Monday, June 12, 2017

બોધ કથા-૨૬...રામ ને નામે પત્થર તરે....

૧૨/૦૬/૨૦૧૬..બોધ કથા-૨૬...રામ ને નામે પત્થર તરે.....



સંકલિત......                              ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....

સમુદ્ર કિનારે રામજી,લક્ષમણ વાનર સેના સાથે લંકા પર ચડાઈ રવા સજ્જ છે.                     

પરંતુ આ મહાસાગરને કેમ આખી સેના ઓળંગી શકે એ પ્રશ્ન સર્વેને સતાવી રહ્યો છે.              

હનુમાન સમુદ્ર કિનારે પત્થર પર રામનામનો જાપ કરતાં રહે છે..                                

અચાનક જાપ સાથે તે એક પત્થર ને સમુદ્રમા ફેકે છે,                                               

અને તે જૂએ છેકે રામનામ નો જાપ કરી ફેકેલ પત્થરની શીલા ડૂબતી નથી પરંતુ તરે છે.    

હનુમાનજીનાં મગજમાં રીતે  એક પૂલ નું નિર્માણ કરવાનો  વિચાર આવે છે.                       

તે સમગ્ર વાનર સેનાને બોલાવી પોતાનોપ્રસ્તાવ રાજુ કરે છે.                                           

 અને પૂલ નિર્માણનું કાર્ય આરંભાય છે.વાત રામ સુધી પહોચે છે.                                        
તેનેપણ નવાઈ લાગે છે –તે વિચારેછે કે આ કઈ રીતે શક્ય બને?                                   

રાતે બધા ઉંઘી જય છે,ત્યારે તે સમુદ્ર કિનારે પહોચેછે.                                               

હનુમાનજી પણ તેનીપાછળ છુપાઈને જાય છે.                                                   

રામજીતો એક પત્થર ઊચકી જય- શ્રી-રામ બોલી ને સમુદ્રમાં ફેકે છે.                               

પરંતુ પત્થર તો ડુબી જાયછે.રામજીતો ઝંખવાણા પડી પરત આવવા નીકળે છે.           

હનુમાનજી પ્રગટ થાય છે અને રામજીને ઉદાસીનું કારણ પુછે છે.                                  

રામજી સમગ્ર વાત કહે છે.હનુમાનજી હસીને જયશ્રીરામનાં ઘોષ સાથે એક પત્થરની શીલા સમુદ્રમાં 

ફેકી બતાવે છે,અને તેતરે છે.પછી કહે છે-

હેંપ્રભુ !તમે જે ને તરછોડો/જેને ફેકી દયોએ કઈ રીતે તરી શકે ?”                                                     

અને તેથીજ તમે ફેફેલ પથ્થરતો ડુબીજ  જાય ને.....!!!!      

સંકલિત...  

No comments: