Tuesday, June 6, 2017

ડો.અભય વસાવડા--એક સૌમ્ય વ્યક્તિત્વ

૦૬/૦૬/૨૦૧૭.....આજે બોધ કથા નહિ......પરંતુ મારા એક અદના મિત્ર વિષે....
                     

                                  ડો.અભય વસાવડા--એક સૌમ્ય વ્યક્તિત્વ





                                           It is nice to be important,
                                But important to be nice.
  આ વાક્ય વર્ષો પહેલાં પહેલી વાર વાંચ્યું ત્યારે ઘણું ગમી ગયું હતું. પણ વાત કાગળ પર જ સાચી હશે તેમ લાગતું હતું. સમાજનાં દરેક ક્ષેત્રમાં સામાન્યત: જ્યાં જ્યાં નજર પડી ત્યાં ત્યાં સામાન્યત: મહત્વની વ્યક્તિઓ અને વિવેકસૌમ્યતા જાણે સામ સામેના છેવાડાના બિંદુઓ લાગતાં હતા.પરંતુ ડો.અભય ને મળો પછી લાગે કે,ના કહેનારાએ છેક ખોટી વાત તો નથી જ કરી.
  ડો. અભય વસાવડા  ડોકટરો ની દુનિયા માં એક આંતરરાષ્ટ્રીય રેપ્યુટેશન ધરાવતા  વિચક્ષણ,કાબેલ ઓપ્થોલોમોલોજીસ્ટ તરિકે જાણીતાજ છે.તો તેમના દર્દીઓ તેમને રોશની આપનાર,આદર્શ માનવતા વાદી ડોકટર તરીકે ઓળખે છે.
  રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય અનેક સન્માનો/મેડલો પ્રાપ્ત કરનાર ડો અભય ખુબજ સરળ અને એક મળવા જેવા વ્યક્તિ છે.ડો.અભયએ તેના કાબેલ પિતા ડો.રઘુકાંતભાઈ નો વારસો નિભાવ્યો છે,દીપાવ્યો છે,બલકે વઘુ ઉજ્જવળ બનાવ્યો છે..
  થોડા સમય પહેલાં એક મેગઝીન ને આપેલા ઇન્ટરવ્યુ  માં ડો. અભય એ બહુ જ માનનીય વાત કહેલ-."ગળા મા ભરાવેલ સ્ટેથોસ્કોપ ની થ્રીલ બહુજ હોય પણ દરેક ડોકટરે યાદ રાખવું જોઈએ કે તેનો બીજો છેડો દર્દી ના દિલ પર હોય છે.” ડો .અભય ની સાદગી.પોતાના કાર્ય ક્ષેત્ર માં પ્રભુત્વ ખરેખર પ્રેરણા રૂપ છે. સત્તા,વિદ્વત્તા કે વિશિષ્ટતાને પામવી એટલી અઘરી નથી જેટલી તેને પચાવવી.પદ,પ્રભુત્વ કે પ્રતિષ્ઠા મળ્યા છતાં સરળ રહેવું અને અન્યનો આદર કરવો એ સૌથી મુશ્કેલ અને દુષ્કર વાત છે. અને તેથી જ આવા વ્યક્તિત્વની આભા સહુ  માટે દીવાદાંડી રૂપ બની રહે છે.
 માત્ર નાગર જ નહિ,ગુજરાતીજ નહિ પંરતુ એક ભારતીય તરીકે ગર્વ થાય તેવા આ ગરવા ગુજરાતી ને સો-સો સલામ..
 
          નિરુપમ અવાશિયા-પુને
           ૦૬/૦૬/૨૦૧૭

No comments: