને નિર્દોષ અવસ્થા-“ હું નથી જાણતો..!! મા રહો.આ જીદગી
ગુઢ/રહસ્યમય છે.-સુંદર છે-તેને ભરપૂર જીવો. આ જીદગી ની ગુઢતા ને કોરાણે મુકવી એ આંનંદ
છે.આ રહસ્ય દિવ્ય છે.તમો અતિ ગુઢ/રહસ્યમય છો!!!.....
No comments:
Post a Comment