Tuesday, June 27, 2017

.(૩૭)...શ્રેષ્ઠ માવતર...................

૨૭/૦૬/૨૦૧૭...(૩૭)...શ્રેષ્ઠ માવતર...................



  સંકલિત......                              ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....

લેખકની કટારે ......  By Dipen Trivefi

તેઓ એક ઇન્ટરનેશનલ શાળાના ભભકાદાર બગીચામાં સુકાયેલા છોડ કાઢી રહ્યા હતા, ધૂળ અને ગરમીની તેમના પર કોઈ અસર નહોતી. ગંગાદાસ, આચાર્ય શ્રી તમને મળવા માંગે છે, હમણાં જ.
છેલ્લા બે શબ્દો પટાવાળાએ તાકીદ ઉભી કરવા માટે ભાર દઈને કહ્યા.
તેઓ ઝડપથી ઉભા થયા, એમના હાથ ધોઈને લુછી નાખ્યા અને આચાર્યની ઓફીસ તરફ ચાલવા લાગ્યા.
તેઓ એક નિષ્ઠાવાન કાર્યકર હતા, તેમણે ક્યારેય કામચોરી નથી કરી.
ઠક…. ઠક….
તમે મને બોલાવ્યો મેડમ?”
અંદર આવો…” એક ખારાશ સાથેના આદેશપૂર્ણ અવાજે તેમને વધુ ડરાવી મૂક્યા.
ભૂખરા રંગ નાં વ્યવસ્થિત રીતે બાંધેલા વાળ, સાદી પણ ડિઝાઇનર સાડી અને નાક ની ટોચ પર રાખેલા એમના ચશ્માં..
તેમણે ટેબલ પર મુકેલા કાગળ સામે ઈશારો કરીને કહ્યું, “ આ વાંચો…”
પણ મેડમ, હું એક અભણ માણસ, અંગ્રેજી ના વાંચી શકું. મેડમ મારાથી કોઈ ભૂલ થઇ હોય તો મને માફ કરો.. મને હજી એક તક આપો. મારી દીકરી ને આ શાળામાં મફતમાં ભણાવા માટે હું આપનો કાયમનો ઋણી છું. મેં મારી દીકરી માટે આવી સારી જિંદગીની ક્યારેય કલ્પના પણ નહોતી કરી.
અને તેઓ લગભગ ધ્રૂજવા લાગ્યા.
ઉભા રહો, તમે તો ઘણું બધું ધારી લીધુંઅમે તમારી દીકરી ને તેની હોશિયારી અને તમારી નિષ્ઠા ને લીધે પરવાનગી આપી છે.મને કોઈક શિક્ષકને બોલાવવા દ્યો, અને તે આ વાંચી ને તમારા માટે ભાષાંતર કરી આપશે. આ તમારી દીકરીએ લખ્યું છે, અને મારે એ તમને વંચાવવું છે.
થોડી જ મિનિટોમાં શિક્ષક્ને બોલાવાયા અને તેમણે વાંચવાનું શરૂ કર્યું. અને દરેક વાક્યને હિન્દીમાં પણ અનુવાદ કર્યું.
તેમણે વાંચ્યું
આજે અમને માતૃત્વ દિવસ પર લખવાનું કહેવામાં આવ્યું હતું.
હું બિહાર ના એક નાના ગામ થી છું, એક નાનું ગામ જ્યાં શિક્ષણ અને દવા હજુ પણ દૂરનાં સપના જેવું લાગે છે. આના લીધે આજે પણ ઘણી સ્ત્રીઓ બાળકને જન્મ આપતાની સાથે જ મૃત્યુ પામે છે. મારી માતા પણ તેમાની એક હતી,તેણે મને ક્યારેય એના હાથ માં તેડી નથી.
મારા પિતા મને તેડનાર સૌથી પ્રથમ વ્યક્તિ હતા, અને કદાચ છેલ્લા પણ. દરેક જણ દુઃખી હતા. કારણકે, હું એક છોકરી હતી અને મારી પોતાની માને ભરખી ગઈ હતી. મારા પિતાને તરત જ બીજા લગ્ન કરી લેવા માટે કહેવામાં આવ્યું હતું, પણ તેમણે નાં પાડી. મારા દાદા દાદી એ તેમને તાર્કિક, અતાર્કિક અને ભાવનાશીલ કારણો આપી ખૂબ દબાણ કર્યું પરંતુ તેઓ સહેજ પણ ચસ્ક્યા નહી . મારા દાદા દાદી ને પૌત્ર જોતો હતો,તેમણે પપ્પા ને લગ્ન માટે બહુ જ ડરાવ્યા અને કહ્યું કે જો તેઓ લગ્ન નહી કરે તો દાદા દાદી તેમનો ત્યાગ કરશે.
તેમણે બે વાર પણ વિચાર ના કર્યો અને તેમણે બધું જ છોડી દીધું, તેમની એકરોની જમીન, એક સુંદર ગુજરાન, આરામદાયક ઘર,ઢોર અને તે તમામ વસ્તુઓ કે જે ગામડાંમાં જીવવા માટે સારી ગણાય છે.
તેઓ આ વિશાળ શહેરમાં મને તેમના ખોળામાં લઇ ને કંઈપણ લીધા વગર આવ્યા. જીવન ખૂબ જ કઠોર હતું, તેમણે દિવસ અને રાત સખત મહેનત કરી. મારી ખૂબ જ પ્રેમ અને પરેજી સાથે દેખરેખ કરી.
હવે મને સમજાય છે કે મને ભાવતી દરેક વાનગી માટે તેમણે શા માટે અચાનક જ અણગમો ઉભો કર્યો હતો, કારણકે, થાળીમાં એ વાનગીનો ફક્ત એક જ ટુકડો વધ્યો હોતો તો.તેઓ એવું કહેતા કે, તેમને તે વાનગી થી નફરત છે અને હું એવું માની ને ખાઇ જતી કે એમને એ વાનગી ભાવતી નથી. પણ, જેમ જેમ હું મોટી થતી ગઈ મને કારણ ખબર પડી કે બલિદાન શું છે. એમણે મને શક્ય એટલી સગવડતા તેમની ક્ષમતા બહાર જઈને આપી છે.
આ શાળાએ એમને છત આપી, સમ્માન આપ્યું અને સૌથી શ્રેષ્ઠ ભેટ , તેમની દિકરીને પ્રવેશ આપ્યો.
જો પ્રેમ અને કાળજી મા ની વ્યાખ્યા છે, તો મારા પિતા એમાં વ્યવસ્થિત બેસે છે.
જો કરુણા મા ની વ્યાખ્યા છે, તો તેમાં પણ મારા પિતા વ્યવસ્થિત બેસે છે.
જો ત્યાગ મા ની વ્યાખ્યા છે, તો તેઓ તેમાં પણ સૌથી ઉપર છે.
ટુંક માં કહુ તો કાચલીમાં જો માતા પ્રેમ, કાળજી, ત્યાગ અને કરુણાથી બને છે, તો મારા પિતા દુનિયાના સૌથી શ્રેષ્ઠ મા છે.
માતૃત્વ દિવસ પર હું મારા પિતાને ધરતી પરના મારા શ્રેષ્ઠ માવતર બનવા માટે શુભેચ્છા આપવા માંગું છું. હું તેમને સલામ કરું છું અને ગર્વથી કહું છું કે, આ શાળામાં કાર્ય કરતા મહેનતુ માળી મારા પિતા છે.
હું જાણું છું કે, શિક્ષક ના આ વાંચ્યા પછી પરીક્ષામાં કદાચ હું નાપાસ થાઉં, પણ આ એક ખૂબ જ નાની ભેટ મારા નિ:સ્વાર્થ પિતાને અર્પણ કરું છું.
આભાર.
ઓફિસમાં નિરવ શાંતિ હતી. કોઈપણ ગંગાદાસના હળવા ડૂસકા સાંભળી શકતું. ગમે તેવો જ્વલનશીલ સૂર્ય પણ તેના કપડા ભીના ના કરી શકતો, પણ તેની દિકરી ના માસુમ શબ્દોથી તેની છાતી આંસુઓથી ભરાઈ ગઈ હતી. તેઓ ત્યાં હાથ વાળી ને ઉભા હતા.
તેમણે શિક્ષકનાં હાથમાંથી કાગળ લીધો અને તેની છાતી પાસે મૂકી ને એક ડૂસકું ભર્યું.
આચાર્ય ઉઠ્યા અને ગંગાદાસને ખુરશી અને પાણી આપ્યા અને કઈક કહ્યું. પણ, નવાઈ સાથે આ વખતે તેમના અવાજ ના ખારાશ ની જગ્યા હૂંફ અને મીઠાશ એ લઇ લીધી હતી.
ગંગાદાસ, તમારી દીકરી ને આ નિબંધ માટે ૧૦ માંથી ૧૦ ગુણ આપ્યા છે. શાળાનાં ઈતિહાસમાં માતૃત્વ દિવસ પર લખાયેલ આ સૌથી શ્રેષ્ઠ નિબંધ છે. અમારે કાલે માતૃત્વ દિવસ નિમિત્તે શાળામાં ખૂબ જ ભવ્ય સમારંભ છે. અને શાળાના તમામ વ્યવસ્થાપક મંડળે આ કાર્યક્રમ માટે તમને મુખ્ય અતિથિ તરીકે બોલાવવાનું નક્કી કર્યું છે.
આ એક ગૌરવ ની વાત છે કે કેવી રીતે તેના બાળકને આગળ લાવવા માટે એક પુરૂષ પ્રેમ અને બલિદાન આપી શકે છે. અને આ એ વાત સાબિત કરે છે કે પૂર્ણ માવતર બનવા માટે સ્ત્રી હોવું જરૂરી નથી.
અને સૌથી મહત્વની વાત કે, તમારા અભિમાન માટે કે તમારી દિકરીની તમારા પર પૂર્ણ શ્રદ્ધા છે. અને તમારી દિકરી ના કહેવા મુજબ આખી શાળાને પણ સાથે સાથે ગૌરવ છે,તમારા પર પૃથ્વી પર ના શ્રેષ્ઠ માવતર તરીકે!
તમે ખરેખર એક સાચા માળી છો, જે ફક્ત બગીચાનું જ ધ્યાન નથી રાખતા, પણ તમારા જીવનનાં અણમોલ ફૂલ ને પણ એક અલગ સુંદર રીતે ઉછેરો છો….”
તો ગંગાદાસ, શું તમે અમારા કાર્યક્રમના મુખ્ય અતિથિ બનશો?”...
 સંકલન...

No comments: